Home /News /eye-catcher /ટ્રેક પર ઉભેલી ટ્રેન નીચેથી પસાર થવા ગયો અને અચાનક ચાલું થતા ધોળે દિવસે દેખાઈ ગયા તારા

ટ્રેક પર ઉભેલી ટ્રેન નીચેથી પસાર થવા ગયો અને અચાનક ચાલું થતા ધોળે દિવસે દેખાઈ ગયા તારા

ઉભેલી ટ્રેનની નીચેથી નિકળવા જતા જ અચાનક થઈ ચાલુ અને પછી...

Viral Video: એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકીને ઉતાવળમાં રેલવે ટ્રેક ક્રોસ કર્યો અને થયું એવું કે લોકો ચોંકી ઉઠ્યા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આખી ટ્રેન તે વ્યક્તિની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

    વાયરલ: કેટલાક લોકો ઘણીવાર એટલા ઉતાવળા હોય છે કે, 5 મિનિટ બચાવવા માટે તેઓ પોતાના જીવ જોખમમાં મુકી દેતા હોય છે. સિગ્નલ હોય કે રેલ્વે ક્રોસિંગ, લોકો તેને ક્રોસ કરવા માટે નિયમોની પણ અવગણના કરે છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ બધું થવા છતાં લોકો હજુ સમજી શકતા નથી કે, સાવધાની હટી, દર્ઘટના ઘટી. હવે આવો જ એક કિસ્સો બિહારના ભાગલપુરથી સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ ઉતાવળમાં રેલ્વે ટ્રેક ક્રોસ કરવા માટે પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આખી ટ્રેન તે વ્યક્તિની ઉપરથી પસાર થઈ ગઈ હતી.

    આ પણ વાંચો:  VIDEO:અજગર મગરને ગળી ગયો, પેટ ફાડીને કાઢવામાં આવ્યો

    આ વાયરલ વીડિયો ભાગલપુરના કહલગાંવ રેલવે સ્ટેશનનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં ઓવરબ્રિજ પરથી પસાર થઈને બીજા પ્લેટફોર્મ પર જવાને બદલે એક વ્યક્તિ ટ્રેક ક્રોસ કરવા માટે ત્યાં ઉભેલી માલગાડીની નીચેથી પસાર થઈ રહ્યો છે. પરંતુ, તે ટ્રેનની નીચે જતાની સાથે જ અચાનક ટ્રેન ચાલવા લાગી અને તે અધવચ્ચે જ ફસાઈ ગયો હતો. જો કે, તે વ્યક્તિએ સમજદારીથી કામ કર્યું અને જ્યાં સુધી આખી ટ્રેન તેની ઉપરથી પસાર થઈ ન જાય ત્યાં સુધી તે રેલ્વે ટ્રેક પર સૂઈ ગયો હતો.



    17 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, તે વ્યક્તિ ટ્રેનના પાટા પર સૂઈ રહ્યો છે અને આસપાસના લોકો બૂમો પાડીને તેને ટ્રેક પર સૂવા માટે કહી રહ્યા છે. માણસ તેના પેટ પર ટ્રેક પર સુઈ ગયો છે. જ્યારે આખી માલગાડી તેની ઉપરથી પસાર થાય છે, ત્યારે લોકો તેને કહે છે કે હવે ઉઠો. તેનું નસીબ એટલું સારું હતું કે, આ અકસ્માતમાં તેને એક નાની ઈજા પણ ન આવી. ટ્રેન જતાં જ તે તરત જ એક ઝટકે ઉભો થઈ ગયો અને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો અને વીડિયો વાયરલ થઈ ગયો હતો.
    Published by:Samrat Bauddh
    First published:

    Tags: Train accident, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन