Malaysia viral video: દુનિયાની દરેક વ્યક્તિ માટે લગ્ન (Wedding Diaries) ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના હોય છે. લગ્નની એક એક ક્ષણ વ્યક્તિને બહુ સારી રીતે યાદ રહી જાય છે. લોકો આ યાદોને વેડિંગ આલ્બમ (Wedding album) કે વિડીયોમાં બહુ સંભાળીને રાખે છે. ગમે ત્યારે આ આલ્બમ જોઈને જૂની યાદો તાજા કરે છે. પરંતુ જો આ યાદોને કોઈ નુકસાન પહોંચાડે તો? આવો જ એક વિડીયો આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વિડીયોમાં મહિલા બીજી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહી છે કેમકે તેના લગ્નનું આલબમ પૂરના કારણે ખરાબ (Woman wants to remarry as her wedding album ruined in flood) થઈ ગયું છે.
આ વિડીયો ટ્વિટર (Twitter) પર ખૂબ શેર થઈ રહ્યો છે. તેને મલેશિયામાં આવેલા પૂર બાદ રેકોર્ડ કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહે પૂરને લીધે મલેશિયામાં (Malaysia floods) ઘણી તબાહી થઈ ગઈ છે. આ દરમ્યાન જ્યારે એક રિપોર્ટરે પૂરથી પ્રભાવિત લોકોના ઇન્ટરવ્યૂ લીધા, તો એમાં એક મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેનું આ દુઃખ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે!
વિડીયોમાં મહિલા પોતાના લગ્નનું આલબમ દેખાડતી જોવા મળે છે. તે કહી રહી છે કે પૂરને લીધે તેના બધા ફોટોઝ ખરાબ થઈ ગયા છે. એવામાં તે બીજી વખત લગ્ન કરવા માગે (Woman Wishing To Remarry After Flood) છે.
પૂરને લીધે મહિલાના વેડિંગ આલ્બમની આવી હાલત થઈ ગઈ છે.
લોકોને મહિલાનો બોલવાનો અંદાજ બહુ પસંદ આવી રહ્યો છે. મહિલાએ વિડીયોમાં ઘણી પંચલાઈનનો ઉપયોગ કર્યો. પોતાના લગ્નના ફોટોઝ બતાવતા મહિલાએ કહ્યું કે પૂરમાં તેના લગ્નની બધી તસ્વીરો ખરાબ થઈ ગઈ છે. એવામાં તેણે પતિને પૂછ્યું કે તે બીજી વખત લગ્ન કરી શકે છે? ના, મહિલા કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં, પણ પોતાના પતિ સાથે જ બીજા લગ્ન કરવા માગે છે જેથી તે બીજી વખત ફોટોઝ પડાવી શકે. જોકે, મહિલાના પતિએ આમ કરવાની ના પાડી દીધી છે.
"Habis gambar kahwin, kita mana boleh kahwin lagi sekali. Dah 20 tahun kahwin, sekali je kahwin"
મહિલાએ રિપોર્ટરને પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે લોકો પોતાની જિંદગીમાં એક જ વખત લગ્ન કરે છે. મારા લગ્નને 20 વર્ષ થઈ ગયા છે. હવે ફોટોઝ બગડી ગયા પછી જ્યારે મેં પતિને બીજા લગ્ન વિશે પૂછ્યું તો તેમણે ના પાડી દીધી. મહિલાએ વિડીયોના અંતે જે અંદાજમાં અલ્લાહ કહ્યું એ વાયરલ થઈ રહ્યો છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર