પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ

પરોઠા કે ફેસ માસ્ક? ગ્રાહકોમાં સેલ્ફી ખેંચાવાનો ક્રેઝ થયો વાયરલ
કોરોના વાયરસ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ફેસ માસ્ક આકારના પરોઠા બનાવ્યા, સોશિયલ મીડિયા પર વાયરલ છે કોરોના ડોસા

કોરોના વાયરસ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ફેસ માસ્ક આકારના પરોઠા બનાવ્યા, સોશિયલ મીડિયા પર વાયરલ છે કોરોના ડોસા

 • Share this:
  Viral Face Mask Parottas: મદુરાઈ (Madurai) શહેરના પરોઠા ઘણા લોકપ્રિય છે. કોરોના કાળ અને લૉકડાઉન દરમિયાન મદુરાઈની એક રેસ્ટોરાંએ શહેરના ખાન-પાનના કલ્ચરના માધ્યમથી કોરોના મહામારીની વિરુદ્ધ જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. ટેમ્પલ સિટી રસ્ટોરાંના માલિક કેએલ કુમારે કોરોના વાયરસથી બચાવ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે ફેસ માસ્ક (Face Mask Parottas)ના આકારના પરોઠા બનાવ્યા છે. આ પરોઠા તેના આકારના કારણે ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.

  મદુરાઈના કુમારે ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, કોરોના કાળમાં સૌના માટે ફેસ માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. પણ આવા મુશ્કેલ સમયમાં પણ મેં અનેક લોકોને આ નિયમોનું ઉલ્લંઘન કરતાં જોયા. એવામાં હું આ અંગે થોડીક જાગૃતતા ફેલાવવા માંગતો હતો જેથી તેઓ માસ્ક પહેરા માટે પ્રેરાય.
  આ પણ વાંચો, ચિમ્પાન્ઝીએ સિંહ બાળને પીવડાવ્યું દૂધ, Video જોઈ લોકોએ કહ્યું- ‘આ મમતા છે’

  તેઓએ જણાવ્યું કે, બાકી પરોઠાઓની જેમ જ આ માસ્ક પરોઠાનો ભાવ 50 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર એ નથી કે લોકો આ માસ્ક પરોઠાની સાથે સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે પરંતુ એ છે કે લોકો તેના દ્વારા ફેસ માસ્ક પહેરવાની આદત પાડે. કુમારે એવું પણ જણાવ્યું કે તેમના રેસ્ટોરાંમાં જો કોઈ માસ્ક વગર આવે છે તો તેને ફ્રી માસ્ક આપવામાં આવે છે. તેઓએ એવું પણ જણાવ્યું કે કોરોના કાળમાં તેઓ પોતાની શૉપ માત્ર સાંજના સમયે ખુલતા હતા પરંતુ હવે જ્યારે પરોઠાનો ઓર્ડર વધુ આવવા લાગ્યા છે તો સવારથી નાસ્તાના સમયે પણ રેસ્ટોરાં ખોલી રહ્યો છું.

  આ પણ વાંચો, મરતાં પહેલા સિપાહીએ હાથ પર લખ્યો કારનો નંબર, હત્યારાઓ સુધી પહોંચી પોલીસ

  કુમારે જણાવ્યું કે, ફેસ માસ્ક પરોઠા ઉપરાંત તેઓ કોરોના વાયરસના આકારના રવા ડોસા અને બોંડા પણ લોકો માટે બનાવી રહ્યા છે. તેઓએ કહ્યું કે કોરોનાની વિરુદ્ધ આ લડાઈનો એક નાનો હિસ્સો બનીને ખુશી અનુભવું છું.
  Published by:Mrunal Bhojak
  First published:July 09, 2020, 11:29 am

  टॉप स्टोरीज