Home /News /eye-catcher /વાઘણના મૃત્યુ બાદ ‘માસી’ વાઘણે બચ્ચાઓની રાખી દેખભાળ અને આપી શિકાર કરવાની તાલીમ

વાઘણના મૃત્યુ બાદ ‘માસી’ વાઘણે બચ્ચાઓની રાખી દેખભાળ અને આપી શિકાર કરવાની તાલીમ

વાઘણની તસવીર

Madhya Pradesh OMG news: ‘T-28’ નામની વાઘણ પોતાના બાળકની સાથે સાથે પોતાની મૃત બહેન વાઘણ ‘T-18’ના ત્રણ બચ્ચાઓની દેખભાળ કરીને જંગલમાં શિકાર કરવાની તાલીમ આપી રહી છે અને માસી હોવાની ફરજ નિભાવી રહી છે.

મધ્યપ્રદેશના જંગલમાં એક વાઘણમાં માતૃત્વનો દુર્લભ ગુણ જોવા મળ્યો છે. ‘T-28’ નામની વાઘણ પોતાના બાળકની સાથે સાથે પોતાની મૃત બહેન વાઘણ ‘T-18’ના ત્રણ બચ્ચાઓની દેખભાળ કરીને જંગલમાં શિકાર કરવાની તાલીમ આપી રહી છે અને માસી હોવાની ફરજ નિભાવી રહી છે.

‘માસી’ વાઘણે માસી હોવાની ફરજ નિભાવી


‘T-28’ વાઘણે પોતાની મૃત બહેનના બચ્ચાઓની દેખભાળ કરીને મધ્યપ્રદેશના સીધી જિલ્લાના સંજય દુબરી પ્રાણી સંગ્રહાલયમાં તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. ‘T-18’ વાઘણે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો, ત્યારબાદ એક ટ્રેન દુર્ઘટનામાં તે વાઘણનું મૃત્યુ થઈ ગયું.

‘T-18’ના મૃત્યુ બાદ એક વાઘે આ ચાર બચ્ચામાંથી એક બચ્ચાનો શિકાર કરી લીધો. ત્યારબાદ આ બચ્ચાઓની માસી ‘T-28’ વાઘણ બચ્ચાઓને જંગલની રીતભાત શિખવાડી રહી છે.

ક્ષેત્ર નિદેશકે શું નિવેદન આપ્યું?


સંજય દુબરી વાઘ અભયારણ્યના ક્ષેત્ર નિદેશક વાય.પી. સિંહે જણાવ્યું કે, ’16 માર્ચના રોજ અમને સૂચના આપવામાં આવી હતી કે, દુબરી રેન્જના રિઝર્વ કોર એરિયામાં રેલ્વે પાટા પર એક વાઘણ ઘાયલ પડી છે.’ વન વિભાગે ઘાયલ થયેલ ‘T-18’ વાઘણની સારવાર તેને પાંજરામાંથી છોડી મુકી હતી. આ વાઘણ હલી પણ શકતી નહોતી, ત્યારબાદ તેના થોડા કલાક બાદ વાઘણનું મૃત્યુ થઈ ગયું.

‘T-18’ વાઘણના મૃત્યુ બાદ તેના ચાર બચ્ચાની ચિંતા હતી- વાય. પી. સિંહ


આ મામલે વાય. પી. સિંહે જણાવ્યું કે, ‘વાઘણના મૃત્યુ બાદ તેના ચાર બચ્ચાઓની સુરક્ષાને લઈને ચિંતા હતી. આ બચ્ચા તે સમયે 9 મહિનાના હતા. આ બચ્ચાઓની દેખભાળ કરવા માટે હાથીઓ પર ચઢીને નજર રાખતા દળને તહેનાત કરવામાં આવ્યા અને બચ્ચાઓને શિકાર આપવામાં આવ્યા. એક મોટા વાઘે આ ચાર બચ્ચામાંથી એક વાઘનો શિકાર કરી લીઘો. આ ઘટના બાદ બાકી રહેલ ત્રણ બચ્ચાઓની ચિંતા વધવા લાગી. ‘T-18’ વાઘણ જે ક્ષેત્રમાં રહેતી હતી, તે ક્ષેત્રમાં એક વયસ્ક વાઘ ‘T-26’ ફરતો રહેતો હતો.’

4 વાઘણે 8 મહિનામાં 13 બચ્ચાઓને જન્મ આપ્યો


વાય. પી. સિંહે જણાવ્યું કે, ‘T-11’ કમલી વાઘણે ‘T-18’, ‘T-16’ વાઘ અને ‘T-17’ વાઘમને જન્મ આપ્યો હતો. ‘T-11’ બીજી વાર ગર્ભવતી થઈ, ત્યારે તેણે ‘T-28’ અને ‘T-29’ને જન્મ આપ્યો હતો. ‘T-18’ પહેલી વાર જૂન 2021માં ચાર બચ્ચાઓ સાથે જોવા મળી હતી. ‘T-18’ની બહેન ‘T-17’એ ઓક્ટોબર 2021માં ત્રણ બચ્ચાને જન્મ આપ્યો. ‘T-18’ની બીજી બહેન ‘T-28’ અને ‘T-29’ અનુક્રમે ઓક્ટોબર 2021માં અને જાન્યુઆરી 2022માં ત્રણ ત્રણ બાળકોને જન્મ આપ્યો. આ પ્રકારે કમલીના વંશની ‘T-18’ સહિત ચાર વાઘણે આઠ મહિનાના સમયમાં 13 બચ્ચાઓને જન્મ આપ્યો હતો.

‘T-28’ વાઘણે આ બચ્ચાઓને અપનાવીને શિકાર કરતા શીખવ્યું


વાય. પી. સિંહે જણાવ્યું કે, ‘T-28’ વાઘણના મૃત્યુ બાદ વાઘે એક બચ્ચાનો શિકાર કરી લેતા બાકી રહેલ ત્રણ બચ્ચા શરૂઆતમાં ‘T-17’ વાઘણ અને તેના બચ્ચા સાથે જોવા મળ્ય હતા. ત્યારબાદ વન વિભાગના અધિકારીઓને રાહત થઈ હતી.

આ પણ વાંચોઃ-Dangerous Lakes: આ ખતરનાક તળાવમાં જનાર વ્યક્તિ નથી બચી શકતો જીવિત, વૈજ્ઞાનિકો પણ તેનાથી રહે છે દૂર!


તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, ‘આ બચ્ચા બીજા દિવસે ‘T-17’થી અલગ થઈ ગયા હતા. ત્યારબાદ ‘T-18’ના બચ્ચા તેમની માસી ‘T-28’ સાથે જોવા મળ્યા હતા. ‘T-28’એ બચ્ચાઓની સારસંભાળ રાખવાની સાથે સાથે બચ્ચાઓને શિકાર કરતા પણ શીખવ્યું હતું. શિકાર કરવાની તાલીમ આપ્યા બાદ આ બચ્ચા હવે સ્વતંત્ર રીતે શિકાર કરવા માટે સક્ષમ છે અને પોતાના ભાઈ બહેન સાથે શિકાર કરે છે. વર્ષ 2006માં રાષ્ટ્રીય અભયારણ્યને વાઘ અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું. જેમાં સંજય રાષ્ટ્રીય અભયારણ્ય તથા સંજય દુબરી વાઘ અભયારણ્ય શામેલ છે.’

અભયારણ્યમાં અન્ય કયા જાનવર છે?


વાય. પી. સિંહે વધુમાં જણાવ્યું કે તાજેતરમાં સંજય દુબરી વાઘ અભયારણ્યમાં 19 વાઘના બચ્ચા (1થી ઓછા વર્ષના, 6 બચ્ચા (1 થી બે વર્ષના) અને 17 વાઘ (બેથી વધુ વર્ષના) છે. આઠ નર અને 9 માદા વાઘ છે. વર્ષ 2018ના રિપોર્ટ અનુસાર વાઘની સંખ્યા તે સમયે છ હતી.

આ પણ વાંચોઃ-Bullet Train to Moon: જાપાનની બુલેટ ટ્રેન જશે ચંદ્ર સુધી, રચાશે પૃથ્વી જેટલું જ ગુરુત્વાકર્ષણ


વર્ષ 2018 મધ્યપ્રદેશ દેશનું ટાઈગર સ્ટેટ બની ગયું


વર્ષ 2018ની ગણનામાં મધ્યપ્રદેશે દેશનું ટાઈગર સ્ટેટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય વાઘ અનુમાન રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં 526 વાઘ છે. અન્ય રાજ્યોની સરખામણીએ દેશમાં સૌથી વઘુ વાઘની સંખ્યા મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં કાન્હા, બાંઘવગઢ, પેંચ, સાતપુડા, પન્ના અને સંજય દુબરી જેવા વાઘ અભયારણ્ય છે. રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NCTA)ની વેબસાઈટ અનુસાર મધ્યપ્રદેશમાં જુલાઈના અંત સુધીમાં 27 વાઘના મૃત્યુ થયા છે.
Published by:ankit patel
First published:

Tags: Madhya pradesh, OMG News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन