Home /News /eye-catcher /

Snake Video: નાના બાળકે સાપના નાકમાં કર્યો દમ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન !

Snake Video: નાના બાળકે સાપના નાકમાં કર્યો દમ, વીડિયો જોઈને તમે પણ રહી જશો હેરાન !

સાપને જોઈને સામાન્ય લોકો ડરી જાય છે, પરંતુ આ બાળક જાણે નીડર છે.

Child Playing with Snake: વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video)માં એક નાનું બાળક જે રીતે સાપ (Snake)પાછળ પડ્યો છે તે જોઈને ભલભલાનો પરસેવો છૂટી જશે, પણ તેને કોઈ ડર નથી.

    દુનિયાના સૌથી ભયાનક પ્રાણીઓમાંથી એક (Dangerous Snake Video) સાપ છે, તેની સામે આવતા જ હાથ-પગ ફૂલવા લાગે છે. કેટલાક લોકો જાણે છે કે સાપ સાથે કેવી રીતે વ્યવહાર કરવો, પરંતુ આ સામાન્ય લોકોની વાત નથી. આ સમયે આવા જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જે દેખાવમાં નાનો છે (Child Playing with Snake Video) પરંતુ 5 ફૂટના સાપ સાથે રમી રહ્યો છે.

    સાપને જોઈને સામાન્ય લોકો ડરી જાય છે, પરંતુ આ બાળક જાણે નીડર છે. લગભગ 5 ફૂટના સાપ સાથે તે જાણે દોરડું હોય તેમ રમી રહ્યો છે. તેનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે ત્યાં ઉભેલા કૂતરાને પણ સાપનો ખતરો સમજાઈ રહ્યો છે પરંતુ બાળકે તેને રમકડું બનાવી દીધું છે.

    જીવંત સાપને બનાવ્યું રમકડું
    વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક 4-5 વર્ષનો બાળક સાપ પાસે ઉભો છે. સાપને જોઈને ક્યારેક તે તેની પૂંછડી પકડીને તેને ઊંચકે છે તો ક્યારેક તેને મારતો હોય છે. સાપ ઝડપથી દોડતો ભાગી જાય છે પરંતુ બાળક ફરીથી તેને પોતાની તરફ ખેંચવા લાગે છે. અન્ય બાળક પણ તેની પાસે આવે છે પરંતુ તે થોડીક સેકન્ડમાં જતો રહે છે પરંતુ આ બાળક સાપ સાથે રમવાની મજા માણી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો.



    આ પણ વાંચો: SNAKEની નજીક જવાથી શું આવે છે પરિણામ? વધતી ગરમીમાં શખ્સે હાથથી ઝેરી સાપને પીવડાવ્યું પાણી 

    લોકો જોઈને ચોંકી ગયા
    આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ તેને રસાલ_વિપર (rasal_viper) નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકોએ તેના પર પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.

    આ પણ વાંચો: SNAKE VIDEO: ભાગતા કોબ્રાનો પીછો કરીને પકડી લીધો, ડર્યા વિના ઝેરી સાપ પકડવામાં નિષ્ણાત છે વ્યક્તિ

    મોટાભાગના લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે, જ્યારે કેટલાક લોકોને સાપ ઝેરી લાગતો નથી. એક યુઝરે તેને ઉંદર સાપ ગણાવ્યો છે, જે સામાન્ય રીતે ઝેરી નથી હોતો પરંતુ ચોક્કસપણે ચેપ ફેલાવી શકે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Shocking Video, Snake, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર