વોશિંગ્ટન : આપણે ઘણી વખત એવા કિસ્સાઓ સાંભળીએ છીએ જેમાં લોકોને અણધારી લોટરી (Lottery news)લાગે છે અને રાતોરાત તે અમીર બની જાય છે. ઘણા કિસ્સાઓમાં આવી વાતો માનવી મુશ્કેલ હોય છે, પરંતુ તે એક હકીકત હોય છે. આવો જ એક કિસ્સો અમેરિકામાં પણ એક મહિલા (US women Lottery)સાથે બન્યો છે. અમેરિકાના મિસોરીમાં ફ્લાઇટ કેન્સલ થવાના કારણે મહિલાની કિસ્મત ચમકી ગઇ હતી. હકીકતમાં આ મહિલાએ નવી ફ્લાઇટની રાહ જોવા દરમિયાન અમુક લોટરી ટિકિટ ખરીદી હતી. તેમાંથી એક ટિકિટમાં તેને 10 લાખ ડોલર (7 કરોડ 41 લાખ 55 હજાર 650 રૂપિયા)નું ઇનામ મળ્યું છે. ટાઇમ પાસ દરમિયાન મહિલાને હાથ લાગેલા આ ખજાનાની વાત ઝડપથી વાયરલ (Social Media)થઇ રહી છે.
મહિલાને મળ્યા 790000 ડોલર
ફ્લોરિડા લોટરીએ નિવેદન જાહેર કરી જણાવ્યું કે, મિસૌરીના કનસાસ સિટીની 51 વર્ષિટ એંજલા કેરાવેલાએ ધ ફાસ્ટેસ્ટ રોડ ટૂ યૂએસડી 1000000 સ્ક્રેચ ગેમ દ્વારા ગત મહીને 10 લાખ ડોલરનું ઇનામ જીત્યું હતું. તેણે પોતાની જીતેલી આ રકમ એક સાથે લેવાનો વિકલ્પ પસંદ કર્યો, જે લગભગ 790000 ડોલર હતી.
કેરાવેલાએ જણાવ્યું કે અચાનક ફ્લાઇટ રદ થતા તેને લાગ્યું કે કંઇક અજીબ થવાનું છે. મે સમય પસાર કરવા માટે અમુક ટિકિટો ખરીદી અને 10 લાખ ડોલર આમ જ જીતી લીધા. કેરાવેલાએ તાંપાના પૂર્વમાં સ્થિત બ્રેંડનમાં પબ્લિક્સ સુપરમાર્કેટથી પોતાની જીતેલી ટિકિટ ખરીદી હતી. આ સ્ટોરને વિનર ટિકિટ વેચવા માટે 2000 ડોલર બોનસ તરીકે આપવામાં આવશે.
અમેરિકામાં માન્ય છે લોટરીની રમત
યૂએસડી 30 રમત જેણે કેરાવેલાએ જીતી, તે ફેબ્રુઆરી 2020માં શરૂ થઇ હતી અને તેમાં 10 લાખ ડોલરના 155 મુખ્ય ઇનામ છે અને 94.8 કરોડ ડોલરના રોકડ ઇનામો છે. પહેલા પણ અમેરિકામાં ઘણા લોકો આવી લોટરીના કારણે એક ઝટકામાં અમીર બની ચૂક્યા છે. અમેરિકામાં લોટરી કાયદાકિય રીતે માન્ય છે. જોકે, વિશ્વના ઘણા દેશોમાં લોટરીને કાયદાકિય માન્યતા મળી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર