10 લાખ સિગારેટ ભેગી કરીને શખ્સે બધાને કર્યા આશ્ચર્યચકિત, જાણો કેવી રીતે કરે છે ઉપયોગ

10 લાખ સિગારેટ ભેગી કરી

10 લાખ સિગારેટ ભેગી કરીને શખ્સે બધાને કર્યા આશ્ચર્યચકિત, 10 લાખ સિગારેટના બટ્સ એકત્રિત કરી ક્રાફટ બનાવ્યા

 • Share this:
  જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં હાર માની લે તો તે હંમેશા હારેલો રહી જાય છે. જીતવા માટે ઇચ્છાશક્તિની પણ જરૂર છે કારણ કે ત્યારે જ કોઈ વ્યક્તિ પ્રયાસ કરવાનું ચાલુ રાખે છે. અન્યથા એકવાર હારનો સામનો કર્યા બાદ દરેક વ્યક્તિ પોતાનું કાર્ય અધવચ્ચે છોડી દેવા માંગે છે.

  એક વ્યક્તિ સાથે પણ આવું જ બન્યું. પરંતુ તેમને પોતાનુ નામ એ વાતથી પ્રખ્યાત કરી લીધુ જ્યારે તેમણે 1 મિલિયનથી વધુ સિગારેટ (Man Collected 10 lakh cigarette butts)ભેગી કરી. પરંતુ આ માણસની વાર્તા માત્ર એટલી જ નથી.

  ઇક્વાડોરના ગાલાપાગોસ ટાપુ (Galapagos Island, Ecudor) પર રહેતા મિગુઇચો (Miguicho)નું જીવન ખૂબ મુશ્કેલભર્યુ હતું. જ્યારે તે માત્ર ૫ વર્ષના હતા ત્યારે તેમની માતાનું ભૂકંપમાં મૃત્યુ થયું હતું. તે પછી તરત જ તેમના પિતાનું પણ અવસાન થયું. આ કારણસર તેઓ ભણી શક્યા નહીં.

  આ પણ વાંચો: મિથુન ચક્રવર્તી પાસે કેટલી છે સંપત્તિ? એક સમયે હતા ગરીબ, હવે છે 5 લક્ઝરી ફાઈવ સ્ટાર હોટલના માલિક

  તેઓએ માછીમારી શરૂ કરી. 35 વર્ષની ઉંમરે, તે એક સમયે દરિયામાં માછીમારી કરી રહ્યા હતા ત્યારે તેમની બોટનું એન્જિન બંઘ ગયું હતું અને તે ત્યાં 77 દિવસ સુધી ફસાયેલા રહ્યા હતા. ત્યારબાદ તેને બચાવી લેવામાં આવ્યા પરંતુ પછી તે તેમનું કોઈ દેવું ચૂકવી શક્યા ન હતા તેથી તેમને જેલમાં મોકલાયા હતો.

  આ પણ વાંચો: ‘કોન્ડોમ કિંગ’ ના નામથી પ્રખ્યાત છે આ વ્યક્તિ, મફતમાં લોકોને વહેંચે છે નિરોધ!

  પોતાનું જીવન સંપૂર્ણપણે બદલ્યું
  દરમિયાન મિગુઇચો સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા. તેમને દારૂની લત લાગી ગઈ હતી. આ તે સમય હતો જ્યારે તેમને લાગ્યું કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે પરંતુ તેમણે હાર માની નહીં. મિગુઇચો 52 વર્ષની ઉંમરે અભ્યાસ કરવાનું શીખ્યા અને ખૂબ કસરત કરવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં તેની તબિયતમાં સુધારો થવા લાગ્યો. 68 વર્ષની ઉંમરે તેમણે મેરેથોન દોડવાનું શરૂ કર્યું અને તેમને ઘણા એવોર્ડ મળ્યા.

  આ પણ વાંચો: Hasan Ali: પાકિસ્તાની બોલર હસન અલીની પત્ની શામિયા આરઝૂ છે ભારતીય, વિરાટ કોહલીની છે મોટી ચાહક

  પર્યાવરણને બચાવવાનું કામ કર્યુ શરુ
  જ્યારે મિગુઇચોએ સમજ્યું કે પર્યાવરણને બચાવવાનું કેટલું મહત્વપૂર્ણ છે. ત્યારે જ તેમણે પોતાના શહેરને સાફ કરવાનું નક્કી કર્યું. આ માટે તેમણે રસ્તા પર પડેલા સિગરેટના ટુકડાઓથી શરૂઆત કરવાનું અને શેરીઓને તેમનાથી મુક્ત કરવાનું નક્કી કર્યું. મિગુઇચો દરરોજ સિગારેટના ઘણા ટુકડા ઉઠાવતા હતા અને થોડા જ મહિનામાં તેમણે દસ લાખથી વધુ સિગરેટના ટુકડા એકત્રિત કર્યા હતા. આ ટુકડાઓથી તેમણે આશ્ચર્યજનક શિલ્પો અને હસ્તકલા બનાવવાનુ શરુ કર્યુ. તેની હસ્તકલાને ઘણી માન્યતા મળી હતી અને લોકોએ સોશિયલ મીડિયા પર પણ તેની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. તેમની હવે એક વેબસાઇટ પણ છે. તેઓ લોકોને સિગારેટ ન પીવા માટે જાગૃત કરે છે એટલું જ નહીં પરંતુ શહેરની સફાઈના કામમાં પણ લાગેલા છે.
  Published by:Riya Upadhay
  First published: