70 વર્ષનો નવો દશરથ માંઝી, ગામની તરસ છીપાવવા એકલા હાથે ખોદી નાખ્યો કૂવો

News18 Gujarati
Updated: May 24, 2018, 5:18 PM IST
70 વર્ષનો નવો દશરથ માંઝી, ગામની તરસ છીપાવવા એકલા હાથે ખોદી નાખ્યો કૂવો

  • Share this:
ગુજરાતીમાં એક પ્રખ્યાત કહેવત છે 'મન હોય તો માળવે જવાય'. આ કહેવત એક સમયમાં બિહારના દશરથ માંઝીએ સાચી કરી બતાવી હતી. જ્યારે હવે મધ્યપ્રદેશમાં પણ એક 70 વર્ષના ઉંમર લાયક ઘરડા વ્યક્તિએ પણ આવું જ કઈંક કરી બતાવ્યું છે. સીતારામ રાજપૂત પોતાના દમ પર કઈક પણ કરી છૂટવા તૈયાર છે.

કોઈ પણની મદદ વગર કરી રહ્યા છે કામ
મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં એક નાનું ગામ છે 'હદુઆ'. આ ગામ છેલ્લા ત્રણ વર્ષથી પાણીની અચતથી પરેશાન છે. 70 વર્ષના સીતારામ રાજપૂત આજ ગામમાં રહે છે. ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે રાજપૂત છેલ્લા અઢી વર્ષથી એકલા કૂવો ખોદવામાં લાગ્યા છે.પોતાની આ કોશિસ વિશે રાજપૂત જણાવે છે કે, ગામના લોકોને વારંવાર પાણીની સમસ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે પરંતુ, રસ્તો કોઈ નથી નીકળતો. તેમણે કહ્યું કે, જ્યારે દશરથ માંઝી એકલો પહાડનો ઘમંડ તોડીને રસ્તો બનાવી શકે છે તો, શું તે કૂવો કોદી પાણી નહીં નીકાળી શકે.સીતારામ રાજપૂત છેલ્લા અઢી વર્ષથી એકલા હાથે કૂવો ખોદી રહ્યા છે, પરંતુ તેમને દુખ એ વાતનું છે કે, તેમની મદદ માટે હજુ સુધી કોઈ સામે નથી આવ્યું. તે કહે છે કે, આ કામમાં ન તો સરકાર અને ના ગામના લોકો તેની મદદ માટે હાથ લંબાવતા. જોકે, સીતારામ રાજપૂતને પુરી આશા છે કે, એક દિવસ તે પોતાની ઈચ્છા જરૂર પુરી કરશે.
First published: May 24, 2018, 5:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading