OMG! લગ્નના 8 વર્ષ બાદ પત્નીને થયો પ્રેમ, પતિએ છૂટાછેડા આપીને કરાવ્યા બંનેના લગ્ન

ઈન્દોરમાં છૂટાછેડાના આ મામલાની ખૂબ ચર્ચા થઈ રહી છે. (ફાઇલ તસવીર)

અજબ પ્રેમ કી ગજબ કહાની! ફેમિલી કોર્ટે દંપતિને ખૂબ સમજાવ્યા પણ માન્યા નહીં, આ શરતો સાથે છૂટાછેડાની આપી મંજૂરી

  • Share this:
    વિકાસસિંહ ચૌહાણ, ઈન્દોર. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના ઈન્દોર (Indore)માં અજબ પ્રેમની ગજબ કહાની (Ajab Prem Ki Gajab Kahani) સામે આવી છે. લગ્નના 8 વર્ષ બાદ અન્ય યુવક સાથે પત્નીને પ્રેમ થયો તો પ્રેમી-પ્રેમિકાનો મેળાપ કરાવવા માટે પતિએ પત્નીને છૂટાછેડા આપી દીધા, જેથી તેઓ લગ્ન કરી શકે. પ્રેમ બાદ લગ્નના અનેક કિસ્સાઓ સામે આવે છે, પરંતુ લગ્ન બાદ પ્રેમ અને પછી લગ્ન આ વિરલ ઘટના ઈન્દોરના વિજય નગર વિસ્તારમાં બની છે. વિજય નગરમાં રહેનારા એક દંપતિએ પરસ્પર સહમતિથી ફેમિલી કોર્ટ (Family Court)માં છૂટાછેડા (Divorce)ની અરજી દાખલ કરી હતી. બંનેની વચ્ચે છૂટાછેડા (Indore Couple Gets Divorce) થઈ ગયા છે, પરંતુ છૂટાછેડા લેવા પાછળનું કારણ પત્નીનો અન્ય પુરૂષ સાથેનો પ્રેમ છે.

    પત્ની પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી. આશ્ચર્યની વાત એ છે કે આ દંપતિનો પાંચ વર્ષની દીકરી પણ છે. મૂળે, ફેમિલી કોર્ટમાં વકીલ મનોજે છૂટછેડાની અરજી પોતાના પક્ષકાર તરફથી દાખલ કરી હતી. પક્ષકાર પતિએ લગ્નના 8 વર્ષ બાદ પોતાની પત્નીને માત્ર એટલા માટે છૂટાછેડા આપી દીધા, જેથી તે તેના પ્રેમી સાથે લગ્ન કરી શકે, જેને તે પ્રેમ કરે છે. પત્નીએ કોર્ટમાં જજની સમક્ષ એવું સ્વીકાર્યું પણ ખરું કે તે બીજા કોઈ પુરુષને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે છૂટાછેડાની અરજીને સ્વીકારી અને અનેક શરતો સાથે છૂટાછેડા મંજૂર કર્યા છે.

    મળતી જાણકારી મુજબ, આઠ વર્ષ પહેલા 2013માં બંનેના લગ્ન થયા હતા. લગ્નના લગભગ ત્રણ વર્ષ બાદ બંનેને એક દીકરીનો જન્મ થયો. દીકરીની ઉંમર હાલ લગભગ 5 વર્ષ છે. દંપતિની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બધું સામાન્ય નહોતું ચાલતું. મહિલાને એક યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો અને તે પોતાનો પરિવાર છોડીને તેની સાથે પ્રેમ લગ્ન કરવા માંગતી હતી. પતિ ઉપરાંત પરિવારના અનેક સભ્યો અને દોસ્તોએ તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ન માની અને પોતાને સેપરેટ કરવા ઉપર જ અક્કડ રહી. ત્યારબાદ જ્યારે પતિએ અનુભવ્યું કે, તેનો પ્રેમ અન્ય યુવક સાથે વધુ છે, જેથી તેણે પોતાની પત્નીને તેના પ્રેમી સાથે લગ્ન કરવાને નિર્ણય કરી દીધો. બંનેએ કોર્ટમાં વકીલ મનોજ મારફતે છૂટાછેડાની અરજી દાખલ કરી દીધી.

    આ પણ વાંચો, 45 વર્ષીય પ્રોફેસરનું સંદિગ્ધ હાલતમાં મોત, બેડરૂમમાં પડેલી લાશ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

    ફેમિલી કોર્ટે વિભિન્ન ચરણમાં કાઉન્સલિંગ કરીને છૂટાછેડા ન લેવા માટે સમજાવટ કરી હતી, પરંતુ મહિલા અહીં પણ જિદ ઉપર જ અડગ રહી. સુનાવણી દરમિયાન પત્નીએ સ્વીકાર્યું કે તે બીજા કોઈને પ્રેમ કરે છે. બીજી તરફ, મહિલાના પતિએ પણ કહ્યું કે, તેઓ જેને પ્રેમ કરે છે તો હું ઈચ્છું છે તે તેની સાથે પ્રેમ લગ્ન કરી દે. તેથી બંનેના છૂટાછેડા લઈ લેવા જોઈએ. મહિલાના પ્રેમ લગ્ન ઉપરાંત તેની પાંચ વર્ષની દીકરીને પણ સાથે રાખવા સહમત છે. કોર્ટે આદેશ આપતા ઉલ્લેખ કર્યો કે મહિલા છૂટાછેડા બાદ પોતાના પૂર્વ પતિ પર કોઈ પ્રકારનો અધિકાર નહીં રહે. કોઈ પ્રકારની કાયદાકીય કાર્યવાહી નહીં કરે. બાળકને પોતાની પાસે રાખશે, બાળકના પિતા ઈચ્છે તો નિયત સમય પર પરસ્પર સહમતિથી મળી શકે છે. પતિએ પણ દહેજમાં મળેલો તમામ સામાન પરત કરી દીધો.
    Published by:Mrunal Bhojak
    First published: