પતિ સ્મશાનમાંથી વ્યક્તિનો હાથ લઈને આવ્યો, પત્નીને કહ્યું, આનું જમવાનું બનાવ!

News18 Gujarati
Updated: March 11, 2020, 3:14 PM IST
પતિ સ્મશાનમાંથી વ્યક્તિનો હાથ લઈને આવ્યો, પત્નીને કહ્યું, આનું જમવાનું બનાવ!
ખબર મળતા પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી.

બેગમાં વ્યક્તિનો કપાયેલો હાથ જોઈને પત્ની બેભાન, જાગીને જોયું તો પતિ જમવાનું બનાવવાની તૈયારી કરતો હતો.

  • Share this:
બિજનોર : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના બિજનોર (Bijnor)માં એક મહિલાના ત્યારે હોંશ ઉડી ગયા હતા જ્યારે તેનો પતિ બેગમાં મનુષ્યનો (Human Body Parts)હાથ લઈને આવ્યો હતો. પતિ (Husband)એ તેની પત્ની (Wife)ને કપાયેલો હાથ આપીને રસોઈ બનાવવા કહ્યું હતું. પત્નીએ જ્યારે બેગમાં મનુષ્ય (Human Hand in Bag)નો હાથ જોયો ત્યારે તેના હોંશ ઉડી ગયા હતા અને ત બેભાન બની ગઈ હતી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેણે જોયું કે પતિ આ હાથની રસોઈ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો. જે બાદમાં મહિલા બૂમો પાડીને ભાગી હતી અને તેના પતિને ઘરમાં બંધ કરી દીધો હતો. જે બાદમાં પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસ (Police)ને કરી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આરોપી વ્યક્તિ દારૂના નશામાં હતો. તે માનસિક રીતે બીમાર પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે તે નજીકના સ્મશાનમાંથી એક વ્યક્તિનો હાથ લઇને આવ્યો હતો. આરોપીની ઓળખ સંજય તરીકે કરવામાં આવી છે. સંજય જિલ્લાના ટિક્કોપુર ગામનો નિવાસી છે. આ વિસ્તારના લોકોનું માનીએ તો સંજયે એક ધારદાર હથિયારથી હાથના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.

આ પણ વાંચો : મુસ્લિમોના અંગો કાઢીને કોરોના પીડિતોની સારવાર કરી રહ્યું છે ચીન : રિપોર્ટ

પોલીસે યુવકની અટકાયત કરી

પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રારંભિક તપાસમાં માલુમ પડ્યું છે કે યુવક માનસિક રીતે અસ્થિર તેમજ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. થોડા દિવસ પહેલા તેણે પોતાના પિતા પર પણ હુમલો કર્યો હતો. તે નજીકના સ્મશાનઘાટ પરથી મનુષ્યનો હાથ લઈને આવ્યો હતો. પોલીસે યુવકની અટકાયત કરીને તેની પૂછપરછ આદરી છે.

આ પણ વાંચો : શાંતિ રાખો, નહીંતર બહાર કાઢી મૂકીશ', રાજકોટના મહિલા અધિકારીનો રૂઆબ - Video 

એસએચઓ આરસી શર્માએ જણાવ્યું કે સંજયના ઘરની તપાસ કરતા પોલીસને મનુષ્યનું માંસ મળ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે તે ગંગા કિનારે સ્થિત સ્મશાનમાંથી હાથ લઈને આવ્યો છે. એસપી સંજીવ ત્યાગીએ કહ્યું કે સંજય નામનો આરોપી બિજનોર ગંગા બેરાજ સ્મશાનઘાટ પરથી ડેડ બોડીના અવશેષ એટલે કે હાથ લઈને આવ્યો હતો. તે તેને સળગાવી રહ્યો હતો. પોલીસનું કહેવું છે કે આરોપી સંજૂ માનસિક રોગી છે. તે પોતાના પિતાને મારવાના આરોપમાં જેલમાં પણ રહી ચુક્યો છે. તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
First published: March 11, 2020, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading