Home /News /eye-catcher /60 વર્ષના ઢગાએ પાલતુ શ્વાન સાથે બે વર્ષ સુધી કર્યુ દુષ્કર્મ, VIDEO VIRAL થતા ભાંડો ફૂટ્યો

60 વર્ષના ઢગાએ પાલતુ શ્વાન સાથે બે વર્ષ સુધી કર્યુ દુષ્કર્મ, VIDEO VIRAL થતા ભાંડો ફૂટ્યો

dog

West Bengal માં 60 વર્ષના વૃદ્ધે શ્વાન સાથે જબરદસ્તીતી કરી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગનાના સોનારપુર પોલીસ સ્ટેશનના ચૌહાટી પાયરાબાગન વિસ્તારમાં બની હતી.

દેશમાં વધતા જતા દુષ્કર્મને લઈને એક તરફ જ્યાં મહિલાઓની સુરક્ષાને લઈને તંત્ર કાર્યરત છે, ત્યારે કોલકાત્તામાં શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક 60 વર્ષીય વ્યક્તિની ઘરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પર જે આરોપ છે તે જાણીને તમે પણ ચોંકી જશો. આ વ્યક્તિ પર પોતાના જ ઘરના પાલતુ કૂતરા પર બે વર્ષ સુધી બળાત્કાર કરવાનો આરોપ છે. જે અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના દક્ષિણ 24 પરગનાના સોનારપુર પોલીસ સ્ટેશનના ચૌહાટી પાયરાબાગન વિસ્તારમાં બની હતી.

આરોપ મુજબ રતિકાંત સરદાર નામના ઇસમની ગુરુવારે સાંજે ધરપકડ કરવામાં આવી હતી. પાડોશીઓ દ્વારા તેના દુષ્કૃત્યને કેમેરામાં ઝડપી લીધા બાદ સમગ્ર બાબતનો પર્દાફાશ થયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમનો કૂતરો સતત રડતો હતો ત્યારે તપાસ કરવા જતા સ્થાનિક લોકોએ સરદારને નશાની હાલતમાં અને કપડા વગર જોયો હતો. એક સ્થાનિકે નામ ન આપવાની શરતો હેઠળ જણાવ્યું કે, સરદાર લગભગ બે વર્ષથી તેના પાલતુ કૂતરા સાથે જાતીય દુષ્કૃત્યો આચરતો હતો. અમે તેને વારંવાર કૂતરાને છોડવા અને આવા કૃત્યથી દૂર રહેવા કહ્યું હતું, પરંતુ તેણે અમારી વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો.

પાડોશીઓની વાતની સરદાર દ્વારા વારંવાર અવગણના બાદ સ્થાનિક રહેવાસીઓએ આરોપીનો વીડિયો શૂટ કર્યો હતો. તે કુતરા સાથે દુષ્કર્મ આચરવામાં વ્યસ્ત હતો ત્યારે વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સરદારનો કૂતરા સાથેનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં એક પ્રાણી પ્રેમી સંગઠનના સભ્યની સામે આ વીડિયો આવ્યો હતો, ત્યારબાદ તેઓએ સોનારપુર પોલીસ સ્ટેશનમાં સરદાર વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી.

કોલકાતા એનિમલ વેલફેર ફાઉન્ડેશનના સ્થાપક સંદીપન મુખર્જીએ જણાવ્યું હતું કે , અમને બુધવારે આ ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો મળ્યો હતો. અમે એનિમલ ક્રૂઅલ્ટી એક્ટની કલમ 377 અને 11 હેઠળ તેના આધારે ઔપચારિક ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

તેણે ઉમેર્યું હતું કે આ વિડિયો લગભગ એક વર્ષ પહેલા સ્થાનિક લોકોએ શૂટ કર્યો હતો. જો કે, તેઓ પ્રાણી સંરક્ષણ કૃત્યોથી અજાણ હતા અને તેથી જરૂરી પગલાં લેવામાં નિષ્ફળ ગયા. સ્થાનિકો સાથે વાત કર્યા પછી અમને જાણવા મળ્યું કે તેઓએ સરદારને વારંવાર આવું કરવાની ના પાડી હતી પરંતુ તેમણે તેમની અવગણના કરી અને દુષ્કર્મ કરવાનુ ચાલુ રાખ્યું. અગાઉ, સરદારે કથિત રીતે માદા સ્ટ્રીટ ડોગ્સને લલચાવી અને વર્ષો સુધી તેના પર બળાત્કાર કર્યો હતો. જો કે તે વખતે તેને કોઈ સજા થઈ ન હતી.

આ પણ વાંચો: મહિલા ડોક્ટરો સાથે ઈલાજના બદલે મજા કરી રહ્યા છે રશિયન સૈનિકો, આખી રાત હવસનો શિકાર બનાવીને...

નોંધનીય છે કે, પોલીસે સરદાર વિરુદ્ધ કલમ 377 હેઠળ ફરિયાદ નોંધી હતી. સ્થાનિક પોલીસે ઝીણવટભરી તપાસ બાદ રતિકાંત સરદારની ધરપકડ કરી હતી. સરદારને શુક્રવારે બરુઇપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન શ્વાનને ગુરુવારે સાંજે પશુ ચિકિત્સા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો, જ્યાં સ્ટાફે તેના જાતીય શોષણની પુષ્ટિ કરી હતી. હાલ શ્વાનને સોનારપુરના પ્રાણી સારવાર કેન્દ્રમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.
First published:

Tags: Dog, Pet Dog