Home /News /eye-catcher /

કેવી હોય છે 'મહિલા નાગાસાધુ' ની રહસ્યમયી દુનિયા

કેવી હોય છે 'મહિલા નાગાસાધુ' ની રહસ્યમયી દુનિયા

    મહિલા નાગાસાધુની રહસ્યમયી દુનિયા

    ભારતીય પરંપરાની ઘણી વાતો તમને રોચક લાગે છે તો ઘણી ચોંકાવે છે.
    એવી જ એક પરંપરા છે મહિલા નાગાસાધુ બનવા બાબતે..
    આ વિચિત્ર પરંપરા વિશે સાંભળતા જ તમે વિચારતા રહી જશો.
    મહિલા નાગાસાધુ બનતા પહેલા તેમણે ઘણાં વર્ષો સુધી કઠિન બ્રહ્મચાર્યનું પાલન કરવું પડે છે.
    તેમના ગુરુને વિશ્વાસ અપાવવો પડે કે બ્રહ્મચાર્યનું પાલન કરી શકે છે.
    ત્યારે જ ગુરુ મહિલા નાગા સાધુની દિક્ષા આપી શકે છે.
    હિન્દુ પરંપરામાં કોઈ વ્યક્તિના મરણ બાદ તેનું પિંડ દાન કરવામાં આવે છે.
    પરંતુ નાગા સાધુ બનતા પહેલાં મહિલાએ પોતાનું પિંડ દાન સ્વયં કરવું પડે છે.
    મહિલાના નાગા બનતા જ તેમના માથાનું મુંડન કરવુ પડે છે.
    મુંડન પછી નદીમાં સ્નાન કરાવવામાં આવે છે.
    તે પછી જ તેમને ગુરુ દ્વારા નવું નામ અને ઓળખાણ આપવામાં આવે છે.
    આ તમામમાં સૌથી કઠિન કામ, મહિલાએ પોતાના પરિવારના મોહનો ભંગ કરવો પડે છે.
    સામાન્ય રીતે પુરુષ નાગા હંમેશા નિર્વસ્ત્ર રહે છે, પરંતુ મહિલા નાગા હંમેશા પીળું વસ્ત્ર પહેરે છે.
    નાગા સાધુને શરીર પર ફક્ત ભસ્મ લગાવવાની અનુમતિ હોય છે.
    ભસ્મનો જ શ્રીંગાર કરવામાં આવે છે.
    નાગા બનતા જ મહિલાને દરેક લોકો 'માતા' કહી બોલાવે છે.
    તે સિવાય તેઓ 24 કલાકમાં એક જ વખત ભોજન કરી શકે છે.
    આ બોજન પણ ભીક્ષા માંગી કરવામાં આવે છે.
    એક નાગા સાઘુને વધુમાં વધુ 7 ઘરોમાંથી ભીક્ષા માંગવાનો અધિકાર હોય છે.
    જો સાતેય ઘરોથી તેમને ભીક્ષા ન મળે તો તેમને ભૂખ્યાં પહેવું પડે છે.
    જે ખાવાનું મળે તેને પસંદ-નાપસંદ જોયા વગર પ્રેમ-પૂર્વક ગ્રહણ કરવું પડે છે.
    સાથે જ તેમણે વસ્તીની બહાર નિવાસ કરવો પડે છે.
    ના તો તે કોઈને પ્રણામ કરી શકે છે, ના તો કોઈની નિંદા કરી શકે છે.
    ફક્ત સંન્યાસીને પ્રણામ વગેરે જેવા નિયમ છે, જે દિક્ષા લેનાર દરેક સાધુએ પાલન કરવું પડે છે.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Naga sadhu

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन