સાપથી ડરાવીને રેપ કરવા ઓરડામાં ઘુસેલા વ્યક્તિનું શું થયું, જાણો

News18 Gujarati
Updated: November 29, 2018, 1:35 PM IST
સાપથી ડરાવીને રેપ કરવા ઓરડામાં ઘુસેલા વ્યક્તિનું શું થયું, જાણો
પ્રતિકાત્મક તસવીર

મહિલાને લઈને રૂમની અંદર દાખલ થવાની સાથે જ તેણે તેની સાથે લાવેલા ત્રણ સાપ બહાર કાઢ્યા હતા.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ચીનની એક હોટલમાં એક આશ્ચર્યજનક ઘટના બની. અહીંની Jiangxi ની એક હોટલના રૂમમાં એક વ્યક્તિનું ડેડબોડી અને ત્રણ સાપ મળી આવ્યા. એવું શાને થયું એ જાણીને તમે અચંબામાં મુકાઈ જશો. આ મૃત વ્યક્તિ અને આ ત્રણેય સાપને બહાર કાઢવા માટે ફાયર ફાઈટર બોલાવવા પડ્યા.

ફૂઝહોવ ફાયર બ્રિગેડના 7 ફાયરમેનોએ જોયું કે એક સાપ રૂમમાં હતો અને બીજા બાજુના ખાલી ઓરડામાં હતા. આ અંગેની જાણકારી સામે આવી તો જાણીએ સૌ સ્તબ્ધ થઇ ગયા !

આ હોટલના રૂમમાં એક મહિલા હતી. આ મહિલાને સાપથી ડરાવીને તેની સાથે રેપ કરવા માટે તે અહીં આવ્યો હતો પરંતુ સાપે જ તેને ડંખ મારીને પતાવી દીધો. બેન્ડીડ ક્રેટ પ્રજાતિના આ સાપના દંશથી પેલી વ્યક્તિનું બચવું મુશ્કેલ હતું. આ મામલે Xiao Hua નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિ તેને સાંજે પાંચ વાગે હોટલના રૂમમાં લઇ ગયો હતો. રૂમની અંદર દાખલ થવાની સાથે જ તેણે તેની સાથે લાવેલા ત્રણ સાપ બહાર કાઢ્યા અને મને ડરાવીને મારી સાથે દુષ્કૃત્ય કર્યું.

આ પણ વાંચોઃ સાપના ઝેરને 5 મિનીટમાં ઉતારી દે છે આ ચમત્કારી છોડ, ઉપયોગ પણ છે સરળ

આ કથિત રેપ બાદ તે ત્યાં જ સુઈ ગયો. આ દરમિયાન રાત્રે તેને સાપે દંશ દીધા। સારવાર લેવાના બદલે તે બેડ ઉપર સુઈ રહેતા મૃત્યુ પામ્યો હતો. Xiao ના કહેવા અનુસાર તેણે રાત્રે હોટેલ છોડી દીધી હતી અને અડધી રાત્રે ઘરે આવી ગઈ હતી. સાપ કરડવાનો આ વિડિઓ છેલ્લા કેટલાક સમયથી યુ ટ્યૂબ ઉપર ધૂમ મચાવી રહયો છે, જેને Daniel Kalemasi નામની વ્યક્તિએ શેર કર્યો છે.
First published: November 29, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...