Backflip Viral Video : વાયરલ થઈ રહેલા વીડિયો (Backflip Viral Video)માં શેખ રણની રેતીમાં બેકફ્લિપ (Dessert Backflip Video) કરતો જોવા મળી રહ્યો છે, જેને જોઈ લોકો તેમના દિવાના થઈ ગયાં છે.
સોશિયલ મીડિયા (Social Media) પર તમને એકથી એક ચઢિયાતા વીડિયો જોવા મળશે. કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાકમાં એવા પરાક્રમ હોય છે, જેને જોઈને લોકો દાંત નીચે આંગળીઓ દબાવી દે છે. આવા જ એક બેકફ્લિપનો વીડિયો વાયરલ (Backflip Viral Video) થઈ રહ્યો છે, જેમાં એક શેખ રેતી પર બેકફ્લિપ (Shekh Doing Non Stop Backflip) કરતા જોવા મળી રહ્યા છે.
આ અદ્ભુત એક્શન વીડિયોએ ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે અને લાખો લોકોએ તેને પસંદ કર્યો છે. આ વાયરલ દુબઈ અથવા કોઈ રણના સ્થળનો છે, જ્યાં શેખ તેના પરંપરાગત પોશાકમાં ખૂબ જ ક્લીન બેકફ્લિપ મારતા દૂર દૂર સુધી પહોંચે છે. તમારે પણ આ વિડિયો અવશ્ય જોવો.
ધડાધડ શેખે બેકફ્લિપ માર્યું
વાયરલ થઈ રહેલો વીડિયો રણ વિસ્તારનો છે. અહીં એક શેખ રેતાળ ઢોળાવ પર અદ્ભુત બેકફ્લિપ કરીને પાછળની તરફ જઈ રહ્યા છે. સામાન્ય જગ્યાએ બેકફ્લિપ મુશ્કેલ છે, પરંતુ એટલુ નહિ જેટલું રણમાં છે.
તેમ છતાં, આ વ્યક્તિ જબરદસ્ત ઉર્જા સાથે રોકાયા વિના એક સાથે 8-10 પલટા મારીને તળિયે પહોંચે છે. રસપ્રદ વાત એ છે કે, પગ સુધીના તેના આઉટફિટને કારણે તેની બેકફ્લિપમાં કોઈ સમસ્યા ઊભી થતી નથી, પરંતુ તે ખૂબ જ સ્વચ્છ અને સુઘડ દેખાય છે. આ અદ્ભુત વીડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
કરોડો લોકોએ જોઈ કળા
આ વીડિયો mk_prada નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે વીડિયોની સાથે કેપ્શન લખ્યું છે – હબીબી સંપૂર્ણ એક્શનમાં. આ વીડિયો 16 એપ્રિલે પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધીમાં 44 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે, જ્યારે તેના પર લગભગ 19 હજાર કોમેન્ટ આવી ચૂકી છે. જ્યાં લોકોએ આ વ્યક્તિના વખાણ કર્યા છે, ત્યાં તમામ લોકો તેની ઉર્જાનાં પ્રશંસક બની રહ્યાં છે. તમે પણ આ વિડિયો જોઈને શેઠની કળાના વખાણ કરતા તમારી જાતને રોકી નહીં શકો.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર