Home /News /eye-catcher /

દંપતીના Leptop બેગમાંથી મળ્યું Lionનું કપાયેલુ માથુ, તાંત્રિકને 18 લાખ રૂપિયામાં વેચવાની હતી તૈયારીમાં

દંપતીના Leptop બેગમાંથી મળ્યું Lionનું કપાયેલુ માથુ, તાંત્રિકને 18 લાખ રૂપિયામાં વેચવાની હતી તૈયારીમાં

પ્રતિકાત્મક તસવીર

દક્ષિણ આફ્રિકાની પોલીસ (South African Police)ને એક દંપતીની બેગમાંથી સિંહનું કપાયેલુ માથું (Lions Head Found In Backpack) મળી આવ્યું છે. આ દંપતી આ માથું કાળું જાદુ કરનાર એક તાંત્રિક (Black Magic From Lion Head) પાસે લઈ જઈ રહ્યું હતું.

વધુ જુઓ ...
    Ajab-Gajab: વિશ્વના ઘણા લોકો હજી પણ કાળા જાદુ (Black Magic)માં માને છે. તાંત્રિકોની જાળમાં ફસાતા લોકો પોતાને ઘણું નુકસાન કરે છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ની પોલીસને એક દંપતીની બેગમાંથી સિંહનું કપાયેલુ માથુ (Lion Head Found) મળી આવ્યું છે. ત્યાર પછી સનસનાટી મચી ગઈ છે.

    જ્યારે તેઓ તાંત્રિકને માથું વેચવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે દંપતીને પકડ્યું હતું. આ માથામાંથી તાંત્રિક કાળી જાદુઈ દવા બનાવવાની હતી. તાંત્રિક દંપતીને સિંહના કાપેલા માથાના બદલામાં 18 લાખ રૂપિયા ચૂકવવાના હતા.

    આ પણ વાંચો: OMG! જન્મથી જ ‘એક જીસ્મ દો-જાન’ બે ભાઇઓ, માતાપિતાએ તરછોડ્યા હવે સરકારે આપી નોકરી

    ધ સનના અહેવાલ મુજબ, પોલીસે તાંત્રિક સાથેની મુલાકાત પહેલાં જ દંપતીને પકડ્યું હતું. હકીકતમાં, પોલીસને દંપતીની હરકતમાં કંઈક ખોટું હોવાની શંકા હતી. ત્યારબાદ પોલીસે વચેટિયા મારફતે દંપતી સાથે બેઠક નક્કી કરી હતી અને કેસ નો ખુલાસો થયો હતો. આ દંપતીની ઓળખ 59 વર્ષીય જોસેફ મોડિમે અને 54 વર્ષીય એમિલી મશાબા તરીકે થઈ હતી. બંને તેમની સાથે બેગમાં સિંહના કપાઈ ગયેલા માથાને લઈ જઈ રહ્યા હતા.

    પોલીસે રાષ્ટ્રીય પર્યાવરણ વ્યવસ્થાપન જૈવવિવિધતા અધિનિયમ 2004 (National Environmental Management Biodiversity Act 2004) હેઠળ દંપતીની ધરપકડ કરી હતી. આ દંપતીએ દક્ષિણ આફ્રિકામાં ક્યાંથી આ સિંહનું માથુ ખરીદ્યું છે તે હજી સુધી જાણી શકાયું નથી. તમને જણાવી દઈએ કે આ દેશમાં સિંહોની ફાર્મિંગ કરવામાં આવે છે. જ્યાં સિંહોનો ઉછેર કરવામાં આવે છે અને પાછળથી તેને મારી હાડકાં વેચવામાં આવે છે.

    આ પણ વાંચો: Jamnagar: શહેરના આ વ્યક્તિએ કર્યું એવું દાન, જે જાણીને તમને ગર્વ થશે !

    National Prosecuting Authorityના પ્રવક્તા Henry Mamothameના જણાવ્યા અનુસાર, આ દંપતી તાંત્રિકની શોધમાં હતું. ટીમને જ્યારે ખબર પડી કે એક દંપતી પૂરજોશમાં તાંત્રિકની શોધમાં છે ત્યારે જ તેમને શંકા ગઈ. ત્યારબાદ પોલીસે આ દંપતીની પૂછપરછ કરી હતી. બંનેની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે બેગ માંગી ત્યારે પણ તેઓએ બેગ બતાવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ પોલીસને શંકા જતા દંપતીને કસ્ટડીમાં લીધું હતું.

    આ પણ વાંચો: જાપાને કર્યું એક નવું ઈનોવેશન, હવે ટીવીની સ્ક્રીન પર જ મનપસંદ ભોજનનો ટેસ્ટ લઈ શકાશે

    દંપતીની બેગની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ ભાન ગુમાવી બેઠી હતી. તેની બેગમાં સિંહનું માથું કાપેલું મળી આવ્યું હતું. કડક પૂછપરછમાં આ દંપતીએ આખું સત્ય જાહેર કર્યું હતું. દંપતીએ કહ્યું કે તેઓ આ માથું તાંત્રિકને વેચવાની તૈયારી કરી રહ્યા હતાં. આ માથા પરથી કાળો જાદુ કરી શકાય છે. તેવું તેઓએ સાંભળ્યું છે. તેના બદલામાં તેમને લગભગ 18 લાખ રૂપિયા મળ્યા હોત. હાલમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Shocking news, South africa news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन