વાયરલ : એક બિસ્કિટવાળાનો લવ લેટર... મીઠી આશિકીના તમે પણ થઈ જશો દિવાના

એક બિસ્કિટવાળાનો લવ લેટર વાયરલ

Love Letter: સોશિયલ મીડિયા (Social Media) પર હાલ એક લવ લેટર વાયરલ (Viral Love Letter)વાયરલ થઈ રહ્યો છે. આ લવ લેટર પણ કંઈ જેવો તેવો નથી, બિસ્કિટવાળાનો (Love letter of biscuit wala) લખેલો છે

 • Share this:
  જીવનમાં પ્રેમ અને તેની અભિવ્યક્તિ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. જેવો જેનો વિચાર હશે તેવો તે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કરશે. કોઈ કવિને પ્રેમ થશે તો તે લાંબી કવિતા લખશે, નૃત્યાંગનાને પ્રેમ થશે તો તે નૃત્ય કરશે, પણ કલ્પના કરો કે બિસ્કિટવાળાને (Love letter of biscuit wala) જો પ્રેમ થાય તો તે કેવી રીતે વ્યક્ત કરશે? તેની જ સાથે જોડાયેલો એક પ્રેમ પત્ર અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

  આ બિસ્કિટવાળોનો પત્ર એટલો મીઠો છે કે તમને તેનો સ્વાદ રહી રહીને લાગશે. સંપૂર્ણ સર્જનાત્મકતા સાથે લખાયેલો ડિજિટલ પ્રેમ પત્ર એકવાર વાંચવો આવશ્યક છે. તે તમારા સૌથી ખરાબ મૂડને પણ સારો કરી શકે છે અને તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે.

  પ્રેમએ કોઈને નથી છોડ્યો
  નથી આ લવ લેટરને ટ્વિટર એકાઉન્ટ દ્વારા આઇપીએસ અધિકારી રુપિન શર્મા દ્વારા શેર કરવામાં આવ્યો છે. ભારતીય પોલીસ સેવા અધિકારી રૂપેન શર્મા સોશિયલ મીડિયા પર એકદમ સક્રિય છે અને તેમણે આ વખતે લોકોને એક રમૂજી પ્રેમ પત્રથી પરિચય કરાવ્યા છે.

  આ પણ વાંચો: ટ્રાફિકથી બચવા માટે માણસે કારની સીટને આપ્યો હ્યુમન લુક, પોલીસ સ્તબ્ધ!

  તેમણે કેપ્શન તરીકે લખ્યું હતું- બિસ્કિટવાળાનો પ્રેમ પત્ર. જુઓ પ્રેમ દરેકને કેવી રીતે બાંધે છે... સ્પર્ધકોને પણ. તમે પણ આ પત્ર થોડા ધ્યાનથી વાંચજો  મેરીથી થયો ટાઇગરને પ્રેમ
  આ પ્રેમ ભરેલો લવ લેટર ટાઈગરે મેરીને લખ્યો છે. પત્રમાં ગુડેડ, ક્રેકઝૈક, લિટલ હાર્ટ, 50-50, ફેઈન્ટસી, પાર્લે, હાઇડ એન્ડ સીકથી લઈને ગ્લુકોઝના બિસ્કિટ ટાઈગરનો પણ સમાવેશ થાય છે. એટલે કે બજારમાં લગભગ બધા બિસ્કિટ એક જ પ્લેટફોર્મ પર આવી રહ્યા છે અને પ્રેમની મીઠાશને ઓગાળી રહ્યા છે. બિસ્કિટવાળાનો આ લવ લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  આ પણ વાંચો: Exclusive! નેપોટિઝમની ચર્ચાઓ ટાળવા “અંતિમ”માં સલમાન ભાઈ કામ કરે તેવું નહોતો ઈચ્છતો આયુષ શર્મા

  લોકોએ તેના પર ઘણી ટિપ્પણી પણ કરી છે. આશા છે કે, તમને પણ આ ચપળ અને મીઠો પ્રેમ પત્ર પણ ગમ્યો હશે.
  Published by:Riya Upadhay
  First published: