Home /News /eye-catcher /

Kanwar Yatra 2022: કળયુગનો શ્રવણ કુમાર! માતા-પિતાને ખભા પર ઉઠાવી પુત્ર કરાવી રહ્યો છે કાવડ યાત્રા

Kanwar Yatra 2022: કળયુગનો શ્રવણ કુમાર! માતા-પિતાને ખભા પર ઉઠાવી પુત્ર કરાવી રહ્યો છે કાવડ યાત્રા

કળયુગનો શ્રવણ કુમાર

એક ભક્તે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમાર (Uttarakhand’s DGP Ashok Kumar)નું ધ્યાન ખેંચ્યું છે તેમને ટ્વિટર પર એક હૃદયસ્પર્શી વીડિયો (Viral Video) શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ કાવડ યાત્રા (Kanwar Yatra) માટે વૃદ્ધ માતા-પિતાને ખભા પર લઈ જાય છે.

વધુ જુઓ ...
  શ્રવણ કુમાર (Shravan Kumar) વિશે આપણે બધા એ જ અનેક કથાઓમાં અને ઈતિહાસની જાણકારીમાં સાંભળ્યુ હશે. જે પોતાના માતા પિતાની સેવા માટે ઉદાહરણ સ્વરુપ છે. દરેક માતા પિતાને શ્રવણ કુમાર જેવો પુત્ર જોઈતો હોય છે. પરંતુ આજના આ આઘુનિક યુગમાં જ્યાં વૃદ્ધ માતા પિતાને ઘણા લોકો ધિક્કારે છે અને વૃદ્ધાશ્રમમાં રાખે છે ત્યાં એક ભક્તે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારનું ધ્યાન ખેંચ્યું, ટ્વિટર પર એક હૃદયસ્પર્શી વીડિયો (Viral Video) શેર કર્યો જેમાં એક વ્યક્તિ કાવડ યાત્રા (Kanwar Yatra) માટે વૃદ્ધ માતા-પિતાને ખભા પર લઈ જઈ રહ્યો છે.

  કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી રદ કરવામાં આવ્યા બાદ વાર્ષિક કાવડ યાત્રા 14 જુલાઈએ શરૂ થઈ હતી. ઉત્તરાખંડ સરકાર દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓને આવકારવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. આવા જ એક ભક્તે ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારનું ધ્યાન ખેંચ્યું, તેણે ટ્વિટર પર એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો.

  ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા વીડિયોમાં એક શિવભક્ત તેના વૃદ્ધ માતા-પિતાને પાલખીમાં લઈને જતો જોવા મળે છે. IPS અધિકારીએ કૅપ્શન સાથે ક્લિપ શેર કરી છે જે દર્શાવે છે કે કેવી રીતે આધુનિક વિશ્વમાં જ્યાં બાળકો તેમના માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં રાખવાનું વલણ ધરાવે છે અને તેમને ધિક્કારે છે, ત્યાં આ ભક્તે તેમને જેટલો આદર આપવાના હકદાર છે તે આપવા માટે આંખ ઉઘાડનારું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

  ડીજીપી અશોક કુમારે ટ્વીટ કરી કેપ્શન લખ્યું છે કે, “જ્યાં આજકાલ વૃદ્ધ માતા-પિતાને ધિક્કારવામાં આવે છે, તેમને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે કે તેમની સાથે રહેવા દેવામાં આવતા નથી.. ત્યાં આજે વિપરીત દૃશ્ય જોવા મળ્યું. લાખો શિવભક્તોમાં એક શ્રવણ કુમાર પણ છે જે પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે પાલખીમાં કાવડ યાત્રા પર આવ્યા છે. મારા નમન!”

  માઈક્રો-બ્લોગિંગ સાઈટ પર ક્લિપ સામે આવતાની સાથે જ તેણે યુઝર્સનું ભારે ધ્યાન ખેંચ્યું. વીડિયો જોઈને એક યુઝરે દાવો કર્યો કે ક્લિપમાં દેખાતા માતા-પિતા એવા ભાગ્યશાળી છે જેમને આટલો મહાન પુત્ર છે. વ્યક્તિએ ટિપ્પણી કરી, “વાહ, આ જોઈને ખૂબ આનંદ થયો કે આજના સમયમાં આવા સુખી, શ્રીમંત, ભાગ્યશાળી માતાપિતા છે જેમને આવો પુત્ર મળ્યો છે. કારણ કે સમાજમાં મોટાભાગના કમનસીબ માતા-પિતા જોવા મળે છે, જેમને માત્ર અયોગ્ય પુત્રો જ મળે છે.”

  આ પણ વાંચો: બચ્ચાને બચાવવા માટે ઉંદરે સાપ સાથે બાથ ભીડી, માતાના ગુસ્સા સામે લાચાર બન્યો શિકારી

  અન્ય એક યુઝરે માતા-પિતાને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવાની પ્રાર્થના કરી, "ભગવાન શિવ તેમની બધી પ્રાર્થના સ્વીકારે અને તેમના માતા-પિતા મારી માતા સાથે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે." ટ્વિટરના એક વિભાગે તેમની સરખામણી રામાયણના શ્રવણ કુમારની પૌરાણિક વાર્તા સાથે પણ કરી હતી. યુઝરે લખ્યું, “શ્રવણ કુમાર માટે ખૂબ જ આદર. બધા માતા-પિતાને આવો લાયક પુત્ર મળે.”

  આ પણ વાંચો: વિમાન આકાશમાં હતું અને અચાનક ખૂટી ગયું ઇંધણ, જાણો પછી શું થયું...

  પૌરાણિક કથાઓમાં શ્રવણ કુમાર તેમના માતા-પિતાને હિન્દુ તીર્થસ્થાનોના ચાર સૌથી પવિત્ર સ્થળોએ લઈ જવા માંગતા હતા. તેમના માતા-પિતા વૃદ્ધ અને અંધ હતા, અને તેઓ વાહનવ્યવહાર પોસાય તેમ ન હોવાથી, શ્રવણ કુમારે તેમને તેમના ખભા પર પાલખીમાં બેસાડીને લઈ જવાનું નક્કી કર્યું હતું.

  14 જુલાઈથી શરૂ થયેલી કાવડ યાત્રા 26 જુલાઈના રોજ સમાપ્ત થશે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: OMG VIDEO, Viral videos, અજબગજબ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन