રાજેશ કર્માલે, છિંદવાડા. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના છિંદવાડા (Chhindwara)ની એક હૉસ્પિટલમાં એક અજાયબ દૃશ્ય જોવા મળ્યું. મૂળે, છિદવાડાની એક હૉસ્પિટલમાં સામાનથી ભરેલી એક રિક્ષા અચાનક હૉસ્પિટલના પાંચમા માળ પર પહોંચી ગઈ. દર્દીઓ અને તેમના પરિજનોની વચ્ચે રેમ્પવાળા પગથિયાથી આ રિક્ષા ધડધડાટ જ્યારે પાંચમા માળે (Rickshaw at Hospital) પહોંચી તો હૉસ્પિટલનો સ્ટાફ આંખો ચોળતો રહી ગયો. આ પણ વાંચો, Tokyo Olympics 2020: ગેમ્સ વિલેજમાં લાગેલા બેડ્સ જોઈ ખેલાડી ભડક્યા, આની પર કેવી રીતે યૂઝ કરીએ 1 લાખ 60 હજાર Condom?
હૉસ્પિટલમાં રિક્ષાનો અવાજ તથા દર્દીઓ અને તેમના પરિજનોનો હોબાળો સાંભળીને અધિકારી પણ ત્યાં દોડી આવ્યા. તેમણે જોયું કે સારવાર માટે જરુરી સામાનથી ભરેલી રિક્ષા તેમની સામે ઊભી છે. પહેલા તો કોઈને કંઈ સમજમાં જ ન આવ્યું. બાદમાં જ્યારે ઓટો ડ્રાઇવર સાથે વાત થઈ તો તેણે આખા મામલાનો ફોડ પાડ્યો.
રિક્ષા ડ્રાઇવરે જણાવ્યું કે, તે હૉસ્પિટલનો સામાન લઈને ઘણા સમય પહેલા આવ્યો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર હૉસ્પિટલના કોઈ સ્ટાફે રિક્ષામાંથી સામાન ઉતાર્યો નહીં તો ડ્રાઇવર નારાજ થઈ ગયો. તેણે ગુસ્સામાં આવીને રિક્ષા લઈને પાંચમા માળ સુધી તેને ચડાવી દીધી. નોંધનીય છે કે, સામાનથી ભરેલી રિક્ષા રેમ્પવાળા પગથિયાથી પાંચમા માળ સુધી આવી ગઈ, પરંતુ તેને રસ્તામાં હૉસ્પિટલના કોઈ સ્ટાફે રોકવાનો પ્રયાસ ન કર્યો. આ પણ વાંચો, Messi Beedi: ફૂટબોલરના નામે વેચાતી બીડીના પેકેટની તસવીર વાયરલ, લોકોએ કરી આવી કોમેન્ટ
સામાનથી ભરેલી રિક્ષાના હૉસ્પિટલના પાંચમા માળ સુધી પહોંચવાની હવે તપાસ કરવામાં આવી રહી છે. હૉસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજના આધાર પર તપાસ કરવામાં આવી રહી છે કે કેમ રિક્ષા આટલા ઉપરના માળ સુધી પહોંચી ગઈ. રસ્તામાં હૉસ્પિટલના તમામ ગાર્ડ્સમાંથી કોઈએ પણ રિક્ષાને કેમ ન રોકી. જોકે, ન્યૂઝ18ના સંવાદદાતાએ જ્યારે હૉસ્પિટલના ચિકિત્સા પ્રભારી સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કંઈ કહેવાનો ઇન્કાર કરી દીધો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર