શારિક અખ્તર દુર્રાની, બુરહાનપુર. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના બુરહાનપુર (Burhanpur)માં બુધવારે એક અચંબામાં મૂકનારી દુર્ઘટના બની. ટ્રેન (Train) સ્પીડમાં પસાર થતાં ધ્રૂજારીના કારણે રેલવે સ્ટેશન (Railway Station)ની બિલ્ડિંગ ધરાશાયી થઈ ગઈ. સારી બાબત એ રહી કે તે મસયે સ્ટેશનની બિલ્ડિંગમાં કોઈ નહોતું. આ દુર્ઘટનાના કારણે રેલવે કર્મચારીઓ અને અન્ય લોકો પણ હતપ્રભ છે.
મળતી જાણકારી મુજબ, ઘટના નેપાનગરથી અસીગઢની વચ્ચે બની. અહીંથી પુષ્પક એક્સપ્રેસ (Pushpak Express) 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ. ટ્રેને સાંજે લગભગ 4 વાગ્યે જ્યારે જંગલની વચ્ચે આવેલા ચાંદની રેલવે સ્ટેશનને ક્રોસ કરી તો ત્યાં તેના કારણે ઊભી થયેલી ધ્રૂજારી રેલવે સ્ટેશનની બિલ્ડિંગ સહન ન કરી શકી. જોતજોતામાં તો બિલ્ડિંગનો આગળનો હિસ્સો ધરાશાયી થઈ ગયો.
તમામ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાક્રમની જાણકારી મેળવી. ઘટનાસ્થળ પર ભુસાવળ, ખંડવા, બુરહાનપુરની આરપીએફ અને જીઆરપીને તૈનાત કરવામાં આવી છે. ઘટના દરમિયાન પુષ્પક એક્સપ્રેસ એક કલાક સુધી ઊભી રહી. ત્યારબાદ અન્ય ટ્રેનો લગભગ 30 મિનિટ સુધી પ્રભાવિત થઈ હતી.
" isDesktop="true" id="1099838" >
વધુ નુકસાન નથી થયું- ડીઆરએમ
ચાંદની રેલવે સ્ટેશન (Chandni Railway Station)ની આ બિલ્ડિંગ વર્ષ 2007માં બની હતી. ભુસાવળ ડીઆરએમ વિવેક કુમાર ગુપ્તા મુજબ, ચાંદની સ્ટેશનની બિલ્ડિંગનો એક હિસ્સો તૂટ્યો છે. જેને રિપેર કરી લેવામાં આવ્યો છે. તપાસ માટે ટીમને મોકલવામાં આવી છે. તમામ ટ્રેનો નિયમિત ચાલી રહી છે. વધુ નુકસાન નથી થયું.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર