Home /News /eye-catcher /OMG! પરિવારની સામે જ 3 વર્ષના બાળકને જીવતો ઉઠાવી ગયો સિંહ, જંગલમાંથી મળી આવ્યા છૂટાછવાયા અંગો
OMG! પરિવારની સામે જ 3 વર્ષના બાળકને જીવતો ઉઠાવી ગયો સિંહ, જંગલમાંથી મળી આવ્યા છૂટાછવાયા અંગો
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે પંજાના નિશાન મળી આવ્યા છે.
Lion Attack: ગીર ફોરેસ્ટ ઈસ્ટર્ન ડિવિઝનના સાવરકુંડલા રેન્જ પાસેના ઘનશ્યામનગર ગામમાં એક બાળક પરિવારના સભ્યો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે પ્રાણીએ તેના પર હુમલો કર્યો હતો.
Lion Attack: ગુજરાતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 3 વર્ષના બાળક પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકનું મોત થયું હતું. બાદમાં બાળકનું માથું અને પગ જંગલમાંથી મળી આવ્યા હતા. આ ઘટના ગુજરાતના અમરેલી જિલ્લાના ગીર જંગલ વિસ્તારની છે. ગીરમાં સિંહોનો વાસ છે અને અવારનવાર સિંહો ખુલ્લામાં જોવા મળતા હોય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બાળક પર હુમલો થયો ત્યારે તે તેના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યો હતો. વન વિભાગના એક અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. હાલ આ ઘટના બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ગીર ફોરેસ્ટ ઈસ્ટર્ન ડિવિઝનના સાવરકુંડલા રેન્જ પાસેના ઘનશ્યામનગર ગામમાં સાંજે બાળક પરિવારના સભ્યો સાથે ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેના પર પ્રાણીએ હુમલો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોની સામે સિંહે બાળક પર હુમલો કર્યો હતો.
પરિવાર કામ કરીને ઘરે પરત ફરી રહ્યો હતો
ગીર (પૂર્વ)ના નાયબ વન સંરક્ષક રાજદીપસિંહ ઝાલાએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ ઘટના ગુરુવારે સાંજે 6 વાગ્યે બની હતી. મધ્યપ્રદેશનો પરપ્રાંતિય ખેતમજૂર પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. ત્યારે સિંહે તેમના પર હુમલો કર્યો. તે બાળકને ખેંચીને પોતાની સાથે લઈ ગયો.
રાજદીપ સિંહ ઝાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળે પંજાના નિશાન મળી આવ્યા છે. જો કે, આ હુમલો સિંહ કે દીપડાએ કર્યો છે તે અંગે વન વિભાગ સ્પષ્ટ નથી. "વન અધિકારીઓએ ગુરુવારે રાત્રે અને શુક્રવારે સવારે સમગ્ર વિસ્તારની શોધખોળ કરી હતી. " તેમ રાજદીપ સિંહ ઝાલાએ જણાવ્યું હતું. તેઓને સવારે બાળકનો મૃતદેહ મળ્યો હતો.
બાળકને મારનાર સિંહ કે દીપડાને પકડવા માટે આ વિસ્તારમાં ઓછામાં ઓછા ચારથી પાંચ પાંજરા ગોઠવવામાં આવ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું. આ ગોઝારી ઘટનાથી ગામમાં અને અસપાસના વિસ્તારમાં ડરનો માહોલ છવાયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર