OMG love story! માતા લોન ન ચૂકવી શકી, તો રિકવરી એજન્ટ પુત્રીને લઈને થયો ફરાર
OMG love story! માતા લોન ન ચૂકવી શકી, તો રિકવરી એજન્ટ પુત્રીને લઈને થયો ફરાર
અજબ પ્રેમની ગજબ પ્રેમ કહાની
bihar love story:પટનાના ફુલવારી શરીફમાં ભાડાના મકાનમાં રહેનારા એક યુવક (boy runway with girl) હજારી બાગની એક યુવતીને લઈને ફરાર થયો હતો. જ્યારે પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ કરી તો અજબ પ્રેમની ગજબ કહાનીનો (OMG love story) ખુલાસો થયો હતો.
પટનાઃ લોન ન ચૂકવવા ઉપર રિકવરી એજન્ટ (Recovery Agent) દ્વારા ગ્રાહકો સાથે દુર્વ્યવહારના અલગ અલગ કિસ્સાઓ છાસવારે સાંભળવા મળતા હોય છે. પરંતુ બિહારની રાજધાની પટનામાં (Patna) લોન ન ચૂકવાનો (loan) અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે પટનાના ફુલવારી શરીફમાં ભાડાના મકાનમાં રહેનારા એક યુવક હજારી બાગની એક યુવતીને લઈને ફરાર થયો હતો. જ્યારે પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ કરી તો અજબ પ્રેમની ગજબ કહાનીનો ખુલાસો થયો હતો.
આરોપી યુવક અમર કુમાર સિંહે પોલીસને જાણકારી આપતા જણાવ્યું હતું કે તે એક ફાયનાન્સ કંપનીમાં રિકવરી એજન્ટ તરીકે કામ કરે છે. પોતાના કામ દરમિયાન પોતાની કંપનીથી હજારીબાગ રહેનારી એક મહિલાને લોન અપાવી હતી. પરંતુ તે મહિલા લોનનું પેમેન્ટ ન કરી શકી.
લોન વસૂલીના ક્રમમાં તે છાસવારે પૈસા માટે મહિલાના ઘરે જતો હતો. આ દરમિયાન તેની વાતચીત મહિલાની પુત્રી સાથે થવા લાગી અને ધીમે ધીમે બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
આ મામલમાં યુવતી ઋતુ કુમારીએ જણાવ્યું હતું કે છાસવારે લોનના પૈસા લેવા માટે તે ઘરે આવતો હતો. ત્યારે જ્યારે વારંવાર પોતાના ઘરે આવવા માટે માતાએ ના પાડી તો તેણે વાતચિત કરવા માટે મોબાઈલ નંબર માગ્યો હતો.
ત્યારબાદ અમારા વચ્ચે ફોન ઉપર સતત વાતો થવા લાગી હતી. અને મારી સાથે લગ્ન કરવાની વાત કરવા લાગ્યો હતો. અમર લગ્ન કરવાના નામ પર જ તે હજારીબાગથી પટના લઈને આવ્યો હતો. પરંતુ અહીં આવીને અમરે લગ્ન કરવાનો ઈન્કાર કર્યો હતો.
યુવક-યુવતીના કરાવી દીધા લગ્ન
બીજી તરફ આખા મામલાને લઈને ફુલવારી શરીફ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રફીકુર રહમાને જણાવ્યું કે પીડિત યુવતી ઋતુ કુમારી યુવક અમર કુમાર વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. યુવતીનો આરોપ હતો કે અમર તેને લગ્ન કરવાનું કહીને પટના લઈને આવ્યો હતો.
પરંતુ હવે તે લગ્ન કરવા માટે ઈન્કાર કરી રહ્યો છે. પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે યુવક અને યુવતી પુખ્ત છે અને બંને સાથે વાત કરીને બંનેના મંદિરમાં લગ્ન કરાવી દીધા હતા. યુવક-યુવતી બંનેના પરિવારને જાણ કરવામાં આવી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર