Viral: ઘરની બહાર બેઠેલા 'Gorilla'ને લઈ ગયો ચોર! ઘરનો માલિક છે આઘાતમાં, પડોશીઓની પીડા પણ છલકાઈ
Viral: ઘરની બહાર બેઠેલા 'Gorilla'ને લઈ ગયો ચોર! ઘરનો માલિક છે આઘાતમાં, પડોશીઓની પીડા પણ છલકાઈ
ચોરે ગોરિલાનું જ પૂતળું ચોરી લીધું
સોમરસેટના ફ્રોમ (Frome, Somerset)માં રહેતા ક્રિસ મોસ (Chris Moss)ના ઘરની બહાર ગોરિલાની પ્રતિમા (Gorilla Statue) સ્થાપિત કરવામાં આવી હતી. તે એટલું વાસ્તવિક હતું કે ઘણી વખત અજાણ્યા લોકો છેતરાયા હતા. તેને એક ચોર ચોરી કરી ગયો.
દરેક વ્યક્તિ પોતાના ઘરને અંદર અને બહારથી સજાવવાનો આનંદ લે છે. લોકો અલગ-અલગ વસ્તુઓ ગોઠવીને તેમના ઘરને શણગારે છે. ક્યારેક કોઈ તેને ફૂલો અને અન્ય શણગારથી શણગારે છે, તો કોઈ તેને મૂર્તિઓથી શણગારે છે. ઈંગ્લેન્ડના એક વ્યક્તિએ (England man’s plastic gorilla stolen) તેના ઘરની બહાર 'ગોરિલા' (Life size plastic gorilla stolen) બનાવીને તેને શણગારી હતી, પરંતુ એક ચોર તે લઈ ગયો હતો જેના ફૂટેજ CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગયા છે.
સોમરસેટના ફ્રોમ (Frome, Somerset)માં રહેતા ક્રિસ મોસ (Chris Moss)ના ઘરની બહાર ગોરિલાની પ્રતિમા (Gorilla Statue) સ્થાપિત કરવામાં આવી હતી. તે એટલું વાસ્તવિક હતું કે ઘણી વખત અજાણ્યા લોકો છેતરાયા હતા.આસપાસના લોકો માટે તે લેન્ડમાર્ક (Landmark Gorilla statue stolen) બની ગયું હતું અને જો કોઈને સરનામું સમજાવવું હોય તો તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 6 માર્ચના રોજ, ગેરિલા ગાયબ થઈ ગયો.
ઘરની બહાર લગાવેલા પુતળાની ચોરી
ક્રિસ જૂની ઘડિયાળોનું સમારકામ કરે છે. તેમણે જણાવ્યું કે જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે તેણે જોયું કે ગોરિલાનું પૂતળું તેની જગ્યાએ નથી. તેમને આશ્ચર્ય થયું અને તરત જ સીસીટીવી કેમેરા ચેક કર્યા. તેમણે એક માણસને જોયો, જેણે હૂડી પહેરેલી હતી, ગોરિલાના પૂતળાના નટ-બોલ્ટને સ્ક્રૂ કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
જ્યારે તે તેને ખોલવામાં અસમર્થ રહ્યો ત્યારે તે ત્યાંથી નીકળી જાય છે અને થોડા સમય પછી સાધનો સાથે પાછો આવે છે. પછી થોડીવારમાં તે ગોરિલા ખોલે છે અને તેને ત્યાંથી લઈ જાય છે.
ગોરિલા પહેલાનું પૂતળું પણ આ રીતે ચોરાયું હતું
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે આ ગોરિલા છેલ્લા 2 વર્ષથી અહીં હતો અને તે પહેલા એક ગુલાબી ફ્લેમિંગોનું પૂતળું હતું, જે આ જ રીતે એક રાતે ચોરાઈ ગયું હતું. તે પૂતળા ગાયબ થયા પછી જ, વ્યક્તિ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યો અને ગોરિલાનું પૂતળું લગાવ્યુ. તેણે કહ્યું કે ગોરિલા બહુ મૂલ્યવાન ન હતો, પરંતુ તેની આસપાસના લોકોની ભાવનાઓ તેની સાથે વધુ જોડાયેલી હતી. ચોરી થયા બાદ લોકો તેને ખૂબ મિસ પણ કરી રહ્યા છે. ભલે કેમેરામાં ચોર દેખાઈ ગયો હોય, પરંતુ હજુ સુધી ગોરિલા વિશે કંઈ જાણવા મળ્યું નથી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર