બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પતિ, સાપ છૂટો મૂકી પત્નીની કરી હત્યા

News18 Gujarati
Updated: May 26, 2020, 2:42 PM IST
બીજી યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો પતિ, સાપ છૂટો મૂકી પત્નીની કરી હત્યા
પિયર ગયેલી પત્ની પર ફેંક્યો ઝેરી સાપ, બે ડંખ મારતા પત્નીનું થયું મોત, આવી રીતે ફુટયો ભાંડો

પિયર ગયેલી પત્ની પર ફેંક્યો ઝેરી સાપ, બે ડંખ મારતા પત્નીનું થયું મોત, આવી રીતે ફુટયો ભાંડો

  • Share this:
કોલ્લમઃ કેરળ (Kerala)ના કોલ્લમ જિલ્લા (Kollam)માં સાપ (Snake) કરડવાથી એક મહિલાનું મોત થઈ ગયું. બાદમાં ક્રાઇમ બ્રાન્ચે આ કેસની તપાસ કરી તો જાણવા મળ્યું કે મહિલાને તેના પતિએ સમજી-વિચારેલા કાવતરા હેઠળ તેને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી સૂરજની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે જે સાપે મહિલાને ડંખ માર્યો કર્યો તેને તેના પતિએ જ પોતાના મિત્ર પાસેથી ખરીદ્યો હતો.

રિપોર્ટ મુજબ, આ મામલો 6 મેનો છે. પોલીસે જણાવ્યું કે ઉથરા (27) ઘટના સમયે પોતાના પિયરમાં હતી. તેના પતિએ હત્યાનું કાવતરું ઘણા સમય પહેલા ઘડ્યું હતું, તે મુજબ તેણે પોતાના મિત્ર પાસેથી સાપ ખરીદ્યો હતો. સાપેન તેણે એક બેગમાં છુપાવી રાખ્યો હતો. પિયર આવતાં જ તેણે સાપને પત્નીની ઉપર ફેંકી દીધો. સાપે તેની પત્ની બે વાર ડંખ માર્યા અને તેનું મોત થઈ ગયું.

પોલીસે જણાવ્યું કે, ઉથરાની સાથે પહેલા પણ આ પ્રકારની ઘટના બની ચૂકી હતી. જ્યારે તે પોતાના પતિના ઘરે હતી ત્યારે પણ તેને એક નાગ કરડ્યો હતો. મહિલાના માતા-પિતાએ મામલો સંદિગ્ધ લાગ્યો, ત્યારબાદ તેઓએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો, આ પરિવારની ઊંઘ થઈ હરામ, 7 દિવસમાં ઘરમાં 123 કૉબ્રાએ આપ્યા દર્શન!

પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મહિલાની હત્યાનો જવાબદાર તેનો પતિ છે. તેણે જ નાગ પોતાના મિત્ર સુરેશ પાસેથી ખરીદ્યો હતો અને તેની મદદથી તેણે ઉથરાને મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન તે બચી ગઈ હતી. ત્યારબાદ તેણે યૂટ્યૂબ પર સાપને હેન્ડ કરવાની રીત શીખી લીધી અને અંતે તેણે ઉથરાની હત્યા કરી દીધી.

પોલીસ પૂછપરછમાં આરોપી સૂરજે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે તે બીજી કોઈ યુવતી સાથે લગ્ન કરવા માંગતો હતો. ઉથરાથી છૂટકારો મેળવવા માટે તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો.આ પણ વાંચો, રસ્તા પર ફસડાઈ પડી કોરોના સંક્રમિત મહિલા પોલીસકર્મી, નજીક ઊભેલા સાથીઓએ પણ ન કરી મદદ
First published: May 26, 2020, 2:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading