Home /News /eye-catcher /આટલી હૉટ અને સુંદર હોવા છતાં પણ આ યુવતીને નથી મળતો તેનો મનનો માણીગર, જાણો શું છે તેની પાછળનું કારણ
આટલી હૉટ અને સુંદર હોવા છતાં પણ આ યુવતીને નથી મળતો તેનો મનનો માણીગર, જાણો શું છે તેની પાછળનું કારણ
આ મહિલાને લાખ કોશિશ કરવા છતાં કેમ નથી મળતો પતિ
આ એડલ્ટ કંટેંટ ક્રિએટરે હાલમાં જ પોતાના સાથે થઈ રહેલી સમસ્યા લોકો સાથે શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે અસલમાં તે વકીલ પણ છે.
VIRAL NEWS: દુનિયાના કેટલાય લોકો અલગ અલગ કારણોથી સિંગલ રહી જાય છે. કોઈને સાચો પ્રેમ નથી મળતો, તો કોઈને અન્ય કારણથી સિંગલ રહેવું પડે છે. પણ જો આપને ખબર પડે કે, એક છોકરી પોતાની સુંદરતાના કારણે સિંગલ રહે છે. તો આપને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ જે છોકરી વિશે અમે વાત કરી રહ્યા છીએ, તે વ્યવસાયે વકીલ છે. આટલી સારી પોસ્ટ હોવા છતાં પણ ડેટ કરવા માટે છોકરો નથી મળી રહ્યો. કારણ છે તેની સુંદરતા.
ડેનિસ રોકાએ હાલમાં જ માન્યું છે કે, તે અસલમાં સૈપિયોસેક્સુઅલ છે. એટલે કે, ફક્ત ઈંટેલિજેંટ પુરુષો પ્રત્યે આકર્ષિત થાય છે. પણ વકીલ હોવાની સાથે સુંદર હોવા છતાં પણ તેને ડેટિંગ માટે મરદ નથી મળી રહ્યા. તેનું કારણ છે તેની સુંદરતા. ડેનિસ વકીલ હોવાની સાથે સાથે ઓનલીફેન્સ પર પણ એક્ટિવ છે. પોતાના માટે છોકરો નથી મળતો, તેથી તે એડલ્ટ સાઈટ તરફ વળી ગઈ. ડેનિસને “CPI Hurricane” નામથી પણ ઓળખવામાં આવે છે.
લોકોને વિશ્વાસ નથી આવતો
આ એડલ્ટ કંટેંટ ક્રિએટરે હાલમાં જ પોતાના સાથે થઈ રહેલી સમસ્યા લોકો સાથે શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે, કોઈ વિશ્વાસ નહીં કરી શકે કે અસલમાં તે વકીલ પણ છે. સુંદર હોવાની સાથે સાથે ઈંટેલિજેંટ હોવું તેના સિંગલ રહેવાનું મોટુ કારણ છે. લોકો પહેલા તેની તસ્વીર જોઈ વાતચીત શરુ કરે છે, તો પણ જેવી ખબર પડે કે, તે એક વકીલ છે, અને નોલેજ પણ ધરાવે છે, બધા દૂર ભાગવા લાગે છે.
શોધી રહી છે આ પાર્ટનર
ડેનિસે જણાવ્યું કે, તેને એવો પુરુષ જોઈએ જેની પાસે ખૂબ નોલેજ હોય. જેની સાથે બેસીને તે કેટલાય સીરિયસ ટોપિક્સ પર ચર્ચા કરી શકે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે, તેને કેવો પુરુષ જોઈએ, જેની બોડી સારી હોય કે પછી મગજ તેજ ચાલતુ હોય, તો તેણે બીજૂ વિકલ્પ પસંદ કર્યો હતો. ડેનિસની હોટ તસ્વીરો મોટા ભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. તેની તસ્વીરો જોઈને કોઈ વિશ્વાસ પણ ન કરી શકે કે, તે કોઈ સીરિયસ પ્રોફેશનમાંથી આવે છે. હવે જોવાનું રહેશે કે, ડેનિસને ક્યારે તેનો મનગમતો પુરુષ મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર