Home /News /eye-catcher /પિતાને મુસીબતમાં જોઈને રડી પડી બાળકી, Viral Video જોઈને થઈ જશો ભાવુક

પિતાને મુસીબતમાં જોઈને રડી પડી બાળકી, Viral Video જોઈને થઈ જશો ભાવુક

થોડા દિવસ પહેલા તમે ઇન્ટરનેટ (viral on internet) પર એક દીકરીને પોતાના પિતા (father-daughter)ની ચિંતાને લઇને રડતી જોઇ હશે

Little Girl Viral Video: પિતા-પુત્રી વચ્ચે પ્રેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ જોઈને તમે પણ એક ક્ષણ માટે ઈમોશનલ (Emotional Video of Little Girl) થઈ જશો.

દીકરીઓને પિતાની પરી (papa ki pari) કહેવામાં આવે છે તો આ એમ જ નથી કહેવાતું. સત્ય એ છે કે તેમના પિતાની ચિંતા અને તેમની કાળજી પુત્રીઓ કરતા વધારે બીજા કોઈને નથી. થોડા દિવસ પહેલા તમે ઇન્ટરનેટ (viral on internet) પર એક દીકરીને પોતાના પિતા (father-daughter)ની ચિંતાને લઇને રડતી જોઇ હશે. હવે જુઓ, એક નાનકડી છોકરી તેના પિતાની ચિંતામાં ભાવુક થતાં અને ડરી જતાં, તમારું હૃદય ઊભરી આવશે.

એવું માનવામાં આવે છે કે પુત્રીઓ પિતાની નજીક હોય છે. દીકરીઓ પોતાના પિતાને કોઈ પણ મુસીબતમાં જોઈ શકતી નથી, પછી ભલે તે નાની હોય કે મોટી હોય. સોશિયલ મીડિયા પર આ ક્યૂટ અને અનોખા સંબંધ સાથે જોડાયેલો એક વીડિયો આજકાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ નાનકડા દેવદૂતની સંવેદના જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક નાની બાળકી
પોતાના પિતાને ખતરામાં જોઇને એક નાનકડી બાળકી રડવા લાગે છે. તમે જોઈ શકો છો કે કાચના પુલ પર કોઈ વ્યક્તિ ચાલી રહી છે, જેની એટલી અસર થાય છે કે પગ મુકતા જ કાચ તૂટવાનું મેહસૂસ થવા લાગે છે.

આ પણ વાંચો: Viral: કૂવામાં ફસાયેલા બાળકના મોત બાદ હીરો બન્યો આ વ્યક્તિ, જીવ બચાવવા 3 દિવસ સુધી હાથથી માટી ખોદતો રહ્યો શખ્સ!

પરંતુ હકીકતમાં એવું કંઈ થઈ રહ્યું નથી. વીડિયોમાં એક વ્યક્તિને ડરના માર્યા ગ્લાસ બ્રિજ પર ચાલતા જોઈને તેની દીકરી જોરજોરથી રડવા લાગે છે. જો કે બાળકને રડતું જોઈને પિતા તરત જ તેની પાસે આવે છે અને પોતાની પરીને ભેટી પડે છે.




આ પણ વાંચો: VIDEO: કડકડતી ઠંડીમાં કપડાં વગર જ જામેલા Lakeમાં કૂદ્યો શખ્સ, કારણ જાણીને કરશો વખાણ

સોશિયલ મીડિયા પર ઈમોશનલ થયા લોકો
વીડિયોનું લોકેશન ખબર નથી, પરંતુ તેને ઇન્સ્ટાગ્રામ પર beutefullplacee નામના આઈડી સાથે શેર કરવામાં આવી છે અને તેમાં લખ્યું છે - આ નાની બાળકીને ડર છે કે તેના પિતા ક્યાંક પડી ન જાય. લોકોએ આ વીડિયોને ખૂબ જ પ્રેમ આપ્યો છે અને અત્યાર સુધીમાં તેને 67 મિલિયન વ્યૂઝ એટલે કે 6.7 કરોડ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 46 લાખ લોકોએ પણ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોઈને લોકો ભાવુક થઇ રહ્યા છે અને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
First published:

Tags: Emotional, OMG Videos, Viral videos, અજબગજબ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો