કડક કાયદો હોવા છતાં પણ વાહન ચાલકો કાયદાની ધજ્જીયા ઉડાવી રહ્યા છે. એટલા માટે જ કાયદાની સમજ આપવા માટે ખુદ ભગવાન ગણેશને કમાન સંભાળવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, દ્વિચક્રીય વાહન ચાલકોને ટ્રાફિક નિયમ અને હેલ્મેટના ઉપયોગ અંગે જાગૃતિ લાવવા માટે ટ્રાફિક પોલીસે હવે ભગવાન ગણેશને કામે લગાડ્યા છે.
માર્ગ સુરક્ષા અભિયાન ચલાવી રહી છે ટ્રાફિક પોલીસ
બેંગલુરુની રાજાજી ટ્રાફિક પોલીસ માર્ગ સુરક્ષા અભિયાન ચલાવી રહી છે. આ દરમિયાન એક વ્યક્તિ ભગવાન ગણેશનું રૂપ ધારણ કરીને લોકોમાં ટ્રાફિક નિયમ અંગે જાગૃતિ લાવવાનું કામ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા રાજાજી ટ્રાફિક પોલીસે યમરાજ સાથે અભિયાન ચલાવ્યં હતું. ટ્રાફિક નિયમ અંગે લોકોનું ખરાબ વલણ જોઇને ટ્રાફિક પોલીસે ભગવાન ગણેશનું વેશભૂષા વાળા વ્યક્તિને શહેરના માર્ગો ઉપર ઉતાર્યો છે.
Karnataka: After Bengaluru police created road safety awareness in the city with a man dressed as 'Yamraj' asking people to follow traffic rules & use helmets, earlier this month, a man dressed as 'Lord Ganesha' participated in the road safety drive yesterday. (30.07.2018) pic.twitter.com/i4vTfol9nQ
આ વ્યક્તિ ટ્રાફિક વિભાગ તરફથી દ્વિચક્રીય વાહન ચાલકોને હેલમેટનો ફાયદાઓ અંગે માહિતગાર કરે છે. અને માર્ગ સુરક્ષા વિશે જાણકારી આપે છે. એટલું જ નહીં આ વ્યક્તિ લોકોને ફૂલ આપીને વાહન ચાલક તરફથી હેલમેટનું વચન પણ લઇ રહ્યા છે. આવું પહેલી વખત નથી થઇ રહ્યું કે, લોકોમાં જાગૃતિ લાવવા માટે ભગવાનનો મદદ લેવી પડી હોય. આ પહેલા ઉલસૂર ગેટ ટ્રાફિક પોલીસ યમરાજાની સાથે મળીને જન-જાગૃતિનું અભિયાન ચલાવ્યું હતું.
Published by:Ankit Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર