વીજળીના હાઇટેન્શન વાયરને લટકીને રિપેરિંગ કરી રહેલા લાઇનમેનનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રાએ કર્યા વંદન

News18 Gujarati
Updated: October 18, 2020, 10:11 AM IST
વીજળીના હાઇટેન્શન વાયરને લટકીને રિપેરિંગ કરી રહેલા લાઇનમેનનો વીડિયો વાયરલ, આનંદ મહિન્દ્રાએ કર્યા વંદન
આ વાયરલ વીડિયો મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડના એક કર્મચારીનો હોવાનું કહેવાય છે

આ વાયરલ વીડિયો મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડના એક કર્મચારીનો હોવાનું કહેવાય છે

  • Share this:
મુંબઈઃ સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેનારા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) લોકોની મદદ કરવા કે કોઈના વખાણ કરવામાં પણ પાછા નથી પડતા. અનેકવાર સોશિયલ મીડિયા પર તેઓ આવું કરતાં જોવા મળ્યા છે. હવે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક લાઇનમેનનો વીડિયો વાયરલ (Lineman Viral Video) થઈ રહ્યો છે. તેમાં તે એક પહાડ વચ્ચેથી પસાર થઈ રહેલી વીજળીની હાઇટેન્શન લાઇનનું રિપેરિંગ કરી રહ્યો છે. આનંદ મહિન્દ્રાએ તે લાઇનમેનના કામના વખાણ કરતાં તેને હાથ જોડીને સલામ કર્યા. મહિન્દ્રાએ હાથ જોડવાના ઇમોજી શૅર કર્યા છે.

આ વીડિયો મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (MSETCL)ના એક કર્મચારીનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં ખંડાલાની ઘાટીઓમાં એક ઊંચી ટ્રાન્સમિશનલ લાઇનનું રિપેરિંગ કરી રહેલા એક કર્મચારીનું સાહસિક કામ દર્શાવવામાં આવ્યું છે. મહારાષ્ર્આ સૂચના કેન્દ્ર- નવી દિલ્હીના ઉપ નિદેશક દયાનંદ કાંબલે દ્વારા ટ્વિટર પર શૅર કરવામાં આવેલા આ વીડિયો પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઉદ્યોગ સમૂહના પ્રમુખ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું, ભવિષ્યમાં હું ફરિયાદ કરતાં પહેલા ઊંચા તારો પર જોખમ સામે ઝઝૂમી રહેલા આ બહાદુરો વિશે વિચારીશ અને તેમની સુરક્ષા માટે પ્રાર્થના કરીશ.

આ પણ વાંચો, DC Vs CSK: 6 બોલ પર જીત માટે કરવાના હતા 17 રન, અક્ષર પટેલે ઠોકી દીધી 3 સિક્સરનોંધનીય છે કે, થોડા દિવસો પહેલા મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ગ્રિડમાં ખરાબીના કારણે વીજળીનું ગંભીર સંકટ ઊભું થયું હતું. તેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ, આ 55 સેકન્ડનો વીડિયો કાંકડ દરિયાકાંઠા અને વેસ્ટર્ન ઘાટની વચ્ચે આવતા ખંડાલા વિસ્તારનો છે. આ કર્મચારી જે ટ્રાન્સમિશન લાઇન પર કામ કરતો જોવા મળી રહ્યો છે, તે જમીનથી ઘણી ઊંચાઈ પર છે. તે ત્યાં એકલો આ જોખમ ભરેલું કામ પૂરું કરવામાં લાગ્યો છે.

આ પણ વાંચો, MSP બંધ થવાની અફવા ફેલાવી રહ્યું છે વિપક્ષ, વાંચો ગૃહ મંત્રી અમિત શાહનો પૂરો ઇન્ટરવ્યૂ

દયાનંદ કાંબલેએ કહ્યું કે, MSETCLના કર્મચારી ગ્રિડની સમસ્યા દૂર કરવામાં ચાર દિવસથી લાગેલા હતા. મુખ્ય રીતે આ જ લાઇનમાં ખરાબીના કારણે ગત સોમવારે દેશની આર્થિક રાજધાનીમાં વીજળી ડુલ થઈ ગઈ હતી.
Published by: Mrunal Bhojak
First published: October 18, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading