Home /News /eye-catcher /પાણીમાં સૌથી વધુ સમય સુધી કિસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું, જાણો કોણ છે આ કપલ
પાણીમાં સૌથી વધુ સમય સુધી કિસ કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું, જાણો કોણ છે આ કપલ
વિશ્વ વિક્રમ બનાવનારું કપલ
longest KISS World Record: કેનેડાના માઈલ્સ ક્લાઉટીયર અને દક્ષિણ આફ્રિકાની બેથ નીલે વેલેન્ટાઈન ડે પર સૌથી વધુ સમય સુધી પાણીમાં ચુંબન કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુકમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બંને ડાઇવર્સ છે અને તેમને દોઢ વર્ષની પુત્રી પણ છે.
longest KISS World Record: ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અનોખા વિશ્વ વિક્રમની નોંધ રાખવામાં આવે છે. એવા વિક્રમ કે જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતા. વેલેન્ટાઈન ડેના દિવસે જ્યારે આખી દુનિયા ઉજવણીના મૂડમાં છે, ત્યારે એક કપલે તેની ભવ્ય રીતે ઉજવણી કરી છે અને એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે જે પહેલાં ક્યારેય નથી બન્યો.
કેનેડાના માઈલ્સ ક્લાઉટિયર અને દક્ષિણ આફ્રિકાની બેથ નીલે સૌથી વધુ સમય સુધી પાણીમાં ચુંબન કરવાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ગિનિસ બુકમાં પણ તેની નોંધ લેવામાં આવી છે. તેમણે પૂલમાં પાણીની નીચે 4 મિનિટ 6 સેકન્ડ સુધી ચુંબન કર્યું હતું. આ પહેલાં ઈટાલિયન ટીવી શો હોસ્ટ લો શો દેઈના નામે આ રેકોર્ડ હતો. તેમણે 3 મિનિટ 24 સેકન્ડ સુધી પાણીમાં કિસ કરી હતી. માઇલ્સ ક્લાઉટિયર અને બેથ નીલ બંને ડાઇવર્સ છે અને તેમની સગાઈ થઈ ગઈ છે. તેમને દોઢ વર્ષની પુત્રી પણ છે અને ત્રણેય સાઉથ આફ્રિકામાં સાથે રહે છે.
આ લોકો ભૂતકાળમાં માલદીવની મુલાકાતે આવ્યા હતા. અહીં એક રિસોર્ટમાં રોકાયા હતા અને ત્યારે જ તેમણે એક કાર્યક્રમ દરમિયાન આ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે સવારે 7.30 વાગે પ્રથમ પ્રયત્ન કર્યો હતો. પહેલાં થોડા સમય સુધી બ્રિથ હોલ્ડ વાર્મ અપ, પછી દરેક ત્રણ મિનિટના બે ટ્રાયલ પછી, તેમને સફળતા મળી હતી. બેથે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં બંનેએ આ વિશે વિચાર્યું હતું પરંતુ આજે તે પૂર્ણ થઈ શક્યું છે. તેણે સ્વીકાર્યું છે કે, ‘તમામ પ્રેક્ટિસ છતાં તે ખૂબ જ પડકારજનક હતું. કારણ કે ત્યાં કોઈ પણ પ્રકારનો ઓક્સિજન સપોર્ટ નહોતો. આટલા લાંબા સમય સુધી રહેવું ખૂબ મુશ્કેલ હતું.’
58 કલાક અને 35 મિનિટ સુધી કિસ
સૌથી વધુ સમય સુધી પાણીની બહાર કિસ કરવાનો રેકોર્ડ થાઈલેન્ડના એક્કાચાઈ અને લક્સન નિરાનરતના નામે છે. કપલે એકબીજાને 58 કલાક 35 મિનિટ અને 58 સેકન્ડ સુધી સતત કિસ કરી હતી. જો કે, તેણે આ રેકોર્ડ 2013માં બનાવ્યો હતો જે આજ સુધી તૂટ્યો નથી. 2013માં આ નવો રેકોર્ડ બનાવતી વખતે આ કપલે પોતાનો જ 2011નો રેકોર્ડ તોડ્યો હતો. 2013માં તેઓ અઢી દિવસ સુધી સતત એકબીજાને કિસ કરતા રહ્યા હતા. તે દિવસોમાં આ લોકોએ પટ્ટાયામાં વેલેન્ટાઇન ડે કિસાથન પર રિપ્લેસ બીલીવ ઇટ ઓર નોટ દ્વારા બે દિવસીય ચુંબન સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સૌથી વધુ સમય સુધી એકબીજાને ચુંબન કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો. આ સ્પર્ધાના અન્ય યુગલો બેહોશ થઈ ગયા હતા!
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર