Home /News /eye-catcher /Magical Bridge: જાદુઈ બ્રિજ! એન્જિનિયરિંગની એવી કમાલ છે કે જોઈને વિચારતા રહી જશો, જુઓ વીડિયો

Magical Bridge: જાદુઈ બ્રિજ! એન્જિનિયરિંગની એવી કમાલ છે કે જોઈને વિચારતા રહી જશો, જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.

Magical Bridge Floating into Water: વિચારો કોઈ એવો બ્રિજ હોય કે જ્યાં ચાલતા લોકો, સાયકલ અને નાવડી એકસાથે ક્રોસ કરી શકે. આવો આજે એક એવાં જ અનોખા બ્રિજ વિશે વાત કરીએ કે જે એન્જિનિયરિંગનો ઉત્કૃષ્ટ નમૂનો છે.

Circle Bridge: કેટલીક સારી વસ્તુઓ આપણને કુદરત તરફથી મળે છે, જે તેની સુંદરતાથી કોઈપણ વ્યક્તિને મોહિત કરી શખે છે. તો બીજી બાજુ માણસે પણ એન્જિનિયરિંગ સ્કિલનો ઉપયોગ કરીને કેટલાક એવા નમૂના તૈયાર કર્યા છે કે, જેને જોઈને આશ્ચર્યચકિત થઈ જવાય. તેમાં હાઇરાઇઝ બિલ્ડિંગ્સથી માંડીને અનોખા બ્રિજ પણ સામેલ છે. તેને જોયા પછી એવું થઈ જાય કે આ કેવી રીતે બનાવ્યું હશે?

ડેનમાર્કની રાજધાની કોપહેગન હાર્બર પાસે આવો જ એક બ્રિજ આવેલો છે. તે આસપાસના વિસ્તારોને જોડે છે. આ પુલ સામાન્ય પુલની જેમ જ કામ કરે છે, પરંતુ તેની બનાવટ અને એન્જિનિયરિંગ એવું છે કે, તમે પહેલાં ક્યારેય જોયું નહીં હોય. આ પુલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેને જોયા પછી લોકો વિચારે છે કે, આ ખરેખર સાચું છે કે પછી અફવા છે!


જહાજ જેવો લાગે છે પુલ


આ પુલને એક નહેર પર બનાવવામાં આવ્યો છે. તેના માટે અલગ અલગ સાઇઝના 5 ગોળ બનાવવામાં આવ્યા છે. તેને સ્ટિલ અને તારની મદદથી એકબીજા સાથે જોડવામાં આવ્યાં છે. તેની ડિઝાઇન ચાલતા લોકો અને સાયકલચાલકોને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવી છે. તેમાં કુલ 110 સ્ટિલના મજબૂત તાર લગાવવામાં આવ્યા છે કે જે પુલને 5 થાંભલાઓ સાથે જોડી રાખે છે. આ પુલને મશહૂર એન્જિનિયર ઓલાફર ઇલિયાસને ડિઝાઇન કર્યો છે. વર્ષ 2015માં ખૂલેલા આ બ્રિજ પર સાયકલ અને ચાલતા લોકો આઇલેન્ડ બ્રિજથી ઇનર હાર્બર સુધી જઈ શકે છે.


દરરોજ 5 હજાર લોકો અવરજવર કરે છે


બ્રિજનો એક વીડિયો ટ્વિટર પર @TansuYegen નામના યુઝરે શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે કે, બ્રિજ કોપહેગનમાં આવેલો છે અને અહીં એકવારમાં બાઇક, ચાલતા લોકો અને નાની-મોટી નાવડીઓ રસ્તો ક્રોસ કરી શકે છે. વીડિયો 25 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં 3 લાખ લોકોએ જોયો છે. લોકોએ તેમાં કોમેન્ટ કરતા કહ્યુ છે કે, આ એન્જિનિયરિંગનો અદ્ભુત નમૂનો છે.
First published:

Tags: OMG, OMG News, OMG story, OMG VIDEO, Video viral, Viral videos