લ્યો બોલો! ચિકન બીરયાની આ ભાઈને ન મળ્યું લેગ પીસ, ગુસ્સામાં આવી કરી દીધી મંત્રીને ફરીયાદ અને પછી...

  • Share this:
નવી દિલ્લી:  સોશ્યલ મીડિયા એક એવી માયાજાળ છે, જેમાં આજે મોટા ભાગના માણસો રચ્યા પચ્યા રહે છે. આજે તમારી દરેક પ્રવૃત્તિથી માંડી તમારા દરેક સવાલોના જવાબ તમને અહીં મળી જાય છે. ક્યારેક કોઇ માટે આ માધ્યમો આશીર્વાદ બને છે, તો કોઇ માટે અભિશાપ. ક્યારેક નાની એવી વાત પણ વાયરલ થઇને લોકોમાં આગની જેમ પ્રસરે છે. પરંતુ ઘણી વાર એવા કિસ્સાઓ સામે આવે છે કે તમે હસવાનું રોકી શકતા નથી. આજકાલ લોકો સાથે જોડાયેલ રહેવા નેતાઓ પણ સોશ્યલ મીડિયા પર ઘણા એક્ટિવ થઇ ગયા છે. બસ એક ટ્વિટ કરો અને નેતાજીનો જવાબ હાજર. તેનાથી તમે પણ ખૂશ અને નેતાજી પણ ખૂશ.

પરંતુ ઘણી વાર લોકો એવી મદદ માંગી લે છે કે નેતાઓ પણ ચકિત બની જાય છે. તાજેતરમાં જ તેલંગણામાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હકીકતમાં એક વ્યક્તિએ ચિકન બિરયાની ઓનલાઇન ઓર્ડર કરી હતી. જેવો ઓર્ડર મળ્યો અને ભાઇ જમવા બેઠા, ત્યારે બિરયાનીમાં લેગ પીસ ન મળતા આ અંગે મંત્રીજીને ટ્વિટ કરીને ફરીયાદ કરી દીધી. એટલું જ નહીં મંત્રીજીએ આ ટ્વિટનો મજેદાર રિપ્લાય પણ આપ્યો હતો.

તેલંગણાના મ્યૂનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ મંત્રી કેટી રામારાવ એટલે કે કેટીઆર ટ્વિટર પર ખૂબ સક્રિય રહે છે. એટલું જ નહીં કોરોનાકાળમાં એક જેણે પણ તેમની પાસે મદદ માંગ તેમને નિરાશ નથી કર્યા. કોરોનાનું સંક્રમણ અને લોકડાઉન દરમિયાન તેમણે લોકોને મેડિકલ સુવિધા અને ઇ-પાસની પણ વ્યવસ્થા કરી હતી.

તેવામાં રઘુપતિ નામના એક શખ્સે ચિકન બિરયાની ઓનલાઇન ઓર્ડર કરી હતી. પરંતુ જેવો તે જમવા બેઠો તે ખૂબ નારાજ થઇ ગયો. કારણ કે બિરયાનીમાં તેને લેગ પીસ ન મળ્યું. ત્યાર બાદ તેણે ટ્વિટર પર કેટીઆરને ફરીયાદ કરી દીધી.

શું લખ્યું ટ્વિટરમાં

રઘુપતિએ ટ્વિટ કરી ઝોમેટો અને કેટીઆરને ટેગ કરી ટ્વિટ કર્યું કે, મેં ચિકન બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. જેમાં મે એક્સ્ટ્રા મસાલો અને લેગ પીસની માંગ કરી હતી. પરંતુ મને તેમાંથી કંઇ પણ ન મળ્યું. શું લોકોને સર્વિસ આપવાની તમારી આવી રીત છે.

કેટીઆરે આપ્યો મજેદાર જવાબ

આ ટ્વિટના થોડા જ સમય બાદ કેટીઆરે રઘુપતિને રિપ્લાય આપ્યો હતો. જેમાં તેણે લખ્યું કે, ભાઇ તમે મને કેમ ટેગ કર્યો છે? તેમાં મને શું કરવા કહી રહ્યા છો. જોકે થોડી જ વારમાં રઘુપતિએ આ ટ્વિટ ડિલીટ કરી નાખ્યું હતું. પરંતુ તે પહેલા જ લોકોએ તેનો સ્ક્રિન શોટ લઇ વાયરલ કરી દીધો હતો.
Published by:kuldipsinh barot
First published: