Home /News /eye-catcher /કાર, રોબોટ, ડ્રોન પછી હવે એર સર્વિસનો વારો! હવામાં ઉડી ફૂડ ડિલિવરી કરતો દેખાયો શખ્સ

કાર, રોબોટ, ડ્રોન પછી હવે એર સર્વિસનો વારો! હવામાં ઉડી ફૂડ ડિલિવરી કરતો દેખાયો શખ્સ

હવામાં ઉડી ફૂડ ડિલિવરી કરતો શખ્સ

Air Food Delivery: ટ્વિટરના @DailyLoud પર શેર કરવામાં આવેલા વીડિયોમાં લોકો હવામાં ઉડતા માણસને ભોજન પહોંચાડતા જોઈને દંગ રહી ગયા. આ વ્યક્તિ એક ડિલિવરી એજન્ટ છે જે હવામાં ઉડીને ફૂડ પહોંચાડતો જોવા મળ્યો હતો. વીડિયો સાઉદી અરેબિયાનો જણાવવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ ...
    દુનિયા વિકાસના નવા રસ્તે જઈ રહી છે. વીજળી, મોબાઈલ ફોન, ગાડીઓ, મશીને લોકોને એ હદ સુધી પોતાના પર નિર્ભર કરી દીધા છે કે એના વગર રહી જ ન શકાય. જયારે જયારે જેની જરૂરત પડતી ગઈ એનો આવિષ્કાર થતો રહ્યો. દુનિયા સતત હાઈટેક થતી રહી છે. આ જ કડીનો એક ભાગ છે એમેઝોન સર્વિસ. જેને વધુ એક કદમ આગળ ધપાવવામાં આવી છે. હવે ગાડી સાઇકલ અથવા બાઈકથ નહિ હવામાં ઉડી સામાન પહોંચાડશે.

    ટ્વીટરના @DailyLoud પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં હવામાં ઉડી રહેલા વ્યક્તિને જોઈ લોકો દંગ રહી ગયા છે. વ્યક્તિ એક ડિલિવરી એજન્ટ છે જે હવામાં ઉડી ફૂડ ડિલિવરી કરવા પહોંચી રહ્યો હતો જેણે લોકોને હેરાન કરી દીધા છે. વીડિયો સાઉદી અરબનો જણાવવામાં આવી રહ્યો છે જ્યાં ફૂડ ડિલિવરીની એર સર્વિસની શરૂઆતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

    https://twitter.com/DailyLoud/status/1574219226092552195?

    ડિલિવરી એજન્ટને હવામાં ઉડતો જોઈ લોકો દંગ રહી ગયા હતા


    વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ હવામાં એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગમાં ઉડતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષા સુવિધાઓથી સજ્જ દેખાઈ રહ્યો છે અને જેટપેકની મદદથી હવામાં ઉડી રહ્યો છે. ડિલિવરી એજન્ટનો દેખાવ સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. વીડિયો સાઉદી અરેબિયાનો છે. જ્યાં આ વ્યક્તિ જેટપેકની મદદથી ઉડતો અને હાથમાં સામાન લઈને ઊંચી ઈમારતની બાલ્કનીમાં ઉતરતો જોવા મળે છે. આ દરમિયાન, તે અકસ્માતના કિસ્સામાં સુરક્ષિત રહી શકે છે તેથી ડિલિવરી એજન્ટે સલામતી સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું અને સલામતીના તમામ સાધનો પહેર્યા છે. જો કે, વીડિયો જોયા પછી ઘણા લોકો મૂંઝવણમાં પડી ગયા કે આ વ્યક્તિ કોણ છે અને તે શું કરવા માંગે છે?

    આ પણ વાંચો: OMG! મહિલાનું પર્સ ચોરી કરીને દરિયામાં તરી ગયો ચોર, પોલીસે હેલિકોપ્ટરથી પકડી લીધો!


    કાર, રોબોટ, ડ્રોન પછી હવે એર સર્વિસનો વારો


    જે લોકો ફ્લાઈંગ પર્સનને ડિલિવરી એજન્ટ ગણાવી રહ્યા છે તેમના મતે આ પ્રકારની એર સર્વિસ ઘણી મોંઘી પડી શકે છે. તો શું લોકો આ સેવાઓનો ઉપયોગ કરવાનું શરૂ કરી રહ્યા છે? કેટલાક લોકો તેને નકલી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે વીડિયો સાઉદી અરેબિયાનો છે, તેથી ત્યાં કંઈપણ થઈ શકે છે, પૈસાની કોઈ કમી નથી. અગાઉ, જ્યાં ભોજન લેવા માટે રેસ્ટોરન્ટ કે હોટલમાં જવું પડતું હતું, ત્યાં ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવા આ ક્ષેત્રમાં એક નવી ક્રાંતિ છે. હવે કેટલીક કંપનીઓ રોબોટ અને ડ્રોનથી ફૂડ ડિલિવરી સર્વિસ પણ શરૂ કરી રહી છે. આવી સ્થિતિમાં જો ડિલિવરીની હવાઈ સેવા પણ શરૂ થાય તો નવાઈ નહીં.
    Published by:Damini Damini
    First published:

    Tags: Delivery-boy, Food Delivery, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन