Home /News /eye-catcher /અવકાશમાં કપડાં ધોવાના પ્રશ્નનો ઉકેલ લાવવા મથામણ, NASAએ ડિટરજન્ટ કંપની સાથે હાથ મિલાવ્યા

અવકાશમાં કપડાં ધોવાના પ્રશ્નનો ઉકેલ લાવવા મથામણ, NASAએ ડિટરજન્ટ કંપની સાથે હાથ મિલાવ્યા

(પ્રતીકાત્મક તસવીર- ShutterStock)

OMG: આવતા વર્ષે મે મહિનામાં કપડા પરના ડાઘ દૂર કરતી પેન અને વાઈપને અવકાશયાત્રીઓના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે

    ન્યૂયોર્ક. જેમ અવકાશ (Space)માં જવું સહેલું નથી, તેમ ત્યાં રહેવું પણ લોઢાના ચણા ચાવવા બરાબર છે. અવકાશયાત્રીઓને (Astronauts) અનેક પડકારોમાંથી પસાર થવું પડે છે. જોકે, આ યાત્રાને અનુકૂળ બનાવવા ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station-ISS)માં રહેતા અવકાશયાત્રીઓ ત્યાં પોતાના કપડાં (Clothes) ધોઈ શકે તે માટે તખ્તો ઘડાઈ રહ્યો છે. ડિટરજન્ટ બ્રાન્ડ ટાઇડ (Detergent Brand Tide) આ બાબતે ઉકેલ લાવવા કામ કરી રહી છે. ઉકેલના કારણે ધોવાયા વગરના ટનબંધ કપડાંને બગડતા અટકાવી શકાશે.

    ‘ડેઇલી મેઈલ’ના અહેવાલ મુજબ ટાઇડે નાસા (Tide-NASA Agreement) સાથે સ્પેસ એકટ એગ્રીમેન્ટ કર્યો છે. જેના અંતર્ગત તે ચાલુ અને આવતા વર્ષના અંત સુધીમાં સ્પેસ સ્ટેશનમાં ડિટરજન્ટ અને ડાઘ રિમુવલના એક્સપેરિમેન્ટ મોકલી શકે છે. કંપની દ્વારા મોકલવામાં આવનાર કાર્ગોમાં સંપૂર્ણ રીતે ડીગ્રેડેબલ ડિટરજન્ટ, વાઇપ્સ અને ડાઘ હટાવનાર પેન સામેલ હશે.

    કપડાં ધોવાની સમસ્યાના ઉકેલ વગર લગભગ 150 પાઉન્ડ કપડાં દરેક ક્રુ મેમ્બર સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને જાય છે. આ નવું સ્પેસ ડિટરજન્ટ ખાસ કરીને સ્પેસ મિશન દરમિયાન ઉપયોગમાં લેવાતા ધોવા યોગ્ય કપડા માટે ખરાબ ગંધ, સ્વચ્છતા અને ડાઘ દૂર કરવાની સમસ્યાઓનો ઉકેલ લાવવા ડિઝાઈન કરવામાં આવશે.

    આ પણ વાંચો, WTC Final 2021: ભારતની હારના 5 ‘ગુનેગાર’, ફાઇનલમાં તમામ સ્ટાર પ્લેયર થયા FAIL

    અવકાશમાં રહેતા અવકાશયાત્રીઓએ ગુરુત્વાકર્ષણની હાજરી વિના બે કલાક કસરત કરવી પડે છે. જેનાથી તેમના સ્નાયુઓ અને હાડકાને ગંભીર અસરનો સામનો કરવો પડતો નથી. કસરતના કારણે કપડાં પરસેવાવાળા થાય છે, વાસ આવે છે. પરિણામે તેને કચરાપેટીમાં નાંખવા પડે છે.

    ટાઇડ PGTide મિશન પણ લોન્ચ કરશે. જે ઓછા ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં સફાઈના ઉકેલની સ્થિરતા અને અંતરિક્ષમાં અનુભવાયેલા રેડિએશન સ્તરના જોખમ બાબતે ક્રૂ મેમ્બરના ટેસ્ટિંગમાંથી પસાર થશે. આ પ્રયોગના કારણે કંપનીને અવકાશ અને પૃથ્વી પર વધુ અસરકારક વોશિંગ પ્રોડકટને વિકસિત કરવા મદદ મળશે.

    આ પણ વાંચો, Study: ઈન્ડોનેશિયાના સમુદ્રની નીચે આયર્ન કોર ધીમે ધીમે આગળ વધી રહ્યો હોવાનો દાવો

    આ ઉપરાંત નાસા અને ટાઇડના સંશોધકો આ ડિટર્જન્ટનો ઉપયોગ કરીને વોશિંગ યુનિટ્સના ઇનોવેશન કોમ્બિનેશન ગ્રહોના હેબીટેડને કેવી રીતે એકીકૃત કરી શકે? અને તેનો ઉપયોગ ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ મિશન માટે થઇ શકે કે કેમ તે બાબતે પણ અભ્યાસ કરવાનો ઇરાદો ધરાવે છે.

    ટાઇડની પેરન્ટ કંપની પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) ડિસેમ્બરમાં આ ડિટર્જન્ટનો પ્રથમ જથ્થો મોકલશે. ત્યાર બાદ આ ડિટર્જન્ટની કામગીરી અને પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરવામાં આવશે. પછી આવતા વર્ષે મે મહિનામાં ડાઘ કાઢતી પેન અને વાઈપને અવકાશયાત્રીઓના ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે.

    આ દરમિયાન કંપની ખાસ વોશર ડ્રાયર કોમ્બો ડેવલપ કરવા પણ કામ કરી રહી છે. જે ચંદ્ર અને મંગળ પર ઓછામાં ઓછા પાણી અને ડિટરજન્ટનો ઉપયોગ કરીને ચલાવી શકાય છે.
    First published:

    Tags: Astronauts, Detergent, International Space Station, Laundry, Nasa, Science, Tide, અંતરિક્ષ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો