જિલ્લામાં રહેતી એક વૃદ્ધ મહિલાએ એક વિચિત્ર દાવો કર્યો છે. મહિલા કહે છે કે, નવ વર્ષ પહેલા તેમની આંખોની દૃષ્ટિ જતી રહી હતી. પરંતુ હવે તે સારી રીતે અચાનક જોઈ શકે છે
મુંબઈ : કોરોનાવાયરસ સંક્રમણ અટકાવવા દેશમાં મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ રસીકરણ અભિયાનમાં વૃદ્ધોને પણ મોટી સંખ્યામાં રસીઓ મળી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના જાલના જિલ્લામાં રહેતી એક વૃદ્ધ મહિલાએ એક વિચિત્ર દાવો કર્યો છે. મહિલા કહે છે કે, નવ વર્ષ પહેલા તેમની આંખોની દૃષ્ટિ જતી રહી હતી. પરંતુ હવે કોરોના વાયરસની રસી મળ્યા બાદ તેમને ફરીથી દેખાવાનું શરૂ થઈ ગયું છે. તેમના કહેવા મુજબ, તેમણે કોવિશિલ્ડ રસી લીધી હતી.
મથુરાબાઈ બિડવે નામની 70 વર્ષીય મહિલા મહારાષ્ટ્રના જલના જિલ્લાના પરતુર ગામની રહેવાસી છે. તે હાલમાં વશીમના રિસોડમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે, 9 વર્ષ પહેલા તે મોતિયાના કારણે તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી. માંદગીને કારણે તેમની પુતલી સફેદ થઈ ગઈ હતો અને તે પછી તેમણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી.
મીડિયા અહેવાલો અનુસાર, મથુરાબાઇને 26 જૂને કોવિશિલ્ડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો. તેમનો દાવો છે કે, બીજા દિવસે જ તેમની આંખોની રોશની પાચી આવી ગઈ. હવે તે 30થી 40 ટકા વસ્તુ સારી રીતે જોઈ શકે છે.
જોકે, નિષ્ણાતો કહે છે કે, રસીના કારણે તેમની દ્રષ્ટી પાછા આવવા પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ નથી. આ પહેલા પણ, મહારાષ્ટ્રના એક વ્યક્તિએ જૂનમાં દાવો કર્યો હતો કે, કોરોના રસી કોવિશિલ્ડ મળ્યા પછી, તેમના શરીરમાં એક ચુંબકીય શક્તિ આવી ગઈ છે.