પતિ ગયો બિઝનેસ ટ્રીપમાં તો બીજી પત્નીએ કરી ત્રીજી પત્નીની હત્યા

News18 Gujarati
Updated: March 9, 2019, 10:48 AM IST
પતિ ગયો બિઝનેસ ટ્રીપમાં તો બીજી પત્નીએ કરી ત્રીજી પત્નીની હત્યા
પ્રતિકાત્મક તસવીર

મુંબઇમાં એક એવી ઘટના બની કે તમામને આઘાત લાગ્યો. એક પાર્વતી નામની 33 વર્ષીય મહિલાએ તેના પતિની ત્રીજી પત્નીની હત્યા કરી નાખી. તેમના પતિની પહેલી પત્નનીની બે પુત્રીઓ અને તેના બોયફ્રેન્ડ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું.

  • Share this:
મુંબઇમાં એક એવી ઘટના બની કે તમામને આઘાત લાગ્યો. એક પાર્વતી નામની 33 વર્ષીય મહિલાએ તેના પતિની ત્રીજી પત્નીની હત્યા કરી નાખી. તેમના પતિની પહેલી પત્નનીની બે પુત્રીઓ અને તેના બોયફ્રેન્ડ સાથે મળીને આ ષડયંત્ર રચ્યું. 45 વર્ષીય સુશીલ મિશ્રાની ત્રણ પત્નીઓ હતી. તે લેબર કોન્ટ્રાક્ટર છે જે મુંબઇના નાલાસુપરમાં રહે છે. તેમની પહેલી પત્ની ઉત્તર પ્રદેશમાં રહે છે. 2017માં સુશીલ મિશ્રાએ બીજી પત્ની પાર્વતી સાથે લગ્ન કર્યા. જે મુંબઇના ડોન લેનમાં રહે છે. પોલીસ ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર વાનકોટીએ જણાવ્યું હતું કે સુશીલ પર્વતી અને પહેલી પત્નીની બે બાળકીએ સાથે રહેતા હતા. બધુ સારું ચાલી રહ્યું હતુ.

એચટી ન્યૂઝના જણાવ્યા અનુસાર, એક વર્ષ પછી જીવન સંપૂર્ણપણે બદલાયું ગયુ. સુખી જીવનમાં વિવાદ ઊભો થયો તે સુશીલ મિશ્રાએ ત્રીજા લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે યોગીતા નામની એક છોકરી સાથે લગ્ન કર્યા. બંનેએ લિંક રોડ પર એક ઍપાર્ટમેન્ટમાં રહેવાનું શરૂ કર્યું. 28મી ફેબ્રુઆરીના રોજ, પાર્વતી અને સુશીલ મિશ્રાની બંને પુત્રીઓ લિંક રોડ પર યોગીતાના ઘરે પહોંચી હતી. તેની સાથે પુત્રીના બોયફ્રેન્ડ પણ હતા. ચાર લોકોએ યોગીતાની હત્યા કરી અને શરીરને નીપટાવવા માટે પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: તમામની સામે કપડાં કાઢી યુવક-યુવતી કરે છે પ્રેમનો એકરાર, ખાસ છે આ તહેવાર

યોગીતાના મૃત્યુ પછી ચાર લોકોએ મૃત શબને બ્લેનકેન્ટમાં લપેટી દીધુ અને ઓટ રિક્શામાં નાવા સુપ્રામાં મેલ પાસે મુકી દીધુ. તે સમયે સુશીલ મિશ્રા એક બિઝનેસ ટ્રીપ માટે ગુજરાત ગયા. હતા. બીજા દિવસે એક સ્થાનિકને મૃત શરીર મળ્યું. ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ દર્શાવે છે કે કેટલાક લોકો ઓટો રીક્ષામાંથી આવ્યા હતા અને મૃત શરીરને મુકીને ચાલ્યા ગયા હતા. 4 હજાર રિકશાના ડ્રાઈવરોની પૂછપરછ કર્યા પછી એક ઓટો રીક્ષા મળી આવી હતી. તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ અનુસાર, આ ષંડયંત્ર પાર્વતી દ્વારા કરવામાં આવ્યું હતું. કારણ કે સુશીલ મિશ્રા તેનો ખર્ચો ઉઠાવી શકતા ન હતા અને ખૂબ ઓછો પૈસા આપતા હતા. ત્યારબાદ તેમણે આ ખૌફનાક પગલું ભર્યુ. પોલીસને શંકા છે કે આ ષડયંત્રમાં વધુ ત્રણ લોકોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસ કરી રહી છે.
First published: March 9, 2019, 10:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading