મુસ્લિમ પિતા-પુત્રએ મજૂરી લીધા વગર બનાવ્યું મંદિર, બદલામાં મળ્યું આ ઈનામ

મુસ્લિમ પિતા-પુત્રએ મજૂરી લીધા વગર બનાવ્યું મંદિર, બદલામાં મળ્યું આ ઈનામ
સિદ્ધીદાત્રી મંદિર

શિક્ષક સાવિત્રીઉઈકે મધર્સ ડે પર માતાનું મંદિર બનાવી પોતાની સ્વર્ગવાસી માંની અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગતી હતી

 • Share this:
  મધ્યપ્રદેશના ઈટારસી જીલ્લાના કેસલાથી એક એવી ઘટના સામે આવી છે જે પૂરા દેશ માટે ધાર્મિક સદ્ભાવનું ઉદાહરણ છે. કેસલામાં રાજગીર અને છૂટક મજૂરીનું કામ કરતા મુસ્લિમ પુતા-પુત્રએ એક પણ રૂપિયો મજૂરી લીધા વગર મંદિર બનાવવા માટે 100 દિવસ સુધી કામ કર્યું. ત્યારબાદ મંદિર બનાવનાર મહિલા એટલા ખુશ થયા કે, મજદૂર પિતા-પુત્રના નામે એક એકડ જમીન કરી દીધી.

  શું છે પૂરો મામલો?


  કેસલાની રહેવાસી વ્યવસાયે શિક્ષક સાવિત્રીઉઈકે મધર્સ ડે પર માતાનું મંદિર બનાવી પોતાની સ્વર્ગવાસી માંની અંતિમ ઈચ્છા પૂરી કરવા માંગતી હતી. તેમણે મુસ્લીમ કારીગર પિતા-પુત્ર રહેમાન અને રિઝવાનને મંદિર બનાવવાનું કામ સોંપ્યું હતું. સમય ઓચો હતો અને મંદિર બનીને તૈયાર થવું જરૂરી હતું.

  100 દિવસ સુધી સળંગ કામ કર્યું
  રહેમાન અને રિઝવાને એક પણ દિવસની રજા પાડ્યા વગર 100 દિવસ સળંગ કામ કરી મંદિર બનાવી દીધુ. સાવિત્રી ત્યારે આશ્ચર્ય થયા કે બંનેએ મજદૂરીના પણ પૈસા લેવાની ના પાડી દીધી. સાવિત્રી તેમના કામથી અને સ્વભાવથી એટલા પ્રભાવિત થયા કે, તેમણે પોતાની 6 એકડ જમીનમાંથી એક એકડ જમીન તેમના નામે કરવાની જાહેરાત કરી છે. ગત શનીવારે મંદિરમાં પ્રતિમાની સ્થાપના કરવામાં આવી અને રહેમાન અને રિઝવાનને તિલક પણ કરવામાં આવ્યું.  શું કહ્યું સાવિત્રીએ?
  એક હિન્દી સમાચારપત્ર સાથે વાતચીત કરતા સાવિત્રીએ કહ્યું કે, તેમની માં ભાગવતી શિવલાલે 35 વર્ષ પહેલા ગામમાં મઢિયા બનાવી ઈષ્ટ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા સ્થાપિત કરી હતી. તેમણે જ અહીં મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કેટલીક વ્યસ્તતાના કારણે મંદિર ન બનાવી શકાયું.

  સાવિત્રીએ જણાવ્યું કે, તેમની જ્યારે આંગણવાડીમાં નોકરી લાગી તો, તેમણે પોતાનો પહેલા પગારમાંથી માતાનો ચબૂતરો બનાવ્યો હતો. સરકારી સ્કૂલમાં નોકરી લાગી તો પહેલો પગાર મઢિયાના જીર્ણોદ્ધાર પર ખર્ચ કર્યો. માતા-પિતાનું પિંડદાન કરતા સમયે વાયદો કર્યો હતો કે, પોતાનું ઘર બનાવ્યા પહેલા સિદ્ધિદાત્રી મૈયાનું મંદિર બનાવી માંની ઈચ્છા પૂરી કરીશ. સાવિત્રીએ જણાવ્યું કે, તેમણે જમાપૂંજીમાંથી 5 લાખ રૂપિયા મંદિર માટે દાન આપ્યા, જેનાથી નિર્માણ કાર્ય પૂરૂ થયું છે.
  Published by:News18 Gujarati
  First published:May 12, 2019, 15:51 IST

  ટૉપ ન્યૂઝ