Home /News /eye-catcher /

VIDEO વાયરલ: આસામમાં સ્ટીકરની જેમ ઉખડી રહ્યાં છે રસ્તાઓ

VIDEO વાયરલ: આસામમાં સ્ટીકરની જેમ ઉખડી રહ્યાં છે રસ્તાઓ

    આસામના ગોલપાર જિલ્લાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયો એક રસ્તાનો છએ. જેને લોકો પોતાના હાથથી ઉખેડી રહ્યાં છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે સરળતાથઈ લોકો પોતાના હાથથી જ રસ્તાઓ ઉખેડી રહ્યાં છે. લોકો રાજ્યના લોક નિર્માણ વિભાગ (PWD)ના કથિત ભ્રષ્ટાચાર પર પોતાનો ગુસ્સો જાહેર કરી રહ્યાં છે. વીડિયોમાં દુધનોઈ વિસ્તારમાં 36 નંબરનો આ રસ્તો છે. જેને હજુ થોડા દિવસ પહેલા જ નિર્માણ કરવામાં આવ્યો હતો.

    મહત્વનું છે કે આ રસ્તો થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમયમાં જ આ રસ્તો સ્ટીકરની જેમ ઉખડી રહ્યો છે. લોકો રસ્તાઓ પર હાથ વડે જ નવો બનાવેલો રસ્તો ઉખેડી રહ્યાં છે અને બતાવી રહ્યાં છે કે આ રસ્તો બનાવવા માટે કેટલો સસ્તો માલ વાપરવામાં આવ્યો છે.

    36 નંબરનો આ રસ્તો મેઘાલય જનારા હાઈવે નંબર 37ને જઈને મળે છે. રસ્તાઓને લઈને લોકો આરોપ લગાવી રહ્યાં છે આ રસ્તાઓ સ્ટીકરની જેમ ઉખડી રહ્યાં છે. કેટલાક લોકોએ આ વિભાગનનું એક કારનામું બતાવ્યું છે.

    ન્યૂઝ 18 સાથેની વાતચિતમાં એક કર્મચારી ઇશ્વર અગ્રવાલે જણાવ્યું કે રસ્તાઓને લઈને ફરિયાદ મળી છે અને તાત્કાલીક તેની તપાસ પણ કરવામાં આવશે. કર્મચારીએ જણાવ્યું કે રસ્તાઓ પરના કેટલાક ભાગો વિશેની ફરીયાદ મળી છે. તે રસ્તાઓ પુરી રીતે ખરાબ છે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Construction, Highway, Road, આસામ

    આગામી સમાચાર