66 વર્ષ પછી નખ કાપવા માટે તૈયાર થયો આ શખ્સ, ગિનીસ બુકમાં નોંધાયેલું છે નામ

વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવાનો રિકોર્ડ ધરાવનાર ભારતના શ્રીધર ચિલ્લાલ છેવટે પોતાના નખ કાપવા માટે તૈયાર થયા છે.

News18 Gujarati
Updated: July 12, 2018, 9:26 AM IST
66 વર્ષ પછી નખ કાપવા માટે તૈયાર થયો આ શખ્સ, ગિનીસ બુકમાં નોંધાયેલું છે નામ
ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: July 12, 2018, 9:26 AM IST
વિશ્વમાં સૌથી લાંબા નખ ધરાવાનો રિકોર્ડ ધરાવનાર ભારતના શ્રીધર ચિલ્લાલ છેવટે પોતાના નખ કાપવા માટે તૈયાર થયા છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધરાવનાર ચિલ્લાએ 1952થી અત્યાર સુધી ડાબા હાથના નખ કાપ્યા નથી. તેમના નખ વિશ્વમાં સૌથી લાંબા નખ છે. પરંતુ હવે તેઓ 82 વર્ષની ઉંમરના થયા છે જેથી તેઓ છેવટે પોતાના નખ કાપવા માટે તૈયાર થયા છે.

ટાઇમ્સ સ્ક્વેરમાં રિપ્લેમાં બિલી ઇટ ઓર નોટ મ્યૂઝિયમમાં ચિલ્લાલના નખ કારવામાં આવ્યા છે. મૂળ પુનાના રહેવાસી ચિલ્લાલે વિનંતી કરી હતી કે તેમના નખને મ્યૂઝિયમમાં સંભાળીને રાખવામાં આવે.રિપ્લેમાં ચિલ્લાલના નખ કાપવા અને મ્યુઝિયમમાં રાખવા માટે તેમને ભારતથી અમેરિકા બોલાવ્યા હતા. એક મીડિયા પરામર્શ પ્રમાણે ચિલ્લાલના નખોને સત્તાવાર રીતે મ્યૂઝિયમમાં જ બતાવ્યા છે.

અનુમાન છે કે તેમના બધા જ નખોની સંયુક્ત લંબાઇ 909.6 સેન્ટીમીટર છે. ચિલ્લાલના એક અંગુઠાના નખની લંબાઇ 197.8 સેન્ટીમીટર છે. 2016માં તેમણે એક હાથમાં સૌથી લાંબા નખનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાયું છે.
First published: July 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...