Home /News /eye-catcher /

VIDEO: નારિયેળના ઊંચા ઝાડ પર આંખોના પલકારે ચઢી ગયો માણસ, સ્પીડ જોઈને નહીં થાય વિશ્વાસ

VIDEO: નારિયેળના ઊંચા ઝાડ પર આંખોના પલકારે ચઢી ગયો માણસ, સ્પીડ જોઈને નહીં થાય વિશ્વાસ

તે વ્યક્તિ એટલી ઝડપથી ઝાડ પર ચઢી ગયો કે બધા તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

IAS ઓફિસર પ્રેમ પ્રકાશ મીના (Prem Prakash Meena) એ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ (Man climbing coconut tree video) ઝાડ પર ચડતો જોવા મળે છે.

    ઝાડ પર ચડવું અને ફળો તોડવા એ વાસ્તવમાં જેટલું સરળ કામ લાગે છે તેટલુ જ વાસ્તવમાં મુશ્કેલ છે. ઝાડ પર ચઢવા માટે શરીર ફિટ (Fitness) હોવું જરૂરી છે, સાથે યોગ્ય ટેકનિક પણ જાણતા હોવી જોઈએ જેથી ઝાડ પર ઝડપથી ચઢી શકાય. કદાચ તમે ક્યારેય કોઈને ઝાડ પર ચડતા જોયા હશે, બની શકે કે તમે પોતે પણ ઝાડ પર ચડ્યા હોવ, પરંતુ આ દિવસોમાં જે વ્યક્તિનો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે તેને જોઈને (Man climbs coconut tree quickly video) તમને નવાઈ લાગશે કારણ કે આ પહેલા તમે કોઈને આટલા ઊંચા ઝાડ પર આ રીતે કોઈને પર ચડતા ભાગ્યેજ જોયા હશે.

    IAS ઓફિસર પ્રેમ પ્રકાશ મીનાએ હાલમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક માણસ ઝાડ પર ચડતો જોવા મળે છે. તમને લાગતું હશે કે ઝાડ પર ચડવું એ બહુ મોટી વાત નથી, આ કામ કોઈ પણ કરી શકે છે, પરંતુ વાસ્તવમાં વીડિયોમાં દેખાતો વ્યક્તિ એટલા ઊંચા ઝાડ પર ચડતો હોય છે જેટલો તમે પહેલાં ક્યારેય કોઈને ચડતા નહીં જોયો હોય.

    ઝાડ પર દોડતો માણસ
    લુંગી પહેરેલ એક વ્યક્તિ ખૂબ ઊંચા નારિયેળના ઝાડ પર ચડતો જોવા મળે છે. તેણે ન તો દોરડું બાંધ્યું છે કે ન તો બચાવ સંબંધિત અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યો છે. તે ફક્ત તેના હાથ અને પગનો ઉપયોગ કરીને ઝાડ પર ચઢી રહ્યો છે, જેમાં તે દોડી રહ્યો હોય તેવું લાગે છે. આટલા ઊંચા ઝાડ પર ચડવું કોઈપણ માટે પહેલા તો મુશ્કેલ છે, પરંતુ જો કોઈ વ્યક્તિ તેના પર ચઢવાનો પ્રયાસ કરે તો પણ તે તેટલી ઝડપે ચઢી શકશે નહીં જેટલી ઝડપથી વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિ ચડતો હોય છે. ઉપર જઈને તે નાળિયેર તોડીને નીચે ફેંકી દે છે.



    આ પણ વાંચો: સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવવાનો નિષ્ફળ સ્ટંટ, લોકોએ કહ્યું- પાતાળલોકના દર્શન!

    આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપી
    આ વીડિયો સાથે પ્રેમ પ્રકાશ મીનાએ લખ્યું- "જીવન આવું જ છે, બસ આગળ વધતા રહો, તમને ફળ ચોક્કસ મળશે." આ વીડિયોને 86 હજારથી વધુ લોકોએ જોયો છે જ્યારે હજારો લોકોએ તેને લાઈક પણ કર્યો છે. ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાના ફીડબેક પણ આપ્યા છે.

    આ પણ વાંચો: વાંદરાઓેને પણ લાગ્યો સોશિયલ મીડિયાનો ચસ્કો, સ્માર્ટ ફોન છોડવા જ નથી તૈયાર!

    એકે કહ્યું- કળિયુગ છે સાહેબ. અહીં કામ કરતા રહો, તમને પરિણામ મળશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. એક વ્યક્તિએ મજાકમાં લખ્યું- જીવન ઊંચાઈ પર નથી સર! એક મહિલાએ વીડિયોમાં દેખાતા પુરુષના વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ હિંમતવાન અને આત્મવિશ્વાસુ છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG VIDEO, Trending, Viral videos

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन