Home /News /eye-catcher /વીડિયો: મિમિક્રી આર્ટિસ્ટની જેમ બધુ જ કોપી કરે છે આ પક્ષી, દરેકના અવાજની જબરદસ્ત કરે છે નકલ

વીડિયો: મિમિક્રી આર્ટિસ્ટની જેમ બધુ જ કોપી કરે છે આ પક્ષી, દરેકના અવાજની જબરદસ્ત કરે છે નકલ

મિમિક્રી આર્ટિસ્ટની જેમ આ પક્ષી પણ દરેક અવાજની કરે છે નકલ

Wildlife viral series: ટ્વીટરના Absolutely Chavulous પર શેર એક વીડિયોમાં બોઅરબર્ડ નામનું એક પક્ષી નજરે પડે છે જે એક નંબરનું કોપી કેટ છે. તે દુનિયાના દરેક અવાજની જબરદસ્ત મિમિક્રી કરે છે. હાં એક પક્ષી જે મિમિક્રી કરી શકે છે. બાળકોના રમવાનો અવાજ હોય કે, વરસાદની લય, પ્રાણીઓનો અવાજ, તે બધુ જ કોપી કરી લે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ પક્ષીઓની અવાજ કાનોને રાહત આપનારી હોય છે. તેમનો કલબલાટ અને કલરવ પ્રકૃતિની સુંદરતાને વધારી દે છે. વહેલી સવારે પક્ષીઓની અવાજ ખુશીઓના પ્રતીક તરીકે અનુભવાય છે. દરેક તરફ સ્વચ્છતા અને નિર્મલતાનો અનુભવ થાય છે. દરેક પક્ષીના અવાજમાં અંતર હોય છે. ઘણા પક્ષીનો અવાજ મધુર હોય છે, તો કેટલાક પક્ષીઓનો અવાજ કર્કશ પણ હોય છે. પરંતુ શું તમે કોઈ એવા પક્ષી વિશે જાણો છો, જે જબરદસ્ત મિમિક્રી આર્ટિસ્ટ પણ હોઈ શકે છે. જો અત્યાર સુધી તમે તેનાથી અજાણ છો તો, આજે તેના સાથે તમારી મુલાકાત થઈ જ જશે.

    ટ્વીટર પર વાયરલ થયો વીડિયો


    ટ્વીટરના Absolutely Chavulous પર શેર એક વીડિયોમાં બોઅરબર્ડ નામનું એક પક્ષી નજરે પડે છે જે એક નંબરનું કોપી કેટ છે. તે દુનિયાના દરેક અવાજની જબરદસ્ત મિમિક્રી કરે છે. હાં એક પક્ષી જે મિમિક્રી કરી શકે છે. બાળકોના રમવાનો અવાજ હોય કે, વરસાદની લય, પ્રાણીઓનો અવાજ, તે બધુ જ કોપી કરી લે છે.

    આ પણ વાંચોઃ World Record: 17 કલાકમાં 67 પબમાં જઈને વ્યક્તિએ પીધું દારુ, બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ!


    એક પક્ષી જે અદ્ભુત કૉપી કેટ છે


    સોશિયલ મીડિયા પર એક પક્ષીનો વીડિયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બાળકોની રમત દરમિયાન આવનારા અવાજની જેમ જ અવાજ કરી રહ્યું છે. આ ઉપરાંત, તે ઘણા પ્રકારના અવાજો નીકાળતું જોવા મળી રહ્યું છે. જેમ કે કૂતરાનું ભસવુ, પાણીના છાંટા પડવા, લાકડાનું કપાવુ, બાળકોનું રમવુ બધુ જ. હકીકતમાં બોઅરબર્ડ એક એવુ પક્ષી છે, જેને કુદરતે એક અનોખી પ્રતિભાથી પુરસ્કૃત કરી છે. તે પક્ષી જબરદસ્ત કોપી કેટ છે. એટલા માટે મિમિક્રી આર્ટિસ્ટ પણ કહી શકાય. જે દરેક અવાજને બરાબર રીતે નકલ કરી લે છે. કહેવામાં આવે છે કે, બોઅર બર્ડ દરેક પ્રકારના અવાજને ભેગો કરે છે અને માદા પક્ષીને આકર્ષિત કરવા માટે આ અવાજોનો ઉપયોગ કરે છે.

    આ પણ વાંચોઃ  બીચ પર ચાલતી છોકરીને મળ્યું 'વિચિત્ર જીવ', આખું શરીર અરીસા જેવું સ્પષ્ટ!

    માદા પક્ષીને મનાવવા માટે મિમિક્રી કરે છે બોઅર બર્ડ


    બોઅરબર્ડની પ્રતિભા વિશે જે કંઈ પણ કહેવામાં આવે તે માત્ર કાલ્પનિક છે. પરંતુ વાયરલ વીડિયોમાં તમે તેને અલગ-અલગ પ્રકારનો અવાજ નીકાળતા સાંભળી શકો છો. આ વીડિયોને કેપ્શન આપવામાં આવ્યુ છે- વાહ, આ પક્ષી જે અવાજ નીકાળી રહ્યુ છે, તે અવિશ્વસનીય છે. નિશ્ચિત રૂપથી એક પક્ષીમાં આવી પ્રતિભા હોવી અદ્ભુત અને અકલ્પનિય છે. તે લોકોના માટે વધારે હેરાનગતિ ભર્યુ થશે, જે આ પક્ષી અને તેના ટ્રેન્ડ વિશે પહેલા જાણતા ન હતા.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Bird, OMG News, Twitter Trend

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन