લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’

લૉકડાઉનની વચ્ચે આ દેશનું તુઘલકી ફરમાન, કહ્યું, ‘મહિલાઓ વધુ નખરા ન બતાવે’
સૌથી પહેલા યાદ રાખો કે પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને ન કરો મિક્સ. સાથે બંને એકબીજાના કામનું સન્માન કરીને, એકબીજા માટે પ્રશ્નો ઊભા કરવાના બદલે એકબીજાને મદદ કરો. કારણ કે લોકડાઉનમાં તમારા જ આ ઘરમાં એક સાથે રહેવાનું છે. જો તમે પ્રશ્નો ઊભા કરશો એકબીજા માટે તો બંનેનું જીવવાનું દુસ્વાર થશે. વળી કામની વચ્ચે એકબીજાને પણ ટાઇમ આપો.

પતિ-પત્ની વચ્ચેના ઝઘડા અટકાવવા આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ, પત્ની ઘરમાં સાજ-શણગાર કરીને રહે

 • Share this:
  નવી દિલ્હીઃ દુનિયાભરમાં લૉકડાઉના કારણે પતિ-પત્નીની વચ્ચે ઝઘડા વધી રહ્યા છે અને તેના કારણે બધા જ પરેશાન છે. મલેશિયા (Malaysia)એ લૉકડાઉન (Lockdown)ના કારણે વધી રહેલા આ ઝઘડાઓને ઓછા કરવા માટે મહિલાઓને કેટલાક આશ્ચર્યમાં મૂકે એવા નિર્દેશ આપ્યા છે.

  CNNના રિપોર્ટ મુજબ, આ નિર્દેશો બાદ મલેશિયન સરકાર પર લિંગભેદી હોવાનો આરોપ લાગ્યો છે અને તેની ટીકાની વચ્ચે સરકારે અનેક નિર્દેશ પોતાની વેબસાઇટ ઉપરથી હટાવી દીધા છે. મલેશિયન સરકાર પર લિંગભેદી હોવાના આરોપ વારંવાર થતા રહ્યા છે.  મહિલાઓને આપવામાં આવ્યા સાફ-સફાઈ કરવાના નિર્દેશ

  મલેશિયન સરકારે મહિલાઓને નિર્દેશ આપતા કહ્યું કે તેમને રસોડું અને તમામ રૂમની રોજ સાફ-સફાઈ કરવી જોઈએ. તેનાથી ક્વૉરન્ટાઇન દરમિયાન મગજને સ્વચ્છ રાખવામાં મદદ મળે છે.

  નખરા બતાવીને પોતાના પતિઓને પરેશાન ન કરો

  મલેશિયાના મહિલા મંત્રાલયે ફેસબુક પર અનેક પોસ્ટના માધ્યમથી લૉકડાઉન દરમિયાન પત્નીઓને કેવો વ્યવહાર કરવો જોઈએ તેના દિશા-નિર્દેશ આપ્યા છે. એક તસવીરમાં દંપતીને એક સાથે કપડાં સૂકવતાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં લખ્યું છે કે મહેરબાની કરી મહિલાઓ નખરા બતાવીને પોતાના પતિઓને હેરાન ન કરે. બીજી પોસ્ટમાં મહિલાઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેમને કાર્ટૂન કેરેક્ટર ડોરેમૉનના અવાજ કાઢવો જોઈએ. આ એક કાર્ટૂન કેરેક્ટર છે જે સમગ્ર એશિયામાં ખૂબ લોકપ્રિય છે.

  આ પણ વાંચો, હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ રહ્યો છે કોરોના વાયરસ, ટૂંક સમયમાં દવા અને રસીની થઈ શકે છે શોધ

  તૈયાર થવાના આપ્યા નિર્દેશ

  મલેશિયન સરકારે મહિલાઓને ઘરમાં પણ સાજ-શણગાર કરવાનો નિર્દેશ આપ્યા છે. આ ઉપરાંત મહિલાઓને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના પતિઓને વધુ નખરા બતાવીને હેરાન ન કરે. આ નિર્દેશો બાદ લિંગભેદ કરવાને લઈ મલેશિયાની આકરી ટીકા થઈ રહી છે. એક યૂઝરે લખ્યું કે, કેવી રીતે ઘરમાં સાજ-શણગાર અને મેકઅપ કરવાથી કોવિડ 19થી બચી શકાય છે. કોઈ જણાવશે. બીજા યૂઝરે લખ્યું કે, આપણે 2020માં છીએ.

  આ પણ વાંચો, વિરોધીઓના શબોને ખાતર બનાવી શાકભાજી ઉગાડે છે ઉત્તર કોરિયાનો તાનાશાહ કિમ જોંગ ઉન

   

   
  Published by:News18 Gujarati
  First published:April 03, 2020, 10:15 am

  ટૉપ ન્યૂઝ