કાનમાં થયો ભયંકર દુખાવો, ચેકઅપ બાદ ડૉક્ટરે કાઢ્યા 11 વંદા

News18 Gujarati
Updated: November 8, 2019, 1:50 PM IST
કાનમાં થયો ભયંકર દુખાવો, ચેકઅપ બાદ ડૉક્ટરે કાઢ્યા 11 વંદા
ચીનનાં હુઇજો વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિનાં કાનમાં ખુબજ દુખાવો થઇ રહ્યો હતો. ડૉક્ટરી તપાસમાં કાનમાં એક વંદો અને તેનાં 10 બચ્ચા હોવાનું માલૂમ પડ્યું

ચીનનાં હુઇજો વિસ્તારમાં રહેતાં એક વ્યક્તિનાં કાનમાં ખુબજ દુખાવો થઇ રહ્યો હતો. ડૉક્ટરી તપાસમાં કાનમાં એક વંદો અને તેનાં 10 બચ્ચા હોવાનું માલૂમ પડ્યું

  • Share this:
બેઇજિંગ: ચીનનાં (China) હુઇજોમાં (Huizhou) રહેનારા 24 વર્ષિય મિસ્ટર એલવી (Mr. Lv)નાં કાનમાં ભારે દુખાવો થઇ રહ્યો હતો. (Sharp Pain) જેને કારણે તેની રાતોની ઊંઘ હરામ થઇ ગઇ હતી. દુખાવો એ હદે વધી ગયો કે તેણે તેનાં પરિવારને જગાડ્યો અને તે બાદ કાનમાં ટોર્ચથી જોયુ તો માલૂમ થયુ કે તેમાં એક મોટો વંદો છે. (Cockroach) તે બાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. બાદમાં ડૉક્ટરે તેની તપાસ કરી અને જણાવ્યું કે, તેનાં જમણાં કાનમાં એક બે નહીં પણ 10થી વધુ વંદાનાં બચ્ચા (Baby Cockroaches) હતાં.

વંદાને ટ્વિઝરની મદદથી કાનની બહાર કાઢવામાં આવ્યાં
ડૉક્ટર જોંગ યિઝિન (Dr. Zhong Yijin)નાં જણાવ્યાં મુજબ મિસ્ટર એલવીનાં કાનમાં ખુબજ દુખાવો થઇ રહ્યો હતો. ફૉક્સ ન્યૂઝ મૂજબ, એલવીએ ડૉક્ટરને જણાવ્યું કે, તેનાં કાનમાં કંઇક ચાલતુ હોય કે ચળ કરતું હોય તેવું લાગતું હતું. તેનાંથી તેને ખુબજ મુશ્કેલી થઇ રહી હતી. જે બાદ ડૉક્ટર યિઝિને એલવીનાં કાન માંથી 10થી વધુ નાના નાના વંદા કાઢ્યા હતાં. આ તમામ કાનમાં આમ તેમ ભાગી રહ્યાં હતાં. વંદાને ટ્વિઝર (Tweezer)ની મદદથી કાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. મિસ્ટર એલવીનાં કાનમાં હાલમાં કેટલાંક ડ્રૉપ્સ નાખવામાં આવે છે જેથી તેમને દુખાવો અને ખરજ મટી શકે.ડૉક્ટરનું કહેવું છે, નવાં બાળ વંદા સાઇઝમાં ઘણાં નાના છે અને તેમનો રંગ તેમની માનાં રંગ કરતાં આછો છે. જોકે આ બાળ વંદાઓએ મિસ્ટર એલવીનાં કાનને ખુબજ નુક્શાન પહોંચાડ્યું છે.

આ પણ વાંચો-સોનાથી બની છે આ ટૉયલેટ સીટ, 40,815 હીરા જડેલા છે!ડૉક્ટર યિઝિને સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મિસ્ટર એલવીને અડધુ ખાઇને ખાવાનાં પેકેટ (Unfinished Food Packet) તેનાં બેડની આસપાસ જ રાખવાની આદત હતી. જેથી કીડા-મકોડા (Insects) અને વંદા ત્યાં ફરતા રહેતાં. એવી જ એક ઘટનામાં ગત વર્ષે એક મહિલાનાં કાનમાંથી પણ વંદો કાઢવામાં આવ્યો હતો. જે નવ દિવસથી તેનાં કાનમાં હાજર હતો. બેઇજિંગમાં 2015માં પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક 19 વર્ષનાં યુવકનાં કાનમાં 25 વંદા રહેતા હતાં.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर