Weird News: વ્યક્તિ જેને સોનું માનતો હતો, તે એનાથી પણ વધુ કિંમતી ખજાનો નીકળ્યો

2015માં ડેવિડ હોલને પીળા રંગનો ભારે પથ્થર મેલબોર્નની પાસે આવેલા મેરીબોરો રીજનલ પાર્ક (Maryborough Regional Park, Melbourne)માં મળ્યો હતો. (Image credit- Museums Victoria)

Man discovers Meteorite: જિંદગીમાં ઘણી વખત એવું થાય છે કે આપણે વિચારતા કંઈક અલગ હોઈએ છીએ અને સત્ય કંઈક બીજું જ નીકળે છે. ઓસ્ટ્રેલિયામાં રહેતી એક વ્યક્તિ સાથે પણ એવું થયું. તેને એવો ખજાનો હાથ લાગ્યો છે, જેની કિંમતનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે.

  • Share this:
    જિંદગીમાં ઘણી વખત એવું થાય છે કે આપણે વિચારતા કંઈક અલગ હોઈએ છીએ અને સત્ય કંઈક બીજું જ નીકળે છે. કોઈનું નસીબ ક્યારે પલટાઈ જાય, એ કહી ન શકાય. મોટાભાગના એવું માને છે કે આ ભાગ્યની વાત છે. ઓસ્ટ્રેલિયા (Australia News)ના મેલબોર્નમાં રહેતી એક વ્યક્તિ સાથે પણ એવું થયું. તેને એવો ખજાનો (man brings gold nugget) હાથ લાગ્યો છે, જેની કિંમતનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. એ વ્યક્તિને પહેલાં તો એવું લાગ્યું કે આ સોનાનો પથ્થર છે, પણ તેનું સત્ય તો એનાથી પણ વધુ મૂલ્યવાન (Man got meteorite) હતું.

    વર્ષ 2015માં ડેવિડ હોલને પીળા રંગનો ભારે પથ્થર મેલબોર્નની પાસે આવેલા મેરીબોરો રીજનલ પાર્ક (Maryborough Regional Park, Melbourne)માં મળ્યો હતો. આ જગ્યા 19મી સદીમાં બહુ પ્રખ્યાત હતી. આ જગ્યાએ પહેલાં સારી એવી માત્રામાં સોનુ મળી આવતું હતું, એવામાં ડેવિડને લાગ્યું કે તેને પણ સોનાનો પથ્થર મળ્યો છે. તેણે આ પથ્થર 6 વર્ષ સુધી પોતાની પાસે જ રાખ્યો.

    આ પણ વાંચો: Viral Video: 82 વર્ષીય મહિલા 19મા માળની બાલ્કનીમાં ઊંધી લટકતી જોવા મળી, પછી કંઈક આવું થયું

    મ્યુઝિયમ જઈને પહોંચ્યો તો સત્ય સામે આવ્યું

    ડેવિડ હોલે પથ્થર હાથ લાગ્યાના 6 વર્ષ સુધી તેને ઘરમાં રાખ્યો. ઘણી વખત તેને તોડવાનો પ્રયત્ન પણ કર્યો, પણ તે ન તૂટ્યો. આખરે તે એ પથ્થરને લઈને મેલબોર્ન મ્યુઝિયમ પહોંચ્યો. જ્યારે મ્યુઝિયમના લોકોએ તેના હાથમાં આ પથ્થર જોયો, તો તેઓ દંગ રહી ગયા. વાસ્તવમાં, આ પથ્થર અબજો વર્ષ જૂનો એક ઉલ્કાપિંડ છે. સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથે વાતચીત દરમ્યાન મ્યુઝિયમના વૈજ્ઞાનિક ડેરમોટ હેન્રીએ કહ્યું કે તેમને હજુ સુધી ફક્ત 2 જ ઉલ્કાપિંડ પ્રાપ્ત થયા છે.

    આ પણ વાંચો: સ્કૂલના બાથરૂમમાં વિદ્યાર્થીને મળ્યો ખૂફિયા રસ્તો, અંદર નજર કરતાં જ તેના હોશ ઉડી ગયા!

    4.6 અબજ વર્ષ હોઈ શકે છે ઉલ્કાપિંડની ઉંમર

    ડેર્મોટ હેનરીના જણાવ્યા અનુસાર, જે ઉલ્કાપિંડના ટુકડા મળ્યા છે, તે મંગળ અને ગુરુ વચ્ચે સ્થિત એસ્ટરોઇડ બેલ્ટમાંથી આવ્યા હોઈ શકે છે. તેની ઉંમર લગભગ 4.6 અબજ વર્ષ જણાવવામાં આવી રહી છે અને તેનું વજન 17 કિલો છે. એવું માનવામાં આવે છે કે તે સેંકડો વર્ષ પહેલાં પૃથ્વી પર પડ્યું હોવું જોઈએ. ઉલ્કાના માધ્યમથી વૈજ્ઞાનિકો સૌરમંડળની ઉંમર, તેની રચના અને રસાયણો વિશે માહિતી આપે છે.
    Published by:Nirali Dave
    First published: