ફળો પર થૂંક લગાવીને વેચવાના વાયરલ વીડિયોની શું છે હકીકત?

News18 Gujarati
Updated: April 5, 2020, 1:07 PM IST
ફળો પર થૂંક લગાવીને વેચવાના વાયરલ વીડિયોની શું છે હકીકત?
પોલીસે થૂંક લગાવીને ફળ વેચનારને શોધી પહેલા સમજાવ્યો અને પછી થોડી ડંડાવાળી પણ કરી

પોલીસે થૂંક લગાવીને ફળ વેચનારને શોધી પહેલા સમજાવ્યો અને પછી થોડી ડંડાવાળી પણ કરી

  • Share this:
દેવરાજ દુબે, રાયસેનઃ કોરોના સંક્રમણ (Coronavirus) ની વચ્ચે મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના રાયસેનામાં ફળો પર થૂંક લગાવીને વેચવાનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો તો પોલીસે તેની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો એક વર્ષ જૂનો છે. કોરોના સંક્રમણ સાથે તેનો કોઈ સંબંધ નથી. પરંતુ આ ફળ વિક્રેતાથી હરકત અપરાધ છે તેથી પોલીસ (Police)એ તેની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફળ વેચનારને પોલીસે સમજાવ્યો પણ છે. તેના પરિવારનું કહેવું છે કે પિતા હતાશામાં રહે છે તેથી આવી હરકતો કરે છે.

કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં કરવામાં આવેલા તમામ ઉપાયોની વચ્ચે કેટલાક તોફાની તત્વો અફવા ફેલાવી માહોલ ખરાબ કરી રહ્યા છે. રાયસેનનો એક આવો જ વીડિયો વાયરલ થયો છે. તેમાં એક ફળ વેચનારો થૂંક લગાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને જોઈ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું. એક યુવકે આ વીડિયો બનાવીને ટિકટૉક પર અપલોડ કર્યો હતો. પોલીસે તપાસ કરી અને યુવકની અરજી પર કલમ 269 અને 270 IPC હેઠળ ફળ વેચાનારા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસનું શું કહેવું છે?

રાયસેન પોલીસ અધીક્ષમક મોનિકા શુક્લાએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો જૂનો છે. આ વીડિયો 16 ફેબ્રુઆરી 2019નો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફળ વેચનારાને શોધીને સમજાવવાનો પ્રયાસ કર્યો અને લાઠીથી થોડો ફટકાર્યો પણ ખરો.

આ પણ વાંચો, Lockdownમાં ખુલેલી ચાની દુકાને ઉગ્ર ચર્ચા દરમિયાન ફાયરિંગ, યુવકનું ઘટનાસ્થળે જ મોત

પરિવારે બચાવમાં શું કહ્યું?આરોપી ફળ વેચનારની દીકરીએ આ મામલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે 10 વર્ષ પહેલા તેના પિત દૂધના સારા વેપારી હતા. અચાનક તબિયત ખરાબ થઈ ગઈ અને દૂધનું કામ બંધ થઈ ગયું. આર્થિક તંગીમાં પરિવાર નાનીના ઘરે જતો રહ્યો. તેના પિતા તણાવમાં રહેવા લાગ્યા. તેઓ ઘરે પણ આવા અજીબ હરકતો કરતાં રહે છે. તેના પિતા જાણી જોઈને ફળોને ગંદા નથી કરતાં પરંતુ તેમની નોટ ગણતી વખતે થૂંક લગાવવાની આદત હતી. કદાચ એ આદતના કારણે તેઓ બેધ્યાન પણે ફળોની સાથે પણ આવું કરી રહ્યા છે.

આ પણ વાંચો, પુત્રવધૂએ સાસુના અંતિમ સંસ્કાર કર્યા, Lockdownના કારણે 3 દીકરા ન પહોંચી શક્યા
First published: April 5, 2020, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading