VIDEO: બેંકો બહાર ઘાત લગાવીને બેઠા છે માફિયા, રોકડા છીનવી ગરીબોનું ભરી રહ્યા છે પેટ

News18 Gujarati
Updated: April 30, 2020, 12:07 PM IST
VIDEO: બેંકો બહાર ઘાત લગાવીને બેઠા છે માફિયા, રોકડા છીનવી ગરીબોનું ભરી રહ્યા છે પેટ
માફિયાના ગુંડા લોકો પાસેથી તેમની મહેનતની કમાણી બળજબરીથી છીનવી લેતા જોવા મળી રહ્યા છે, જુઓ વીડિયો

માફિયાના ગુંડા લોકો પાસેથી તેમની મહેનતની કમાણી બળજબરીથી છીનવી લેતા જોવા મળી રહ્યા છે, જુઓ વીડિયો

  • Share this:
રોમઃ અમેરિકા (US) બાદ કોરોના સંક્રમણ (Coronavirus)થી સૌથી વધુ મોત ઈટલી (Coronavirus)માં થયા છે. ઈટલીમાં કોરોના સંક્રમણ (Covid-19)થી બે લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 27000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. ઈટલીથી સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે ત્યાંના નામચીન માફિયા મહામારીના સમયમાં ગરીબોની મદદ માટે આગળ આવ્યા છે. જોકે, હવે સોશિયલ મીડિયા (Social Media) પર કેટલાક એવા વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યા છે જેમાં માફિયાના ગુંડા ગરીબોની મદદના નામે લોકો પાસેથી પૈસા છીનવી રહ્યા છે.

ડેઇલી સ્ટાર મુજબ, ઈટલીમાં સોશિયલ મીડિયા પર આવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં માફિયાના ગુંડા લોકો પાસેથી તેમની મહેનતની કમાણી બળજબરીથી છીનવી લેતા જોવા મળી રહ્યા છે. કોરોના સંક્રમણના કેસ ઓછા થયા બાદ ઈટલીમાં લૉકડાઉનમાં કેટલીક રાહત આપવામાં આવી છે અને બેંકો અને પોસ્ટ ઓફિસથી પૈસા ઉપાડવા માટે લાંબી લાઇનો લાગેલી રહે છે. સ્થાનિક સમાચાર ચેનલ સ્કાય ન્યૂઝે પણ એક આવો વીડિયો શૅર કર્યો છે જેમાં એક ગુંડો પોસ્ટ ઓફિસની બહાર પૈસા ઉપાડવા માટે લાગેલી એક લાઇનમાં ઊભેલા લોકો પાસેથી બળજબરીથી પૈસા વસૂલી રહ્યો છે. આ પ્રકારના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.


ગરીબો પાસે એક ટંકનું ખાવાનું પણ નથી

ઈટલીમાં કોરોના સંક્રમણે ભારે નુકસાન પહોંચાડ્યું છે જેની સૌથી વધુ અસર ગરીબ અને ઘરવિહોણા લોકો પર થઈ છે. થોડા દિવસોથી અહેવાલો આવી રહ્યા છે કે ઈટલીના માફિયા આવા લોકોની મદદ માટે આગળ આવ્યા છે અને તેમને રોજ ભોજન પૂરું પાડી રહ્યા છે. ઈટલીમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના સ્પેશ્યાલિસ્ટ સર્જિયો નજારોએ જણાવ્યું ક, ઈટલીના માફિયા પહેલાથી જ રોબિનહૂડ વાળી છબીનો સહારો લેતા રહ્યા છે. હવે તેઓ મહામારીના સમયમાં પણ ગરીબોની મદદ કરવાના નામે સામાન્ય લોકો પાસેથી પૈસા વસૂલી રહ્યા છે.

આ પણ વાંચો, ખુશખબર! BSNL, Airtel અને Vodafone-Ideaના ગ્રાહક ઘરે બેઠા આવી રીતે કરો કમાણી 

ઈટલીની એન્ટી માફિયા કમિટી (OCCRP)એ પણ થોડા દિવસ પહેલા એક નિવેદન જાહેર કરી માફિયાની આ મદદને દેશ માટે ઝેર ગણાવ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ લોકો હજુ મદદનું બહાનું કરી રહ્યા છે પરંતુ જેવી સ્થિતિ સામાનય થશે તો આ લોકો પાસે જ વેશ્યાવૃત્તિ, ડ્રગ્સના સ્મગલિંગ જેવા કામ કરાવવા લાગશે. તેમના અહેસાન હેઠળ દબાયેલા લોકો તે સમયે ઇન્કાર પણ નહીં કરી શકે.

આ પણ વાંચો, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2500 લોકોનાં મોત, ટ્રમ્પના સલાહકારે વુહાન લૅબને આપ્યા હતા કરોડો ડૉલર!

 
First published: April 30, 2020, 12:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading