Home /News /eye-catcher /

LION VIDEO : જંગલનો રાજા ભેંસોથી ડરી ગયો, જીવ બચાવવા ચઢ્યો ઝાડ પર!

LION VIDEO : જંગલનો રાજા ભેંસોથી ડરી ગયો, જીવ બચાવવા ચઢ્યો ઝાડ પર!

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સિંહ એટલો ડરી ગયો છે કે તમે તેને જોઈને વિશ્વાસ નહીં કરી શકો.

Afraid Lion Climbs On Tree: વીડિયોમાં ભેંસના ટોળા (Lion Afraid of buffalo herd)ને જોઈ સિંહની હાલત ખરાબ થઈ ગઈ અને તે પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચઢી ગયો. વાયરલ વીડિયો (Wildlife Video) જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો.

    સિંહને એમ તો જંગલનો રાજા માનવામાં આવે છે, પરંતુ જો તેની સામે કોઈ અડીગ ઉભું હોય, તો તેને ઘૂંટણ પર આવવામાં વધુ સમય લાગતો નથી (Afraid Lion Climbs On Tree). સામાન્ય રીતે તમે જંગલના રાજા સિંહનું ભયાનક રૂપ જોયું હશે, પરંતુ ઈન્ટરનેટ પર વાયરલ (Wildlife Video) થયેલા એક વીડિયોમાં (Lion Afraid of buffalo herd) આ સિંહ એટલો ડરી ગયો છે કે તેને જોઈને તમે વિશ્વાસ નહીં કરી શકો.

    તમે અત્યાર સુધી પ્રાણીઓને ડરાવતા બહાદુરી અને ખૂંખાર સ્વભાવ માટે જાણીતા સિંહને જોયા જ હશે, પરંતુ આ વખતે સિંહ સાથે જે થયું તે જાણીને તમે દંગ રહી જશો. શું તમે ક્યારેય સિંહને ડરતા જોયો છો? પરંતુ અમે તમને આજે જે બતાવવા જઈ રહ્યાં છે તેમાં સિંહ ન તો અન્ય કોઈ પ્રાણી પર હુમલો કરી રહ્યો છે કે ન તો કોઈ પ્રકારનો હંગામો કરી રહ્યો છે, પરંતુ તે પોતે જ પોતાનો જીવ બચાવવા માટે પૂંછડી દબાવીને ઝાડ પર ચઢી રહ્યો છે.

    જંગલનો રાજા ભેંસના ઝૂંડથી ડરે છે
    વાયરલ થઈ રહેલા વીડિયોમાં ભેંસનું ટોળું સિંહની નજીક જતું જોવા મળે છે. આટલું મોટું ટોળું જોઈને જંગલના રાજાની હાલત ખરાબ થઈ ગઈ અને તે ડરીને ઝાડ પર ચઢી ગયો. આ વીડિયોને wild_animal_shorts_ નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે - 'સિંહ ભેંસના ટોળાથી બચવા ઝાડ પર ચઢ્યો.'

    આ પણ વાંચો: મોતને નજીકથી સ્પર્શીને પાછો આવ્યો શખ્સ, ગામના કાચા રસ્તા પર બાઇકની સામે આવ્યો ‘યમરાજ’




    ડરી ગયેલા સિંહને જોઈને લોકોએ કોમેન્ટ કરી
    મોટી સંખ્યામાં ભેંસોના ટોળાને જોઈને સિંહ ડરી ગયો અને ઝાડ પર ચઢ્યા પછી પણ તે એકદમ ડરી ગયો હોય તેવું લાગી રહ્યું છે.

    આ પણ વાંચો:Lion Video: સિંહને સામે જોઈને ‘મૂર્તિ’ બની ગયો શખ્સ, જંગલના રાજા સામે હાલત થઈ ગઈ ખરાબ

    આવા ભયાનક પ્રાણીને તેના જીવ માટે ડરતા જોવું ખૂબ જ વિચિત્ર છે કારણ કે તે ક્યારેય તેના શિકાર પર દયા બતાવતો નથી. આ વીડિયોને 21 હજાર લોકોએ લાઈક કર્યો છે. કેટલાક યુઝર્સ સિંહ પર દયા કરી રહ્યા છે તો કેટલાક તેને હિંમત રાખવાનું શીખવી રહ્યા છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Lion Video, Shocking Video, Viral videos, અજબગજબ

    આગામી સમાચાર