ચમત્કાર! નદીમાંથી નીકળવા લાગ્યા ચાંદીના સિક્કા, લૂંટવા માટે ગામના લોકોની પડાપડી

Madhya pradesh news: ગ્રામીણ લોકોને જે સિક્કા મળ્યા છે તે આશરે 280 વર્ષ જૂના એટલે કે, 18મી સદીના હોવાનું માનવામાં આવે છે. તેના પર અંગ્રેજી મહારાણી વિક્ટોરિયાની છાપ છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કાઓ પર સન 1840 નોંધાયેલું છે.

Madhya pradesh news: ગ્રામીણ લોકોને જે સિક્કા મળ્યા છે તે આશરે 280 વર્ષ જૂના એટલે કે, 18મી સદીના હોવાનું માનવામાં આવે છે. તેના પર અંગ્રેજી મહારાણી વિક્ટોરિયાની છાપ છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કાઓ પર સન 1840 નોંધાયેલું છે.

 • Share this:
  અશોકનગરઃ મધ્ય પ્રદેશ માં ભારે વરસાદના (Heavy rain in madhya pradesh) કારણે અનેક જિલ્લાઓમાં તબાહી મચી ગઈ છે. ત્યારે અશોકનગરમાં (Ashoknagar) પંચાવલી ગામમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેને સાંભળીને લોકો ચોંકી ગયા હતા. ભારે વરસાદના કારણે સિંધ નદીમાં પૂર (Flood in sindh river) જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ રવિવારે સવારે જ્યારે નદીનું પાણી ઓછું થયું ત્યારે ગ્રામીણોને ચાંદીના સિક્કા (silver coines loots) મળ્યા હતા. આ સમાચરા જંગલમાં લાગેલી આગની જેમ ફેલાઈ ગઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામીણ નદી કિનારે ચાંદીના સિક્કા શોધવામાં લાગી ગયા હતા.

  મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશમાં વરસાદે એવી તારાજી સર્જી છે કે આશરે 600 કરતા પણ વધારે મકાન પૂરમાં તણાઈ ગયા. આશરે 400 જેટલા ગામડાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા. જ્યારે 1,200 કરતા પણ વધારે લોકો બેઘર થઈ ગયા.

  આ બધા વચ્ચે શિવપુરી ખાતેથી એવા સમાચાર સામે આવ્યા કે, જે સિંધ નદીએ તબાહી મચાવી હતી તેમાંથી ચાંદીના સિક્કા વહીને આવ્યા છે. પછી તો શું, લોકોમાં આ ઐતિહાસિક સિક્કા લૂંટવા માટે જાણે રેસ જ લાગી ગઈ.

  રવિવારે શિવપુરી જિલ્લાના પચાવલી ગામમાંથી આ સમાચાર સામે આવ્યા હતા. ત્યાં સિંધ નદીમાં આ સિક્કા વહીને આવ્યા હતા. નદીમાં પાણીનું પ્રમાણ ખૂબ જ વધારે હતું તેમ છતાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકીને સિક્કા શોધવા માટે જવા લાગ્યા હતા.

  ગ્રામીણ લોકોને જે સિક્કા મળ્યા છે તે આશરે 280 વર્ષ જૂના એટલે કે, 18મી સદીના હોવાનું માનવામાં આવે છે. તેના પર અંગ્રેજી મહારાણી વિક્ટોરિયાની છાપ છે. જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સિક્કાઓ પર સન 1840 નોંધાયેલું છે. જોકે, આ સિક્કા ક્યાંથી આવ્યા તેની કોઈ જાણકારી સામે નથી આવી.

  કોલારસ એસડીપીઓના કહેવા પ્રમાણે સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી મળી છે અને સમગ્ર કેસની તપાસ માટે સ્થાનિક પોલીસને મોકલવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ સિક્કા મેળવવા માટે લોકોનો ધસારો થવા લાગ્યો હતો જેથી.

  આ પણ વાંચોઃ- પતિએ ક્રૂરતાની હદ વટાવી! અમદાવાદઃ વિદેશમાં બેશીને વીડિયો કોલ ઉપર પત્ની પાસે 'ગંદુ કામ' કરાવી પતિ લેતો વિકૃત આનંદ

  આ પણ વાંચોઃ-પતિ નીકળ્યો દગાબાજ તો 10 વર્ષ સુધી ન કર્યું સેક્સ, પત્નીએ વ્યક્ત કરી દર્દભરી કહાની

  ત્યાં પોલીસના જવાનો તૈનાત કરવા પડ્યા હતા. જોકે ગામલોકોના કહેવા પ્રમાણે ગામના હરદલ કેવટને થોડા દિવસ પહેલા ચાંદી ભરેલું એક માટલું મળ્યું હતું. કદાચ તે જ પાણીમાં વહીને આવી ગયું હશે.
  Published by:ankit patel
  First published: