પેટ્રોલ-ડિઝલનાં વધતા ભાવથી કંટાળી આ માણસે બાઇક વેંચી ખરીદ્યો ઘોડો

News18 Gujarati
Updated: May 25, 2018, 2:02 PM IST
પેટ્રોલ-ડિઝલનાં વધતા ભાવથી કંટાળી આ માણસે બાઇક વેંચી ખરીદ્યો ઘોડો
મહારાષ્ટ્રનાં ધોલપ ધસઇ ગામનાં એક નિવાસી પાંડુરંગ ભિંસેએ હાલમાં વધેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

મહારાષ્ટ્રનાં ધોલપ ધસઇ ગામનાં એક નિવાસી પાંડુરંગ ભિંસેએ હાલમાં વધેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

  • Share this:
ધસાઇ: મુંબઇથી 120 કિલોમીટર દૂર ધોલપ ધસઇ ગામનાં એક નિવાસી પાંડુરંગ ભિંસેએ હાલમાં વધેલા પેટ્રોલ ડિઝલનાં ભાવ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
પાંડુરંગ ભિંસે એક દૂધનાં વ્યવસાયી છે. તેમણે પેટ્રોલનાં સતત વધતા ભાવથી કંટાળીને એક નિર્ણય લીધો. જે બાદ તેમણે તેમની બાઇક વેંચી દીધી અને તે બાદ જે પૈસા મળ્યા તેમાંથી તેમને ઘોડો ખરીદ્યો છે.

હવે આ વેપારી ઘોડા પર બેસીને દૂધ વેંચવાનું કામ કરે છે. વેપારીનું કહેવું છે કે, વધતા પેટ્રોલનાં ભાવને કારણે તેમને ધંધા પર ખરાબ અસર થઇ રહી છે જેને કારણે તેમની કમાણી વધતી ન હતી. અને તેથી જ તેમણે આ નિર્ણય લીધો છે.

પાંડુરંગ ભિસેનુંક હેવું છે કે, તે દરરોજ 8થી 9 લીટ દૂધ વેચે છે. અહીં દૂધનો ભાવ 40 લીટર છે એટલે કે દિવસનાં તે 300થી 400 રૂપિયા સુધીનું દૂધ વેચે છે. તે
બાઇક પર ઘરે ઘરે જઇને દૂધ વેંચે છે. પણ હાલમાં કેટલાંક દિવસોથી જે રીતે પેટ્રોલનો ભાવ વધી રહ્યોછે તે જોઇને તેઓ પરેશાન થઇ ગયા હતાં અને તેમણે તેમનું સ્પ્લેન્ડર બાઇક જેનાં પર બેસીને તેઓ દૂધ વેચતા હતા તે વેચવાનો નિર્ણય કરી લીધો. કારણ કે તેમને પેટ્રોલનો ભાવ પોસાતો ન હતો.

પાડૂરંગ ભિડેનું કહેવું છે કે, બાઇકમાં પેટ્રોલ પર થનારા ખર્ચ કરતાં ઘોડાનો ખર્ચો ઓછો છે. તેથી દરરોજ દૂધ વેચવાથી જે પૈસા મળે છે તેનો એક મોટો ભાગ બચે છે.
પહેલા બાઇક હોવાથી દરરોજ પેટ્રોલનાં પૈસા થતા જેમ જેમ પેટ્રોલનાં ભાવ વધતા તેમ તેમ ખીસ્સા પર બોજો વધતો. તેથી મારા માટે બાઇર રાખવું સંભવ ન રહ્યું. જો હું બાઇક પર જ દૂધ વેચવાનો ધંધો ચાલુ રાખત તો મારી પાસે કંઇ જ વધતુ નહીં તેથી મે નિર્ણય કર્યો કે હું મારી બાઇક વેંચીને હવે ઘોડો ખરીદું.

First published: May 25, 2018, 1:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading