ડોક્ટર્સે ઓપરેશન કરી એક વ્યક્તિના હૃદયમાંથી એવી વસ્તુ કાઢી, જેની કલ્પના પણ કરવી મુશ્કેલ

ડોક્ટરો માટે પણ વિચિત્ર કેસ

દર્દીના શરીરમાંથી સિમેન્ટનો ટુકડો કાઢ્યો ત્યારે ડોક્ટરો આખી વાત સમજી શક્યા. હવે તમે પણ વિચારશો કે સિમેન્ટનો ટુકડો છાતીની અંદર કેવી રીતે પહોંચ્યો?

 • Share this:
  માનવ શરીર અને તેમાં થતા રોગો પણ વિચિત્ર છે. ક્યારેક કોઈના પેટમાં લોખંડ અને અન્ય ધાતુઓ નીકળે છે, ક્યારેક માણસ પથ્થર બનવા લાગે છે. તાજેતરમાં એક વિચિત્ર કિસ્સો એક વ્યક્તિનો સામે આવ્યો છે, જેને છાતીમાં દુખાવો થયા બાદ ડોક્ટરોએ તેના હૃદયમાંથી કંઈક એવી વસ્તુ કાઢી, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.

  56 વર્ષીય વ્યક્તિને સતત છાતીમાં દુખાવો થતો હતો. જ્યારે તે ડોક્ટર પાસે ગયો ત્યારે તેનો એક્સ-રે અને સીટી સ્કેન નહોતા કર્યા ત્યાં સુધી કંઈ સમજાયું નહીં. પરંતુ સ્કેન બાદ તેના ફેફસાની નજીકથી હૃદયને ફાડી નાખનારી એક તીક્ષ્ણ વસ્તુ જોવા મળી, જેનાથી વ્યક્તિના હૃદયમાં એક છિદ્ર થઈ ગયું હતું. ડોક્ટરોને પણ ત્યાં સુધી કઈં સમજાયું નહીં, જ્યાં સુધી તેના હૃદયમાંથી આ વસ્તુ બહાર કાઢવામાં આવી, દર્દીના શરીરમાંથી સિમેન્ટનો ટુકડો કાઢ્યો ત્યારે ડોક્ટરો આખી વાત સમજી શક્યા.

  સિમેન્ટનો ટુકડો હૃદય સુધી કેવી રીતે પહોંચ્યો?

  હવે તમે પણ વિચારશો કે સિમેન્ટનો ટુકડો છાતીની અંદર કેવી રીતે પહોંચ્યો? જે વ્યક્તિને છાતીમાં દુખાવો થતો હતો, તેને ઓસ્ટીયોપોરોસિસની સમસ્યા હતી. આ રોગને કારણે તેના શરીરમાં વર્ટેબ્રલ હાડકામાં ફ્રેક્ચર થયું હતું. આ સમસ્યાને દુર કરવા માટે, ડોકટરોએ કીફોપ્લાસ્ટી કરી. આ સારવારમાં કરોડરજ્જુમાં એક ખાસ પ્રકારનું સિમેન્ટ નાખવામાં આવે છે, જેથી હાડકાની લંબાઈ પહેલા જેવી જ થઈ જાય છે. જો કે, આ કિસ્સામાં સિમેન્ટ હાડકાને ચોંટ્યું ન હતું, અને સિમેન્ટનો ટુકડો બહાર આવ્યો અને નસોમાં જતો રહ્યો.

  આ પણ વાંચો31 વર્ષીય શિક્ષકાએ 14 વર્ષના વિદ્યાર્થીને વાસનાનો શિકાર બનાવ્યો! કારમાં બેસાડી કરતી ધૃણાસ્પદ કામ

  10 સેમી લાંબો ટુકડો હૃદયમાં ઘૂસી ગયો

  સિમેન્ટનો 10 સેમી લાંબો તીક્ષ્ણ ટુકડો, નસોમાંથી પસાર થઈને, માણસના હૃદયની દિવાલને વીંધી નાખી અને જમણા ફેફસાને પણ વીંધી નાખ્યું. આ જ કારણ હતું કે વ્યક્તિને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને બે દિવસથી તેને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. તપાસ પછી, ડોકટરોએ આ સિમેન્ટના ટુકડાને હૃદય અને ફેફસાની મધ્યમાંથી બહાર કાઢ્યો અને વ્યક્તિની ઇમરજન્સી સર્જરી કરીને છિદ્ર પુર્યું. સદનસીબે, એક મહિના પછી, વ્યક્તિ હવે સ્વસ્થ થઈ ગયો. આ કેસ તદ્દન અસામાન્ય હતો, કારણ કે માત્ર 2% કેસોમાં કીફોપ્લાસ્ટી કેસમાં આવુ બને છે.
  Published by:kiran mehta
  First published: