સાવધાન! આ શહેરમાં દૂધ ચોરવા લક્ઝરી કારમાં આવે છે ચોર

લક્ઝરી કારમાં આવેલા ચોરે દૂધના કેરેટ ચોર્યા.

વહેલી સવારે દુકાનની બહાર મૂકેલા દૂધના કેરેટ્સ ચોરવા માટે ચોર આવ્યા લક્ઝરી કારમાં!

 • Share this:
  મુઝફ્ફરપુર : સામાન્ય રીતે ચોર દૂધની ચોરી કરે છે પરંતુ પાંચ-દસ લીટર દૂધ ચોરી કરવા માટે જો ચોર લક્ઝરી કારથી આવે તો શું કહેશો! મુઝફ્ફરપુરમાં લક્ઝરી કારમાં સવાર ચોરો દ્વારા દૂધ ચોરીની એક ઘટનાનો વીડિયો ઘણી ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં ચોરી કરનારો માલદાર હોવાનું લાગી રહ્યું છે અને લક્ઝરી કારનો ઉપયોગ કરે છે, પરંતુ દૂધ ચોરવા જેવી નિમ્ન કક્ષાની હરકત કરતો રહે છે.

  આ ઘટના શનિવાર સવારે બની હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કરિયાણાની દુકાન બહાર વહેલી સવારે દૂધ ડેરીની ગાડી અનેક કેરેટ્સ દૂધ એક દુકાન આગળ ઉતારીને જાય છે. થોડી વાર બાદ એક કાર ત્યાં પહોંચે છે. કારની આગળ અને પાછળ બંને સીટોથી બે યુવક ઉતરે છે અને દૂધના બે કેરેટ કારમાં નાખીને ફરાર થઈ જાય છે. આ ઘટના લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની ગઈ છે.

  ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ.


  આ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ઘટનાની થોડી વાર બાદ જ ઘટનાસ્થળે એક વૃદ્ધ પહોંચે છે જે દૂધનું નીચે પડેલું કેરેટ જુએ છે. ત્યારે તેમને સમજાય છે કે દૂધની ચોરી થઈ છે. પછી તે વૃદ્ધ વ્યક્તિ દુકાનદારને ફોન કરે છે અને તેની માહિતી આપે છે.

  હાલ આ મામલામાં દુકાના માલિક લલન કુમારે કોઈ ફરિયાદ પોલીસમાં નોંધાવી નથી. પોલીસને તેની જાણકારી પણ નથી, પરંતુ દૂધ ચોરીની આ ઘટના એટલી ચોંકાવનારી છે કે વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

  (રિપોર્ટ : સુધીર કુમાર)

  આ પણ વાંચો, જ્યારે મુસાફરને બચાવવા લોકો પાયલટે ઉલટી દોડાવી ટ્રેન
  Published by:Mrunal Bhojak
  First published: