લો બોલો! યુવાને શેવિંગ ક્રિમની જગ્યાએ હેર રિમૂવલ ક્રિમ લગાવી દીધી, થઈ ગયા આવા હાલ

યુવકના નેણ અને માથાના અમુક વાળ ખરી ગયા હતા.

આ ક્રિમ લગાવવાથી રોનાલ્ડનો ચહેરો લાલચોળ થઈ ગયો છે. આ બનાવમાં તેના માથામાંથી ઘણા વાળના ચાલ્યા ગયા છે.

  • Share this:
નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયામાં 22 વર્ષના યુવાનને શેવિંગ ક્રીમના બદલે ભૂલથી હેર રિમૂવલનો ઉપયોગ કરવો ભારે પડી ગયો છે. ગોલ્ડી (ગોલ્ડ કોસ્ટ)માં રહેતા રોનાલ્ડ વૉલકર નામના યુવાને મોઢા પર હેર રિમૂવલ લગાવી દીધું હતું. જેના શરમજનક પરિણામ મળ્યા છે. વાત એમ છે કે, રોનાલ્ડની શેવિંગ ક્રિમ ખલાસ થઈ જતા તેણે અન્ય બોટલનો ઉપયોગ દાઢી કરવા કર્યો હતો. જેને તેણે આખા ચહેરા પર લગાવી દીધી હતી. પરંતુ તુરંત જ તેને બળતરા થવા લાગતા તે ગભરાઈ ગયો હતો. જેથી તેણે તે બોટલના ફોટા તેના ભાઈને મોકલ્યા હતા. તેના ભાઈએ આ બોટલ હેર રિમૂવલ ક્રિમની હોવાનું કહ્યું હતું.

આ ક્રિમ લગાવવાથી રોનાલ્ડનો ચહેરો લાલચોળ થઈ ગયો છે. આ બનાવમાં તેના માથામાંથી ઘણા વાળના ચાલ્યા ગયા છે. અડધા ભમર નીકળી ગયા છે. રોનાલ્ડનું કહેવું છે કે, તેને દાઢી તો નથી પણ હવે બંને વચ્ચે એક આખી આઈબ્રો છે! વાળ વગરના નવા ભાગ અંગે તેનું કહેવું છે કે, ખૂણેથી કેટલાક વાળ ગાયબ છે. તેને નોકરી પર જવું છે, તેનું માનવું છે કે, ત્યાં સુધી કોઈ તેની નોંધ નહીં લે જ્યાં સુધી તે સામેથી કહેશે નહીં.

આ પણ વાંચો: વૈજ્ઞાનિકોએ શોધી કોરોના ટેસ્ટની નવી રીત, મધમાખી કોરોના વાયરસને ઓળખી બતાવશે!

લેડબાઇબલે શેર કરેલી તસ્વીરોમાં તેનો ચહેરો હેર રિમુવલ ક્રીમથી કવર થયેલો જોવા મળે છે. અન્ય ક્લોઝ અપ તસ્વીરમાં આઈબ્રો કપાયેલો જોવા મળે છે. ટેક્સ્ટમાં લખ્યું છે કે, "મારા અડધો આઈબ્રો ક્યાં ગયો? મેં આ શું કરી નાખ્યું." રોનાલ્ડને દાઢી ન હોવા છતાં તેણે આખા ચહેરા ઉપર શેવિંગ ક્રિમ લગાવી તે બાબતે આશ્ચર્ય થઈ રહ્યું છે. સામાન્ય સંજોગોમાં આવું કોઈ નથી કરતું.

આ પણ વાંચો: તારીખ આગળ ન વધતા મહિલા ડૉક્ટરે લગ્ન તોડી નાખ્યા, કહ્યું- કોરોના દર્દીઓની સેવા જ મારો ધર્મ


આ પણ વાંચો: તામિલનાડુ: કોરોના વિરુદ્ધ DMK સરકાર એક્શનમાં આવી, 14 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત


સોશિયલ મીડિયામાં આ પોસ્ટ 5,000થી વધુ વખત શેર થઈ છે. આ પોસ્ટ રોનાલ્ડએ તેના મિત્રો માટે શેર કરી હતી. તેના મિત્રોને આ ઘટના ખૂબ જ હાસ્યાસ્પદ લાગી છે. આ પોસ્ટ શેર કરી તે રાત્રે તેને માત્ર 10 લાઈક મળી હતી. પરંતુ સવારે ઉઠીને જોતા જ 1,000 જેટલી લાઈક આવી ગઈ હતી. લોકો આ ઘટનાને રમુજી ગણી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આવી જ એક ઘટના માર્ચ મહિનામાં સ્ટાફોર્ડશાયર ખાતે બની હતી. જેમાં 37 વર્ષના એલેક્સ હોલિન નામના વ્યક્તિને પાઉન્ડલૅન્ડની રેઝર વાગી જતા અટધો કલાક સુધી લોહી વહ્યું હતું.
First published: